SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ # ૨ શેઠ આઠ કેવની પેઢીને ઇતિહાસ આ દરખાસ્તને શેઠ કલ્યાણચંદ ભાગ્યચંદ જૈન કોન્ફરન્સના રેસીડેન્ટ જનરલ સેક્રેટરીએ, દામોદર બાપુશા એવલાકરે, રતલામવાળા ગાંધી વરધીચંદજીએ, સુરતવાળા શા. રતનચંદ ખીમચંદે અને બીજા ઘણાઓએ ટેકે આ હતો, અને દરખાસ્ત એક પણ વિરુદ્ધ મત શિવાય સર્વાનુમતે પસાર થઈ હતી.” ૭. પેઢી હસ્તકનાં, અમદાવાદનાં આ બાર ટ્રસ્ટની યાદી આ પ્રમાણે છે– (૧) શ્રી શાંતિસાગર જેન ટ્રસ્ટ. (૨) ઉજમફૈબા ધર્મશાળા ટ્રસ્ટ. (૩) ઉજમબા ધર્મશાળા ટ્રસ્ટ પરચૂરણ વહીવટ ખાતું. (૪) રામજી મંદિરની પિળનું સુપાર્શ્વનાથ ભગવાનનું દેરાસર. (૫) શ્રી ચિંતામણિ પાર્શ્વનાથનું દેરાસર. (૬ થી ૧૨) શેઠ મગનલાલ કરમચંદનાં નામનાં નીચે મુજબ સાત ટ્રસ્ટ ૧. અષ્ટાપદ અને નંદીશ્વરદીપજી દેરાસર ફંડ. ૨. ચોથા વ્રતની બાધાનું ફંડ. ૩. દેરાસર કેસર-સુખડ ફંડ. ૪. દેરાસર, સાધુ-સાધ્વીને કપડાં વહેરાવવાનું ફંડ. ૫. પાલીતાણું દેરાસર ફંડ. ૬. પાલીતાણા સદાવ્રત ફંડ. ૭. પાલીતાણું ધર્મશાળા ફંડ, ૮. સને ૧૯૧૨ માં પેઢીના બંધારણમાં સુધારા-વધારા કર્યા પછી પણ પેઢીનો કારોબાર કેવી સારી રીતે ચાલતું હતું, અને તેથી શ્રીસંઘમાં પેઢી પ્રત્યે કેવી આદર અને મમતાની લાગણી પ્રવર્તતી હતી, તે હકીકત બંધારણના આ સુધારા પછી ચાર વર્ષે, સને ૧૯૧૬ માં ( વિક સં. ૧૯૭૨ માં), પાલીતાણુને “શ્રી શેત્રુંજય જૈન સુધારક મિત્ર મંડળ” વતી શ્રી ગુલાબચંદ શામજી કેરડીયાએ તૈયાર કરેલ “શ્રી સિદ્ધાચળનું વર્તમાન વર્ણન " નામે પુસ્તકમાં (પ્ર. ૧૮-૧૯ માં), “શેઠ આણંદજી કલ્યાણજીની પહેડી” નામે પાંચમાં પ્રકરણમાં, પેઢીની કામગીરીનું જે વર્ણન કરવામાં આવ્યું છે, તે ઉપરથી પણ જાણી શકાય છે, જે આ પ્રમાણે છે– આ સંસ્થાની કમિટિ આખા હિન્દુસ્તાનના જુદા જુદા દેશના સંઘના આગેવાને એટલે પ્રતિનિધીઓથી બનેલી છે. તેની મુખ્ય પહેડી ને હેડ ઓફીસ અમદાવાદ ઉ રાજ નગરમાં છે. અહિંની આ પહેડી શાખા પહેડી છે. તેને અત્ર તરફના વતનિઓ “કારખાનું ” એ ઉપનામથી બોલે છે. એક બાહોશ મુનિમના હાથ નિચે આ સંસ્થા ચાલે છે. આણંદજી કલ્યાણજીનો વહીવટ એટલે જેન તિર્થ સંરક્ષણને હક તથા કાર્યભાર મોગલ મહાન પાદશાહ અકબર અને જહાંગીરના સમયથી અમદાવાદ નગરશેઠ શાંતિદાસના હસ્તક મૂકવામાં આવ્યું હતો, તે અદ્યાપી પર્યત મજકુર નગરશેઠના તનુજોના આધિપત્ય નિચે રહેતા આવ્યા છે. અંતિદાસ શેઠથી તે શેઠ પ્રેમાભાઈ સૂધી તિર્થોની સંભાળ તેઓ પાસે સ્વતંત્રપણે રહી. ગુરૂ વચનાનુસાર અવસર જાણી શેઠ પ્રેમાભાઈએ શ્રી શેત્રુંજયાદિ તિર્થની સંભાળ માટે ઉત્તરાવસ્થામાં એક કમિટી નિમી. તેમાં કેટલાક દેશના લાખોપતી ગૃહસ્થને પણ જોડ્યા હતા તથા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001057
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 1
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Shilchandrasuri
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1983
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy