________________
પાલીતાણ રાજ્ય સાથે થયેલા એપાના કરારે
૨૦૫ , કરારમાં છેતરપિંડી થયાને દરબારનો આક્ષેપ
આ કરારમાં છેતરપિંડીરૂપે ઉમેરો થયો હોવાના દરબારના આક્ષેપનો પહેલવહેલો ઉલ્લેખ પેઢી તરફથી, તા. ૨૮-૨-૧૮૫૯ના રોજ, કાઠિયાવાડના પિલિટિકલ એજન્ટને લખવામાં આવેલ યાદમાં મળે છે. આ યાદનું મૂળ ગુજરાતી લખાણ તે મળી શક્યું નથી, પણ એને અંગ્રેજી અનુવાદ પેઢીની ફાઈલમાં સચવાયેલ છે. એમાં સૂચવવામાં આવ્યું છે કે –
“ઠાકરનું એવું પણ કહેવું છે કે, કરારનામાના દસ્તાવેજને અમલીકરણ માટેનું અંતિમ રૂપ આપવામાં આવ્યા પછી છેતરામણ થાય એવું કંઈક ઉમેરે એમાં કરવામાં આવ્યો છે.૨૫
પેઢીને આ કાગળને જવાબ આપતાં, તા ૮-૧૦-૧૮૬૦ ના રોજ, પાલીતાણાના ઠાકોરશ્રીએ કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટને જે પત્ર લખ્યો હતો, એમાં પણ એમણે લખ્યું હતું કે—
એમણે (શેઠ વખતચંદ ખુશાલચંદે) મેજર બાનવેલને મૌખિક રીતે એમ કહ્યું હશે કે, ઈજારે ફક્ત દસ વર્ષ માટે ચાલુ રહેશે, તેનાથી વધારે નહીં. આમ કહીને તેમણે, પ્રશ્નમાંને મુદ્દો ઉવેખીને કરારનામા પર તેમની મંજૂરી મેળવી લીધી હશે.”
આ દસ્તાવેજમાં પાછળથી ઉમેરણરૂપે કરવામાં આવેલ ઘાલમેલના આરેપનું પુનરુચ્ચારણ પાલીતાણાના દરબારશ્રીએ, કાઠિયાવાડના એફટિંગ પિલિટિકલ એજન્ટ મેજર ડબલ્યુ. ડબલ્યુ. એન્ડરસનને, વિ. સં. ૧૯૧૯ના કારતક વદ ૧ (સને ૧૮૬૨) ના રોજ, લખેલ પત્રમાં ૨૭ તથા સને ૧૮૬૨ના ઓકટોબર માસમાં દરબારશ્રી સુરસિંહજીએ આ જ એકટિંગ પોલિટિકલ એજન્ટ પર લખેલ કાગળમાં પણ કર્યું હતું. ૨૮
આ દસ્તાવેજમાં પાછળથી ઉમેરે કરવામાં આવ્યું હેવાને પાલીતાણા દરબારશ્રીને ઉપરોક્ત આક્ષેપ પાયા વગરને હાવા સંબંધી રજૂઆત પેઢી તરફથી સીધેસીધી કરવામાં આવી હોય એવું કઈ લખાણ પેઢીના દફતરમાંથી મળી શકયું નથી. પણ પાલીતાણું રાજ્ય અને પેઢી વચ્ચેના રખોપા બાબતના ઝઘડા અંગે કાઠિયાવાડના પિલિટિકલ એજન્ટ મેજર આર. એચ. કીટિંજે જે તપાસ હાથ ધરી હતી, એમાં સને ૧૮૬૩ના ઓગસ્ટ માસમાં જુબાનીરૂપે પેઢી તરફથી જે મૌખિક જવાબ રજૂ કરવામાં આવ્યું હતું, એમાં આ આક્ષેપ ખોટ હોવાને નિર્દેશ કર્યો હશે એમ લાગે છે. આ દસ્તાવેજમાં કઈ પણ જાતની છેતરપિંડી કે ઘાલમેલ થઈ નથી તેવી રજૂઆત, સૌથી પહેલાં, કાઠિયાવાડના એકિંટગ પિલિટિકલ એજન્ટ મેજર ડબલ્યુ. ડબલ્યુ. એન્ડરસને, તા-૧૫-૧-૧૮૬૩ના રેજ, મુંબઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org