________________
પેઢીનું બંધારણ
ઉત્તમ કામગીરી અંગે ડો. રામસ્વામીએ જે સંતોષકારક અભિપ્રાય વ્યક્ત કર્યો છે, તે તરફ વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીનું ધ્યાન દોરવામાં આવે તો, સંભવ છે, એનું આવકારદાયક પરિણામ આવે, અને બિહાર રાજ્યમાં આવો કાયદો બનતા અટકી જાય; અને એથી અન્ય સમાજોને પણ લાભ થવા પામે.
એમણે આ સઘળી હકીકત વ્યવસ્થિત રીતે, વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીના ધ્યાન ઉપર લાવવા સક્રિય પ્રયત્નો કર્યા અને તેમાં તેઓ સફળ થયા. વડાપ્રધાનશ્રીએ, આ તમામ હકીકત અને એકંદર પરિસ્થિતિને ખ્યાલ કરીને, આ કાયદો ન થાય તે તરફ બિહાર સરકારનું ધ્યાન દોર્યું. પરિણામે બિહાર સરકારે આ કાયદો ઘડવાની યોજના પડતી મૂકી.
આ કાયદો થયો હોત તે જેનેનાં ટ્રસ્ટ ઉપરાંત બધા ધર્મોનાં ટ્રસ્ટને માટે પણ મોટી મુશ્કેલીઓ ઊભી થાત. પરંતુ શેઠશ્રીએ યથાયોગ્ય સમયે, સમયોચિત અને ત્વરિત ગતિથી એવી કાર્યવાહી કરી કે તેના પ્રતાપે આ મહાસંકટ ટળી ગયું.
આ રીતે આ મહાસંકટ ટળી ગયું એમાં, સર રામસ્વામી અય્યરે, પિતાના રિપોર્ટમાં, જેન ટસટ અને સંસ્થાઓની કામગીરી અંગે જે સંતોષ વ્યક્ત કર્યો હતો, અને અન્ય ટ્રસ્ટી અને સંસ્થાઓએ એનું અનુકરણ કરવાની જે ભારપૂર્વક ભલામણ કરી હતી, એણે પણ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો, એ નિશ્ચિત છે.
- સર રામસ્વામી અય્યરના આ રિપોર્ટમાંનાં, જેન ટ્રસ્ટની કામગીરીને લગતાં, ખાસ જાણવા જેવાં, ડાંક વિધાને અહીં રજૂ કરવાં ઉચિત છે
“અમદાવાદમાં શ્રી કસ્તુરભાઈ લાલભાઈએ, જેન સંઘના આચાર્યોએ અને અનેક અન્ય વ્યક્તિઓએ, જેને તત્ત્વજ્ઞાન અને ધર્મનાં વિવિધ પાસાંઓને અનુલક્ષીને ગ્રંથે અને આધારે પણ અમારી સમક્ષ રજુ કરીને સારી રીતે ભારપૂર્વક અમને એમ કહ્યું કે, જૈનેમાં કોઈ પણ મહંત નથી હતા કે જેઓ, જેમ શિવ ધર્મના મહંતે હિંદુ મંદિરોની સાચવણી કરે છે તેમ, ધાર્મિક સંસ્થાઓને કારોબાર સંભાળતા હોય. ખરી રીતે તે, એમના આચાર્યો, વ્યક્તિગત રૂપે કે બીજી રીતે, કશી જ મિલકત ધરાવતા નથી હોતા, અથવા કશી ભેટ સ્વીકારતા નથી હોતા. અને જૈન ભક્તો પિતાના ઈષ્ટદેવ આગળ પૈસાની ભેટ ધરતા નથી કે એવો કેઈ વિધિ કરતા નથી, પણ તેઓ ફક્ત ફૂલે જ ચડાવે છે. જૈન શાસ્ત્રોએ ટ્રસ્ટના વહીવટ અને એનાં નાણાંના ઉપયોગ માટે ઝીણવટભર્યા ધારાધોરણે ઘડ્યાં છે. ધર્માદા ખાતાંઓની બાબતમાં જૈન શાસ્ત્રોએ સાત પ્રકારનાં ક્ષેત્રોની રચના કરી છે, અને દરેક ક્ષેત્રનાં નાણુને ઉપયોગ કરવા માટેના નિયમો પણ ઘડડ્યા છે.” (પૃ. ૧૦૩-૧૦૪).. .
“ આ અનુસંધાનમાં એ વાતની નોંધ લેવી ખૂબ પ્રસ્તુત છે કે, એક ક્ષેત્રને આપવામાં આવેલ ભંડોળને ઉપયોગ બીજા ક્ષેત્રમાં કરી શકાય નહીં. વળી એક જ ક્ષેત્રમાં કોઈ ફાળે અમુક ખાસ કામમાં જ વાપરવા માટે આપવામાં આવ્યું હોય તે, એને ઉપગ એ કામ માટે જ કરી શકાય અને બીજા કોઈ કામમાં ન કરી શકાય. આ રીતે, ભિખારીઓને માટે જે દાન મળ્યું હોય એને ઉપગ ઢોરોને ઘાસ નીરવામાં કે કબૂતરોને ચણ નાખવામાં ન થઈ શકે–જેક બન્ને બાબતે ધર્માદાની છે.” (પૃ૦ ૧૦૫). ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org