________________
૧૮૨
શેઠ આ૦ કરની પેઢીને ઇતિહાસ
of great architectural beauty, undertaken in an organized manner by organizations like Anandji Kalyanji Trust, Ahmedabad, and other smaller trusts is such that it is worthy of healthy emulation by Hindu temples and organizations. In particular we would very strongly recommend that Hindu temples may with advantage pool their resources and undertake the work of repair and renovation on the lines on which this work is being done by the Jain community. p. 111)
ચમત્કાર જેવી અસર શ્રેણિવર્ય કસ્તુરભાઈ લાલભાઈ પાસેથી જાણવા મળલે એક પ્રસંગ, ડે. સી. પી. રામસ્વામી અરે, પોતાના આ રિપોર્ટમાં, શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી, બી જન ટ્રસ્ટ તથા શ્રીસંધ હસ્તકની જાહેર જૈન સંસ્થાઓ અંગે જે સંતોષકારક અને પ્રશંસાત્મક અભિપ્રાય આપ્યું હતું એણે, ખરી ચિંતાકારક પરિસ્થિતિને રોકવામાં, કેવો મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો અને ચમત્કાર કહી શકાય એવી અસર તત્કાળ કેવી પાડી હતી, તે દૃષ્ટિએ ખાસ જાણવા જેવું હોવાથી, અહીં નોંધવો ઉચિત છે, જે આ પ્રમાણે છે
સાતેક વર્ષ પહેલાં (વિ. સં. ૨૦૩૧ માં), બિહારની સરકારે બધાં ધાર્મિક અને ધર્માદા જાહેર ટ્રસ્ટોને વહીવટ રાજ્ય હસ્તક લઈ લેવાને નિર્ણય કરીને એને લગત ન કાયદે ઘડવાની હિલચાલ શરૂ કરી હતી. આ કાયદો ઘડાય અને અમલમાં આવે તે એમાં શ્વેતાંબર તથા દિગંબર જૈન સંઘની માલિકીનાં તેમ જ અન્ય ધર્મોની માલિકીનાં બધાં ધાર્મિક અને ધર્માદા-સખાવતી જાહેર ટ્રસ્ટને પણ સમાવેશ થઈ જતા હતા.
બધાંય જૈન સંઘને માટે તેમ જ અન્ય ધર્મોના અનુયાયીઓને માટે પણ આ વાત ખૂબ ચિંતા ઉપજાવે એવી હતી, એટલે આવો કાયદો ઘડતાં બિહાર સરકારને કોઈ પણું ઉપાયે અટકાવવી જ જોઈએ એમ સૌને લાગ્યું. પણ આ કામ કેવી રીતે પાર પડે અને એ કેણુ પાર પાડે, એ અંગે કોઈ વ્યવહારુ અને કારગત ઉપાય મળતા ન હતા.
જૈન સંધના મુખ્ય અગ્રણી અને શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના પ્રમુખ શ્રેણિવર્ય કસ્તુરભાઈ લાલભાઈ આવા કાયદાનાં દૂરગામી પરિણામને લીધે, જૈન સ ધોને અને ખાસ કરીને જૈન ટ્રસ્ટને કેટલું બધું નુકસાન થવાની શકયતા રહેલી છે, એના વિચારથી વિશેષ ચિંતિત અને વ્યથિત હતા. તેથી તેઓને સ્પષ્ટ લાગતું હતું કે, જે રીતે બને તે રીતે પ્રયાસ કરીને, આ કાયદો ઘડાતા અટકાવવો જ જોઈએ. એમને માટે આ મુદ્દો રાત-દિવસની ચિંતાને વિષય બની ગયું હતું. તેઓશ્રીની આ ચિંતા એવી હાદિક અને નિષ્ઠાભરી હતી કે છેવટે એ સફળ થઈ, એની વિગત ટૂંકમાં આ પ્રમાણે છે
એમને . સી. પી. રામસ્વામી અય્યરના આ રિપોર્ટને અને ખાસ કરીને એમાં એમણે જૈન સંઘે હસ્તકનાં ધાર્મિક અને ધર્માદા ટ્રસ્ટોની એકંદર કામગીરી અંગે જે સંતોષ અને પ્રશંસાની લાગણી વ્યક્ત કરી હતી તેને ખ્યાલ આવે. એમને થયું કે, જેન ટ્રસ્ટની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org