SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ એક દીર્ધદશી, શાણા અને પ્રભાવશાળી માર્ગદર્શકનું આદરભર્યું સ્થાન ધરાવતા હતા અને પેઢીની નાની-મોટી બધી પ્રવૃત્તિઓથી પૂરેપૂરા માહિતગાર રહેતા હતા. તેઓશ્રીની શિષ્ય પરંપરામાં, અત્યારે પાંચમી પાટે વિદ્યમાન, પરમપૂજ્ય મુનિરાજ શ્રી શીલચંદ્રવિજયજી મહારાજ પણ પેઢી પ્રત્યે એવી જ મમતાની લાગણી ધરાવે છે. એટલે, આવી લાગણીથી દોરવાઈને, તેઓ મારા આ કાર્યમાં જીવતે રસ લેતા રહ્યા છે અને આ કામ ઉત્તમ પ્રકારનું થાય એ માટે તેઓ મને ઉપયોગી સૂચનાએ, સામગ્રી અને સહાય ઉમંગપૂર્વક આપતા રહ્યા છે અને મને મારા કાર્યમાં હમેશાં સાગ રાખતા રહ્યા છે. વળી, મારી વિનતિથી, આ આખા ગ્રંથને વાંચી જવાનું કષ્ટ ઉઠાવીને, એનું ગુજરાતી શુદ્ધિપત્રક પણ તેઓશ્રીએ જ તૈયાર કરી આપ્યું છે. મારા કાર્યમાં આટલી બધી ઊલટભરી સહાય, સાવ સહજભાવે આપવા માટે હું તેઓશ્રીને ખૂબ ખૂબ ઉપકાર માનું છું. શબ્દસૂચિ અંગે આવા ગ્રંથમાં અનુક્રમ ઉપરાંત શબ્દસૂચિ આપી શકાય તે ગ્રંથને ઉપયોગ કરવાનું અને ખાસ કરીને, અમુક મુદ્દા સંબંધી તરત જ માહિતી મેળવવાનું કામ ઘણું સહેલું બની જાય છે. એટલે આવા ગ્રંથને અંતે મોટે ભાગે શબ્દસચિ આપવાની પ્રણાલિકા પ્રચલિત છે. એટલે જ આ ગ્રંથને અંતે શબ્દસૂચિ આપવી જ હશે તે તે બીજા ભાગને અંતે આપવાની રહેશે. પણ આ કામ ઘણે શ્રમ અને પૂરતો સમય માગી લે એવું છે, એટલે બીજા ભાગનું લેખન અને છાપકામ પૂરું થયા પછી, મારામાં એટલી કૃતિ હશે અને એ માટે યોગ્ય વ્યક્તિની સહાય મળી રહેશે, તે આ કાર્ય કરવાની મારી પૂરી ભાવના છે, એટલું જ હું અત્યારે તે કહી શકું એવી વસ્તુસ્થિતિ છે. દરમ્યાનમાં આ ગ્રંથને અનુક્રમ એટલા વિસ્તારથી આપ્યો છે કે જેના આધારે ગ્રંથના વિષયોને સવિસ્તર ખ્યાલ સહેલાઈથી મળી શકશે. ઋણ સ્વીકાર આ ગ્રંથનું સ્વચ્છ અને સુઘડ છાપકામ શ્રી પાર્શ્વ પ્રિન્ટરીએ કરી આપ્યું છે. એની છબીઓનું છાપકામ વિનય પ્રિન્ટીંગ પ્રેસે કરી આપ્યું છે. અને આ ગ્રંથનું બાઈડિંગ સુપ્રીમ બાઈન્ડીંગ વકસે કરી આપ્યું છે. એ બધાના ઋણને હું સ્વીકાર કરું છું. ઉપસંહાર અંતમાં હું ઈચ્છું છું અને આશા રાખું છું કે, જૈનધર્મના પ્રાણુરૂપ તથા અમૂલ્ય સાંસ્કૃતિક વારસારૂપ તીર્થાધિરાજ શત્રજય વગેરે તીર્થભૂ મિઓ અને અન્ય જિનાલયેની સાચવણી માટે, પૂરી આસ્થા, શ્રદ્ધા અને ભક્તિથી કામગીરી બજાવનાર નગરશેઠ શાંતિદાસ ઝવેરી, એમની વંશપરંપરામાં થયેલા નગરશ્રેષ્ઠીઓ તથા અન્ય પ્રભાવશાળી મહાનુભાવ, તેમ જ સમસ્ત જૈન સંધના બીજ ધર્મભાવનાશીલ, વગદાર અને પ્રતાપી આગેવાની ધર્મરક્ષા, તીર્થરક્ષા અને શાસનપ્રભાવનાની કામગીરીની જે અલ્પ-સ્વ૮૫ માહિતી આ ગ્રંથમાં રજ થઈ શકી છે, તે આપણું શ્રીસંધની અત્યારે વિદ્યમાન જૂની પેઢી તથા આપણી ઊછરતી પેઢીને ધર્મ, સંધ અને શાસનની રક્ષા, પુષ્ટિ અને વૃદ્ધિની કામગીરીની મહત્તા, ઉપયોગિતા અને ઉપકારકતા સમજાવવાનું અને એમને એ માટે પ્રેરણા આપવાનું એક નમ્ર નિમિત્ત બને ? આને જ હું મારા આ અદના પ્રયત્નની સફળતા લેખું છું; અને એ માટે હું પરમ કપાળુ પરમાત્માને મન-વચન-કાયાથી પ્રાર્થના કરી મારું આ કથન પૂરું કરું છું. ૬, અમૂલ સેસાયટીઅમદાવાદ-૭; તા. ૨૬–૧–૧૯૮૩ : પ્રજાસત્તાક રાષ્ટ્રપવી. –રતિલાલ દીપચંદ દેસાઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001057
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 1
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Shilchandrasuri
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1983
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy