SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ પેઢીનું બંધારણ ૧૭૭ “ That the said eight persons should have full power to manage in future the business of Seth Anandjee Cullianjee. “ The above resolution or resolutions having the same effect were unanimously passed at meetings of Shrawak Community which were, all held in the aforesaid month of September last, after due notice at the following places : (names of different cities and towns are given hereafter.) (અથ–મુંબઈ કેસલ, તા. ૨૪-૨-૧૮૮૦ ના નં. ૮૭૨ ના તેમ જ મુંબઈ કેસલ, તા. ૧૧-૫-૧૮૮૦ ના નં. ૨૨૨૮ના મુંબઈ સરકારના ઠરાવના અનુસંધાનમાં, આપના અરજદારો માટે એ જરૂરી થઈ ગયું કે, તેઓ ભારતની શ્રાવક કેમનું સત્તાવાર પ્રતિનિધિત્વ ધરાવે છે, એ હકીકતને સંતોષકારક પુરા હાંસલ કરવો. તેથી, આપના અરજદારોના સૂચનથી, શ્રાવક કેમની સંખ્યાબંધ સભાઓ, કેમની પાસે ઠરાવ રજૂ કરીને, એમાં નીચેની બાબતોને સમાવેશ કરવા માટે, ગત સપ્ટેમ્બર માસમાં, બોલાવવામાં અને ભરવામાં આવી હતી– -કે શત્રુંજયને લગતી કામગીરીમાં તથા એની સાથે સંબંધ ધરાવતી બાબતમાં, પાલીતાણુના ઠાકોર સાહેબ તરફથી તેમ જ બીજી રીતે. જે જે મુશ્કેલીઓ ઊભી થવા પામી હેય, તેને દૂર કરવા માટે, શેઠ આણંદજી કલ્યાણજીએ, શ્રાવક કેમની વતી, અત્યાર અગાઉ, જે કંઈ કાર્યવાહી કરી હોય, તેને મંજૂર કરવામાં આવે. –કે શ્રાવક કેમે, શત્રુંજય પહાડ અને એનાં દેવાલયને લગતાં કાર્યો તેમ જ એની સાથે સંબંધ ધરાવતી એ કેમની બધી કાર્યવાહી, અત્યાર સુધી, શેઠ આણંદજી કલ્યાણજીના નામે કરેલ છે, એનું સંચાલન, જેઓનાં નામ આ અરજીમાં લખવામાં આવ્યાં છે તે, આઠ વ્યક્તિઓની બનેલી કમીટીએ સંભાળવું. –કે આ આઠ વ્યક્તિઓને, ભવિષ્યમાં, શેઠ આણંદજી કલ્યાણજીને કારોબાર ચલાવવાની પૂરી સત્તા હેય. એકસરખી અસરવાળા ઉપર મુજબના ઠરાવ કે ઠરાવે, આ આ સ્થાનમાં કાયદેસરની નોટીસથી, ઉપર સૂચવ્યા મુજબ ગત સપ્ટેમ્બર મહિનામાં, બોલાવવામાં આવેલી શ્રાવક કેમની સભાઓમાં સર્વાનુમતે પસાર કરવામાં આવ્યા હતા. (આ પછી આ શહેરે અને નગરોનાં નામો આપવામાં આવ્યાં છે.) પેઢીએ મુંબઈના નામદાર ગવર્નરને લખેલ આ પત્રમાંના, ઉપર આપવામાં આવેલ, આઠમા ફકરાની શરૂઆતના લખાણ ઉપરથી એમ જાણવા મળે છે કે, મુંબઈ સરકારે પોતાના તા. ૨૪-૨-૧૮૮૦ ના નં. ૮૭૨ના ઠરાવ પછી, આશરે અઢી મહિના બાદ, તા. ૧૧-૫-૧૮૮૦ને નં. ૨૨૨૮ને ઠરાવ પણ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી ઉપર મોક હતા. પણ આ ઠરાવની નકલ પેઢીના દતરમાંથી મળી શકી નથી; તેથી એમાં કયે મુદ્દો લખવામાં આવે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001057
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 1
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Shilchandrasuri
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1983
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy