SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ શેઠ આ૦ કની પેઢીના ઇતિહાસ છેલ્લા ચારેક સૈકાથી શ્રી શત્રુ*જય મહાતીર્થંનાં હક્કો અને હિતાની જાળવણી કરવાની તેમ જ સમગ્ર રૂપે એ તીની સારસભાળ રાખવાની તથા હજારો યાત્રાળુઓની સગવડ તથા સલામતી સાચવવાની જવાબદારી શરૂઆતમાં જૈનપુરી, રાજનગર અમદાવાદના શ્રીસંઘના માવડીએ અને પછીથી, આશરે અઢીસેા વર્ષ કરતાં પણ વધુ લાંખા સમયથી, શેઠ આણુંદજી કલ્યાણજીની પેઢી સભાળે છે. અને ભારતની જેમ ગુજરાતમાંથી પણ મુગલ અને બીજી મુસ્લિમ સત્તાના અંત આવ્યેા અને જ્યાં શ્રી શત્રુ'જય તીર્થ આવેલું છે, તે પાલીતાણાના પરગણા ઉપર ગાહેલ રાજવંશની સત્તા સ્થપાઈ, તે પણ લગભગ આ અરસામાં જ. એટલે શ્રી શત્રુંજય તીથૅના રક્ષણ તથા એનાં હક્કો અને હિતાની સાચવણી માટે, અમદાવાદના સંઘને કે શેઠ આણુ દજી કલ્યાણજીની પેઢીને, સ્વાભાવિક રીતે જ, પાલીતાણાના રાજવીના સપર્કમાં તેમ જ અનેક વાર એમની સાથે સંઘમાં પણ આવવું પડયું હતું. ૧૮૬ દેશમાં અને વિશેષે કરીને સૌરાષ્ટ્ર-કાઠિયાવાડમાં, સને ૧૮૦૮ના વેાકર સેટલમેન્ટને કારણે, અંગ્રેજી હકૂમતને અમલ શરૂ થયા ત્યાર પછી, જ્યારે પણ શ્રીસ‘ઘને અને પેઢીને પાલીતાણા રાજ્ય સાથે અથડામણમાં આવવું પડતું, ત્યારે એના નિકાલ કરવાનું કે એની સામે ન્યાય મેળવવાનુ` કામ, પહેલાં કરતાં, પ્રમાણમાં કઈક સહેલુ થઈ ગયુ` હતુ`. કારણ કે, જૈનો ઘણી માટી સખ્યામાં બ્રિટિશ હકૂમતના નાગરિકો હતા, એટલે પાલીતાણા રાજ્ય સાથે ઊભી થયેલી કાઈ પણ તકરારને, જ્યારે એની સાથેની સીધી વાટાઘાટાથી નિકાલ થઈ શકતા ન હતા ત્યારે, અંગ્રેજ સત્તાને વચમાં રાખીને એવી ખાખતાના નિવેડા લાવવામાં આવતા હતા, એટલું જ નહીં પણુ, રખેાપા જેવા મહત્ત્વના કરારા કરવામાં તેમ જ એ કરારામાં પડેલા વાંધાના નિકાલ લાવવામાં પણ અંગ્રેજ સત્તાની દરમિયાનગીરીને જ ઉપયાગ કરવામાં આવતા હતા. સૌરાષ્ટ્રમાં અંગ્રેજ સત્તાના અમલ શરૂ થયા પછી, શ્રી શત્રુંજય તીથ અંગે, કઈક એવી અનુકૂળ અને વિલક્ષણ સ્થિતિનું સર્જન થવા પામ્યું હતું કે,જેથી, આવી તકરારા વખતે, પાલીતાણા રાજ્ય અને શેઠ આણુંદજી કલ્યાણુજીની પેઢી. એ બન્નેને, અંગ્રેજ સરકારના પ્રતિનિધિની સામે, પક્ષકારો એટલે કે વાદી અને પ્રતિવાદીના રૂપમાં ઊભા રહેવું પડતુ હતું! આમાં કયારેક પાલીતાણા રાજ્યને વાદી અનવું કથારેક શેઠ આણુંદજી કલ્યાણજીની પેઢીને વાદી તરીકે પેાતાની વાત ' રજૂ કરવાના વખત આવતા. કરિયા તા દીવાની અને ફાંસી આપવા જેટલી વિશાળ ફાજદ્વારી સત્તા ધરાવતા એક રાજ્યને, એક ધમ સ ંઘની પ્રજાકીય ગણાય એવી સત્તાની સામે, વાદી કે પ્રતિવાદીરૂપે હાજર થવાની ફરજ પડે, એવી સ્થિતિ ઊભી કરવાનું કામ ઘણું જ કપરું', લગભગ અશકય કહી શકાય એવું ગણાય. છતાં શેઠે આણંદજી કલ્યાણજીની પેઢીના ટ્રસ્ટી, પાલીતાણા રાજ્ય માટે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001057
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 1
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Shilchandrasuri
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1983
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy