________________
શ્રીયુત બાપાલાલભાઈ ઠાકર, મેનેજર શ્રીયુત જે. કે. પંડયા તથા પેઢીના રેકર્ડ ખાતાના ભૂતપૂર્વ તથા વર્તમાન કર્મચારી ભાઈઓ કે જેઓ મને હમેશાં માગી સહાય આપતા રહ્યા છે, તેમ જ પેઢીના નાનામોટા બધા કર્મચારી ભાઈઓ મારા તરફ જે ભલી લાગણી દર્શાવતા રહે છે, એને હું ક્યારેય વીસરી નહીં શકે. પેઢીના આ બધા કર્મચારી મિત્રો પ્રત્યે હું મારી કૃતજ્ઞતાની ઊંડી લાગણી દર્શાવું છું. અહીં મારે એ વાતને પણ સહર્ષ સ્વીકાર કરવો જોઈએ કે, પેઢીને ઇતિહાસ લખવાની કામગીરી નિમિત્તે પેઢીમાં વીતેલાં મારાં આ બધાં વર્ષ એક આનંદ, ઉલ્લાસ અને આત્મીયતાના સમય તરીકે મારા માટે યાદગાર બની રહેશે. મને, મારી પાછલી જિંદગીમાં, આ ઉત્તમ લાભ મળ્યો અને હું મારી વિશેષ ખુશનસીબી લેખું છું.
આભાર-નિવેદન મેં અગાઉ કહ્યું તેમ, ઇતિહાસના વિદ્વાનેથી જ થઈ શકે એવા આ કાર્ય માટેની મારી આવડત, શક્તિ અને સૂઝ નહીં જેવી જ છે; આમ છતાં એક બાબતમાં હું ભાગ્યશાળી છું: જુદા જુદા વિષયના નિષ્ણાત કહી શકાય એવા વિદ્વાને તથા પંડિત પુરુષની સદ્ભાવના અને કૃપાદષ્ટિ હું એટલી હદે મેળવી શકો છું કે, મારી શંકાઓનું સમાધાન કે મને જોઈતી માહિતી મેળવવા માટે, એમનાં દ્વાર અને હૃદય, મારા માટે, સદાને માટે ખુલેલાં જ હોય છે. એટલે શાસ્ત્રીય, ઐતિહાસિક કે બીજી અટપટી શંકાઓનું સમાધાન તથા મારે જરૂરી માહિતી કે શાસ્ત્રપાઠ સત્વર આપીને તેઓ મને સનેહભાવે અને આત્મીયભાવે મારા કામમાં હમેશાં સહાય કરતા રહ્યા છે. આવા વિદ્વાને તે અમદાવાદના લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના નિવૃત્ત ડાયરેકટર અને મારા મિત્ર પંડિત શ્રી દલસુખભાઈ માલવણિયા તથા વર્તમાન ડાયરેકટર અને મારા આત્મીય જન ડે. નગીનદાસ જે. શાહ; આગમ-સંશોધનનિપુણ પંડિત શ્રી અમૃતલાલભાઈ ભેજક; શ્રી લક્ષમણભાઈ ભેજક; ભે. જે. અધ્યયન-સંશાધનવિભાગના ડાયરેકટર ર્ડો. પ્રવીણભાઈ પરીખ વગેરે. ટૂંકમાં કહેવું હોય તે, મારે એ કબૂલ કરવું જોઈએ કે, “પૂછતાં નર પંડિતા” એ લેકેક્તિ પ્રમાણે, આવા આવા વિદ્વાન અને પંડિતને પૂછી પૂછીને હું પંડિત તે નથી જ બની શકયો, પણ એથી મારું આ ગ્રંથલેખનનું કે આવું બીજું માથે લીધેલું કાર્ય આગળ વધારી શક્યો છું અને ગ્રંથની સામગ્રીને વધુ સમૃદ્ધ કરી શક્યો છું. આ પણ કંઈ સારસ્વત મિત્રોની મૈત્રીથી મને મળેલ જે તે લાભ ન ગણી શકાય. મને આવી ઉદાર અને સહદય સહાય આપવા માટે હું આ બધા વિદ્વાને તથા પંડિત મહાનુભાવોને અંતઃકરણથી ખૂબ ખૂબ આભાર માનું છું.
આ કાર્યની જવાબદારી મેં લીધી તે પછી કેટલાક વખત બાદ ડે. કનુભાઈ વી. શેઠે અને તેઓના પછી અધ્યાપક ડે. વસંતભાઈ બી. દવેએ આ કાર્યમાં મારા સહાયક તરીકે, જૂના દસ્તાવેજો વગેરે સામગ્રી ઉકેલીને એ ઉપરથી ને તૈયાર કરવામાં, મને જે મદદ કરી છે તેનું, આ પ્રસંગે, હું કતાભાવે સ્મરણ કરું છું. આ બે વિદ્વાન મિત્રોની સહાય મળવી બંધ થઈ તે પછી મારી પુત્રી ચિ. માલતીએ, આશરે બે વર્ષ લગી, મારા કાર્યમાં મને જુદી જુદી રીતે જે સહાય કરી હતી, તેથી આ કાર્યની મુશ્કેલ મજલ કાપવામાં મને ઠીક ઠીક સરળતાને અનુભવ થયે હતા, એટલું જણાવવાની રજા લઉં છું.
પૂ. મુનિવરને ઉપકાર શાસનસમ્રાટ પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજને હૈયે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીનું હિત હમેશને માટે પૂરેપૂરું વસેલું હતું અને એમના કાર્યકાળમાં તેઓ પેઢીના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org