________________
પેઢી અને પાલીતાણું રાજ્ય ધાર્મિક હક્કો અને હિતેની જાળવણી ખૂબ જાગ્રત અને જવાબદારીભરી કામગીરીની અપેક્ષા રાખે છે; કારણ કે, એક દષ્ટિએ જોઈએ તો, ધર્મક્ષેત્ર એ સૌકેઈનું ગણાય છે, અને સૌકોઈની ભક્તિ અને જવાબદારીભરી કામગીરી માગી લે એવું વિશાળ ક્ષેત્ર છે; અને, બીજી રીતે જોઈએ તે, ઘણી વાર તે, જે સૌકેઈનું એ, ખરી રીતે, વ્યવહારમાં અને અટપટી જવાબદારી અદા કરતી વખતે, કેઈનું નહીં અથવા એનું કેઈ ધણીધેરી નહી, એવી શોચનીય સ્થિતિ પણ જોવા મળે છે. અને જ્યાં અને જ્યારે ધર્મક્ષેત્રમાં આવી શોચનીય અને જવાબદારીના ખ્યાલ વગરની સ્થિતિ પ્રવર્તતી હોય, ત્યાં અને ત્યારે ધર્મની વ્યાપક પ્રભાવના કરી શકે અને માનવસમૂહના કલ્યાણ અને ઉદ્ધારમાં ઉપકાર બની શકે, એવાં મંગલકારી હકકો અને હિતે પણ જોખમાઈ ગયા વગર રહેતાં નથી - ભલે પછી એ હકો ને હિતે સામાન્ય દેવસ્થાનને લગતાં હોય, વિધિવિધાનને સ્પર્શતાં હોય, મેળા-મહેત્સ સંબંધી હોય, યાત્રાસંઘે અંગેનાં હોય કે નાનાં યા મોટાં તીર્થ સ્થાને અને એના યાત્રિના ચોગક્ષેમ સાથે સંબંધ ધરાવતાં હોય. - જ્યાં અને જ્યારે પણ ધર્મક્ષેત્રની સંભાળ રાખનાર વ્યવસ્થાતંત્ર અવ્યવસ્થિત, નબળું કે પ્રભાવ યા વગ વગરનું બની જાય છે, ત્યાં અને ત્યારે ધર્મક્ષેત્રને હાનિ પહોંચ્યા વગર રહેતી નથી. અને ધર્મક્ષેત્રની હાનિ એટલે એનાં હકકો અને હિતેની હાનિની સાથે સાથે ધર્મભાવનાશીલ ભાવિક જનની ધમકરણીમાં અને શ્રદ્ધા-ભક્તિમાં બાધા. ધી સગી જના ધર્મારાધનમાં અવરોધ આવવા ન પામે અને તેઓ નિરાંતે, શાંતિથી અને ઉલ્લાસથી પિતાની ધર્મક્રિયાઓ કરી શકે, એટલા માટે ધર્મક્ષેત્રની અર્થાત્ ધાર્મિક હકકો અને હિતેની સાચવણી કરનાર વ્યવસ્થાતંત્ર સુવ્યવસ્થિત, શુદ્ધ અને શક્તિશાળી હોય એ ખૂબ જરૂરી છે.
જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘનાં અને ધર્મનાં અને વિશેષ કરીને એની પાવનકારી. કેટલીક પ્રાચીન-અર્વાચીન તીર્થભૂમિઓનાં હિતે અને હક્કો, છેલ્લા કેટલાક સૈકાઓથી, સારી રીતે રક્ષણ પામી શકયાં છે એને, મોટા ભાગને, યશ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને ઘટે છે; તેમ જ એવી રીતની કામગીરી બજાવતી આપણા શ્રીસંઘની બીજી કેટલીક સંસ્થાઓને પણ એમાં નોંધપાત્ર ફાળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org