SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ પેઢીનું બંધારણું ૧૮૧ અત્યારે તમામ દેશના અગ્રેસર કુલ એકસે ને નવની કમિટી છે, તેમાં પણ નગરશેઠ મજકુરના જ તનુજે પ્રેસીડન્ટપણામાં રહે છે. તે વહીવટ કરનારા પ્રતિનીધીઓ પણ ખાસ અમદાવાદના અમીર કુટુંબના નબીરા છે. તેઓ તિર્થરાજની જાહેરજલાલી યુવતચંદ્રદિવાકરી સધી જળવાવવાને તન મન ને ધનથી બનતું કરી રહ્યા છે. આ કારખાનામાં નાના પ્રકારના ધાર્મિક ખાતાથી આવકવાળા લહાર રહે છે. તેની જાળવણી તથા અભિવૃદ્ધિ કરવાને મુનિમના હાથ નિચે સંખ્યાબંધ મેહતા, સિપાઈઓ અને કરે છે; આ સંસ્થા વિવિધ પ્રકારે ચતુવિધ સંધની અને તિર્થયાત્રાએ આવતા યાત્રિકાની ઉત્તમ પ્રકારની સગવડ સાચવવાને બનતું કરી રહી છે.” ૯. પેઢીને કારોબાર ખૂબ મોટા હેવા છતાં એ, એના બંધારણ અનુસાર, એવી સુવ્યસ્થિત રીતે ચાલતું રહે છે કે, એની વિગતવાર માહિતી મેળવીને કેન્દ્ર સરકારે, સને ૧૯૬૦ની સાલમાં નિમેલ “હિંદુ રિલિજિયસ એન્ડાઉમેન્ટ કમિશન”ના ચેરમેન ડે. સી. પી. રામસ્વામી અય્યર ખૂબ સંતુષ્ટ અને પ્રસન્ન થયા હતા–એટલા બધા પ્રસન્ન છે, જેથી એમણે પિતાના રિપોર્ટમાં કેવળ પેઢીની કાર્યવાહીની જ નહીં, પણ જૈન સંઘે હસ્તકની જૈન સંસ્થાઓની કાર્યવાહીની પણ મુક્ત મને પ્રશંસા કરતાં આ પ્રમાણે નોંધ કરી હતી અમદાવાદની શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી, એ બહુ જ અગત્યની જૈન સંસ્થા છે. • શરૂઆતમાં જ અમે, જૈન દેરાસરોમાં, મોટે ભાગે, સ્વચ્છતાને સાચવવાનું જે ધારણ છે, તે અંગે અમારી હાર્દિક પ્રશંસાની લાગણીની નોંધ કરવા ઈચ્છીએ છીએ; આમાંનાં કેટલાંક દેરાસરની મુલાકાત લેવાને અમને અવસર મળ્યું હતું. જૈન સમાજ પિતાનાં મંદિરની સાચવણી માટે તથા એમની આસપાસનું વાતાવરણ સુગ્ય, ગંભીર અને ધર્મમય રૂપમાં સચવાઈ રહે એ માટે ખૂબ જાગ્રત રસ લે છે. આ મંદિરોમાંનાં કેટલાંક તો શિલ્પ-સ્થાપત્યકલાની ઉચ્ચ કોટિની સુંદરતા ધરાવે છે. એમના સમારકામ, વિસ્તાર અને જીર્ણોદ્ધારને લગતી કામગીરી કરવાની દિશામાં, અમદાવાદનું આણંદજી કલ્યાણજી ટ્રસ્ટ તથા બીજાં નાનાં ટ્રસ્ટ, વ્યવસ્થિત રીતે, જે પ્રવૃત્તિ કરે છે, તે એવા પ્રકારની છે કે, જેનું હિન્દુ ધર્મનાં દેવસ્થાનેએ તથા સંસ્થાઓએ તંદુરસ્ત અનુકરણ કરવા જેવું છે. ખાસ કરીને, અમે ભારપૂર્વક એવી ભલામણ કરવા ઈચ્છીએ છીએ કે, હિંદુ મંદિરો પિતાનાં સાધનોને એકત્ર કરીને, જેના સમાજની જેમ, (મંદિરોનું) સમારકામ કે જીર્ણોદ્ધારનું કામ કરે; એથી એમને લાભ થશે.” (Sheth Anandji Kalianji, Ahmedabad, is a very important Jain institution (p. 107 )... ...At the outset we would like to record our warm appreciation of the standard of cleanliness maintained in Jain temples generally, a few of which we had the privilege of visiting. The Jain community takes a great deal of enlightened interest in the maintenance of their shrines and in the maintenance of a proper and serene religious atmosphere surrounding them. The stupendous activity in the direction of repair, expansion and renovation work connected with these temples, some of which are Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001057
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 1
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Shilchandrasuri
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1983
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy