________________
શેઠ આ૦ કની પેઢીના ઇતિહાસ
દરમિયાનગીરીથી, વાર્ષિક રૂ.૪૫૦૦/ ની રકમના, રખેાપાના ખીજે કરાર પાલીતાણા રાજ્ય અને શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી વચ્ચે થયા હતા, તેમાં ‘તથા અવધ પુરી થઆ પછી કરાર પ્રમાણે રૂ।. આગલ સાલ આપસે તાં સુધી ચાલુ પાલીસુ. કરાર પ્રમાણે,’-આ પ્રમાણે શબ્દો નોંધવામાં આવ્યા હતા. આ શબ્દોનેા, સામાન્ય રીતે, એવા અથ થતા હતા કે, કરારની દસ વર્ષની મુદત પૂરી થયા પછી પણ, જ્યાં સુધી શેઠ આણુંદજી કલ્યાણજી વાર્ષિક રૂ. ૪૫૦૦/ આપવાના ચાલુ રાખશે ત્યાં સુધી, પાલીતાણા દરબાર એનેા સ્વીકાર કરશે અને કરારમાં સૂચવ્યા પ્રમાણે સઘ અગર પરચુરણ લેાક જાત્રાને આવસે તેની ચાકી પારાની ખખરદારી અમે સારી પેઠે રાખીસુ ને જાત્રાળુ લેાકને કશી વાતે ઓજા પાચવા દેસુ નહી. અગર કોઈ લાકનું નુકસાન ચારીથી થાસે તેા તેનુ વલતર કરી આપીસુ. આફત કૃતુર આસમાની સુલતાની મુજરે આપીશું.'——એ શરતનું પાલન કરશે.
૨૦૪
રખેાપાની રકમ લેવા સામે દરબારશ્રીના વાંધે
સને ૧૮૨૧ના આ કરારની સામે, સૌથી પહેલાં, પાલીતાણા દરખારે, સને ૧૮૫૨ ની સાલમાં, એક વિચિત્ર પ્રકારના વાંધા ઉઠાવીને રાપાના પેાતાના હિસ્સાના રૂ. ૪૦૦૦/ લેવાના ઇન્કાર કર્યા હતા. એમના વાંધા એ હતા કે, આ રકમની ચૂકવણી ‘ કાયદેસરનાં નાણાં' (Proper currency) માં કરવામાં નથી આવી.૨૨
સને ૧૮પ૨ની સાલમાં દરખારે વાર્ષિક મુકરર રકમ લેવાની ના પાડી, તેથી આણુંદજી કલ્યાણજીની પેઢીએ કાઠિયાવાડના પોલિટિકલ એજ ́ટ કર્નલ ડબલ્યુ. લેગને તે રકમ માકલી, પેાલિટિકલ એજટે તે રકમ દરમારને આપવા જૈનોને કહ્યું અને દરબારને નીચે પ્રમાણે લખ્યું :
“મારા લખવાનેા હેતુ એવા છે કે, અસલ દસ્તાવેજ વાંચતાં મને એમ જણાય છે કે, તેમાં જણાવેલું સમાધાન કેપ્ટન ખાન વેલની મારફત અને તેની રૂબરૂ થયેલું, તેથી વાર્ષિક રકમ વર્ષે વર્ષે જ્યાં સુધી નિયમિત આપવામાં આવે ત્યાં સુધી કાયમને માટે ચાલુ રાખવું. તે કાગળમાં આ અને બીજી હકીકતા જણાય છે, એટલે કે હૂંડી શેઠના માણસને તમને દેખાડ કરવા સારુ પાછી આપવામાં આવી હતી, પણ તમારી જ ભૂલથી આ રકમ તમને જલદી આપવામાં આવી નહાતી, તેથી જ્યારે જાત્રાળુએ આવે ત્યારે તમારે કોઈ પણ રીતે ડખલ અગર ત્રાસ કરવા નહિ. આને સખત સૂચના તરીકે ગણવી.” ૨૩
આ પછી પાલીતાણાના દરખારશ્રીએ, પોલિટિકલ એજન્ટ કર્નલ ડખલ્યુ. લેગના આ લખાણુને ધ્યાનમાં લઈને, એ વર્ષોંના રખાપાના રૂ. ૯૦૦૦ એકીસાથે, પેઢી પાસેથી, સ્વીકારી લીધા હતા, એમ એક પહેાંચ ઉપરથી જાણી શકાય છે. ૨૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org