________________
તે રાજસ્થાન સાદડીના સિદ્ધહસ્ત તસ્વીરકાર શ્રીયુત કાંતિલાલભાઈ રાંકાએ બેએક વર્ષ પહેલાં લીધેલ છે. આ માટે હું ભાઈશ્રી કાંતિલાલ રાંકાને આભાર માનું છું.
બાદશાહી ફરમાને મોગલ સલ્તનતના શહેનશાહેઓ શ્રી શત્રુંજ્ય મહાતીર્થ વગેરે તીર્થભૂમિઓ વગેરેને લગતા માલિકી હક્કો જેન સંઘને અર્પણ કર્યા સંબંધી આપેલ ફરમાનેની કાયદાની દૃષ્ટિએ વ્યવહારુ કહી શકાય એવી ઉપયોગિતા અત્યારે ભલે રહેવા પામી ન હોય, પણ એ જૈન સંઘના ત્યાગીવૈરાગીસંયમી તથા જ્ઞાન-ક્રિયાવંત શ્રમણ સંતેના તેમ જ પ્રો ઉપર તથા રાજ્યશાસન ઉપર પ્રભાવ ધરાવતા જૈન સંઘના કેટલાક વગદાર અગ્રણીઓનાં પ્રતાપ અને ગૌરવના તેમ જ જૈન પરંપરાના યશેજજ્વલ ઈતિહાસના બોલતા પુરાવારૂપ કે ચિરંજીવી કીર્તિગાથારૂપ છે; અને, સંજોગવશાત , તે કાળમાં એને અમલ થાય તે જોવાની અને તે પછી એની સાચવણી કરવાની જવાબદારીભરી કામગીરી પણ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના જ શિરે આવી હતી. એટલે આવાં ફરમાનેની છબીઓ તથા એનાં ભાષાંતરો સાથેની મહત્વની માહિતી આ ગ્રંથમાં આપવામાં આવે એ જરૂરી લાગવાથી, એ બધી સામગ્રી આ ગ્રંથના બીજા ભાગમાં આપવામાં આવનાર “શ્રી શત્રુંજય તીર્થ સંબંધી બાદશાહી ફરમાને” નામે તેરમા પ્રકરણમાં, એની છબીઓ સાથે, આપવામાં આવનાર છે.
મારા પ્રત્યે પેઢીની અસાધારણ ઉદારતા આવા ઐતિહાસિક વિષયને ન્યાય આપવાની મારી આવડત, સૂઝ અને શક્તિ બહુ જ મર્યાતિ–-લગભગ નહીં જેવી કહી શકાય એટલી ઓછી-છે; તેથી મારા માટે તે, આ કાર્ય ઝાઝા હાથ રળિયામણા થાય તે જ થઈ શકે એવું મોટું પુરવાર થયું છે; અને આવી જરૂરી સહાય તો મને ટુકડે ટુકડે અને થોડી થોડી જ મળતી રહી છે; આ કાર્યમાં આટલે બધે વિલંબ થયો અને છતાં હજીય એ પૂરું થઈ નથી શકયું, એનું મુખ્ય કારણ આ જ છે, અને એની મોટા ભાગની જવાબદારી પણ મારી પિતાની જ છે એ મારે કબૂલ કરવું જોઈએ. વળી આમ થવામાં ઉંમરના વધવાની સાથે ઘટતી જતી મારી કાર્યશક્તિને પણ ફાળે છે, એ પણ એટલું જ સાચું છે.
આ કાર્યમાં આશરે નવ વર્ષ જેટલે વિલંબ થવા છતાં, પેઢીના સ્વર્ગસ્થ પ્રમુખ શેઠશ્રી કસ્તૂરભાઈ, વર્તમાન પ્રમુખ શેઠશ્રી શ્રેણિકભાઈ કે પેઢીના માન્યવર વહીવટદાર પ્રતિનિધિ (ટ્રસ્ટી) સાહેબ દ્વારા મારા કામને ક્યારેય હિસાબ માગવામાં નથી આવ્યું, એટલું જ નહીં, મને મારી રીતે કામ કરવાની પૂરેપૂરી મોકળાશ પણ આપવામાં આવી છે; તેઓની આ અસાધારણ ઉદારતા આગળ મારું મસ્તક ઝુકી જાય છે. આ માટે હું મારા અંતરની ઉપકારવશતાની લાગણીને કેવા શબ્દોમાં વ્યક્ત કરી શકું, એ જ મને સમજાતું નથી–જાણે આ માટે લાગણીસભર શબ્દો પણ ઓછા પડતા હોય એમ જ લાગે છે. વળી મને ક્યારેક ક્યારેક એવી લાગણી પણ થઈ આવે છે કે, પેઢીના સંચાલકોએ મારામાં મૂકેલ પૂર્ણ વિશ્વાસને ન્યાય આપવામાં ઊણું ઊતરવાને દોષ તે હું નથી વહોરી બેઠો ને ? આવી છે કઈ ભૂલ મારાથી જાણતાં-અજાણતાં થઈ હોય એ માટે પરમાત્મા મને ક્ષમા કરે એવી હું અંતઃકરણથી પ્રાર્થના કરું છું. આ વિશ્વાસ સંપાદન કરે અને મોકળે મને કામ કરવાની પૂરેપૂરી છૂટ મળવી, એને હું મારું મોટું સદ્ભાગ્ય અને ઈષ્ટદેવને મહાન અનુગ્રહ લેખું છું.
વળી પેઢીના નિવૃત્ત મેનેજર સ્વર્ગસ્થ શ્રીયુત શિવલાલભાઈ શાહ, અત્યારના જનરલ મેનેજર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org