________________
પાલીતાણા રાજ્ય સાથે થયેલા રખાપાના કરારો
૨૦૧
આવ્યુ હતું; પણ આ દસ વર્ષની મુદ્દત પૂરી થયા પછી બીજા દસ વર્ષી માટે રાજ્યે ખત તાજુ' (રિન્યુ) કરી આપ્યું હતું.
૧૬
સને ૧૮૪૩માં આ ગિરાખત પૂરુ' થતું હતુ તે પહેલાંના કેાઈ સમયે, દરખારશ્રી નવઘણુજીએ કાઠિયાવાડના પેાલિટિકલ એજન્ટ મિ. મેલેટ સમક્ષ આ ગિરાખત નાબૂદ કરવાની મૌખિક માગણી કર્યાને નિર્દેશ દરખારશ્રી સુરસિહજીની એક અરજીમાંથી મળે છે. આ અરજી તા. ૮-૧૦-૧૮૬૦ના રાજ દરબારશ્રી સુરસિંહજીએ તે વખતના કાઠિયાવાડના પેાલિટિકલ એજન્ટને કરી હતી. આ નિર્દેશ આ પ્રમાણે છે :
જ્યારથી મિ. મેલેટ આ પ્રાંતના પેાલિટિકલ એજન્ટ નિમાયા, અને આ તાલુકામાં રહેવા લાગ્યા, ત્યારથી મેં ઉપરાક્ત તકરારો તેમની સમક્ષ રજૂ કરવી એમ વિચાર્યું.... પરંતુ, ગમે તેમ, હું તેમ કરવાથી દૂર રહ્યો, કારણ કે મને લાગ્યું કે, મારું આમ કરવું શેઠને નાખુશ કરશે. તેથી મેં તે સજ્જન સમક્ષ મૌખિક રજૂઆત કરી. તેને તેમણે લક્ષમાં લઈ ઈજારા રદ કર્યાં અને આમ થતુ રોકવા શેઠના અનેક પ્રયત્ને છતાં પરગણું મને સોંપી દીધું.”૧૭
<<
પ્રસ્તુત પત્રમાં સૂચવ્યા પ્રમાણે મિ. મેલેટે આ ઇન્તરે સને ૧૮૪૩ એટલે કે વિ॰ સંવત ૧૮૯૯માં રદ કર્યા હતા.૧૮
આ ઘટનામાં કંઈક નવાઈ ઉપજાવે એવી ખાખત એ છે કે, મિ. મેલેટે આ ગિરે ખત સને ૧૮૪૩માં રદ કર્યું હતું. અને તે વાતની જાણ એમણે મુંબઈ સરકારના ચીફ સેક્રેટરી જે. પી. વિલ્બયને, એ વર્ષ કરતાં પણ વધુ સમય બાદ, છેક તા. ૩૦-૧-૧૮૪૬ના રોજ પત્ર લખીને કરી હતી.૧૯
સને ૧૮૨૧ ના કરાર કયાં સુધી ચાલુ રહ્યો ?
પેઢીના દફતરમાં આ કરાર અંગે ચૂકવવામાં આવેલ નાણાંની પહેાંચા સચવાયેલી છે, તે જોતાં સને ૧૮૬૦ સુધી એટલે આશરે ૪૦ વર્ષ સુધી આ કરાર અમલમાં રહ્યો હતા.૨૦
આ પહેોંચા ઉપરાંત પેઢીના દફ્તરમાં એક કાગળ સચવાયેલ છે, જે પેઢી તરફથી તે વખતના કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટને, તા. ૨૧ મે ૧૮૭૪ના રોજ, લખવામાં આળ્યે હતા, જેમાંના નીચેના શબ્દો ઉપરથી એમ જાણી શકાય છે કે, આ કરારનેા અમલ સને ૧૮૬૩ સુધી થયા હતા. તે શબ્દો આ પ્રમાણે છે—
“સાહેબ, આપ એ સારી રીતે જાણા છેા કે, બન્ને પક્ષકારોએ, આપસઆપસની
૨૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org