SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ શેઠ આ૦ કડની પેઢીને ઇતિહાસ - હતા, એ નિશ્ચિત રૂપે કહી શકાય એમ નથી. આમ છતાં પેઢીએ પિતાનું બંધારણ ઘડ્યા , પછી તરત જ ગવર્નરશ્રીને લખેલા પત્રમાં આ ઠરાવને જે રીતે ઉલેખ કરવામાં આવ્યા છે, તે ઉપરથી એટલું તો લાગે છે કે, એમાં પણ, તા. ૨૪-૨-૧૮૮૦ના નં. ૮૭૨ના ઠરાવની જેમ, શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી જેન કામનું કાયદેસર પ્રતિનિધિત્વ ધરાવે છે એ અંગે પુરા રજૂ કરવાનું સૂચન કરવામાં આવ્યું હોવું જોઈએ. ૫. શેઠશ્રી કુંવરજીભાઈએ આ ઠરાવમાં “શેઠ આણંદજી કલ્યાણજીની મુખ્ય પેઢી (હેડ ઑફિસ) જે અત્યાર સુધી અમદાવાદમાં છે ત્યાં જ રાખવી” એ પ્રમાણે રજુઆત કરીને, પેઢીનું મુખ્ય કાર્યાલય અમદાવાદમાં જ રાખવાનું સ્પષ્ટપણે નકકી કરાવ્યું, તે એટલા માટે કે, એ અરસામાં - પેઢીનું મુખ્ય કાર્યાલય મુંબઈમાં લઈ જવાને જે વિચાર જાગ્યો હતો અને જેને પ્રચાર પણ, અવારનવાર, થવા લાગ્યા હતા, એને કાયમને માટે અંત આવી જાય. ૬. શ્રીસંઘને પેઢીના કાર્યથી કેટલો સંતોષ હતા અને પેઢીના વહીવટદાર પ્રતિનિધિઓ પ્રત્યે વી આદર-બહુમાનની લાગણી ધરાવતા હતા, તે વાત નીચેની બે બાબતોથી પણ ખ્યાલમાં આવી શકે છે. આમાંની પહેલી બાબત આ પ્રમાણે છે– એમ લાગે છે કે, આ વર્ષમાં (સને ૧૯૧૨ માં) માર્ચ મહિનામાં પેઢીના સ્થાનિક પ્રતિનિધિઓની સભા બોલાવવા માટે જે જાહેરાત (નોટિસ) કાઢવામાં આવી હતી એમાં, - પેઢીને તે વખતના વહીવટદાર પ્રતિનિધિઓએ નિવૃત્ત થવાની પિતાની ઈચ્છા પણ લખી જેવી હેવી જોઈએ. આ ઉપરથી સ્થાનિક પ્રતિનિધિઓએ (તા. ૧૧-૩-૧૯૧૨ ના રોજ), * નીચે મુજબ ઠરાવ પસાર કરીને, પેઢીના વહીવટદાર પ્રતિનિધિઓ તરફની લાગણું પ્રદર્શિત કરી હતી. . “હાલના વહીવટ કરનાર પ્રતીનીધીએ રીટાયર થવા માગે છે તેથી તેમની જગ્યાએ .? બીજા નવા વહીવટ કરનાર પ્રતિનિધિઓ નીમવા એવું મીટીંગના આમંત્રણપત્રમાં જણાવ્યું છે. તે સંબંધે શેઠ જેઠાભાઈ નરશીહભાઈએ દરખાસ્ત કરી કે વહીવટ કરનાર પ્રતીનીધીઓ પિતાનું કામ ઘણું સંતેષકારક બજાવતા હાઈને જે રીતે હાલ સુધી ચાલે છે તે અનુસાર કાયમ ચલાવવું એમ ઠરાવ કરો. તે ઠરાવને વોરા અમરચંદ જસરાજે ટેકે આપે. સ્થાનીક . પ્રતિનિધિઓના મત લેતાં સર્વાનુમતે આ દરખાસ્ત પસાર કરવામાં આવી.” બીજી બાબત છે, બંધારણના સુધારા માટે લાવવામાં આવેલી, “હિંદુસ્તાનના સકળ સંધના શ્રાવક સમુદાયના તમામ મેમ્બરની ” આ સભામાં થયેલી કાર્યવાહી અંગે. શેઠશ્રી કુંવરજીભાઈ આણંદજીએ, ભાવનગરની શ્રી જૈન ધર્મ પ્રસારક સભાન માસિક મુખપત્ર “ શ્રી જૈનધર્મ પ્રકાશ”ના વિ. સં. ૧૮૬૯ના પોષ માસના અંકમાં પ્રગટ કરેલ એક વિસ્તૃત નોંધ, જે આ પ્રમાણે છે| | . “શા. કુંવરજી આણંદજી શ્રી ભાવનગરવાળાએ દરખાસ્ત કરી કે–આપ સાહેબની સમક્ષ, સં. ૧૯૩૬થી સં. ૧૯૬૭ સુધીને જે હિસાબ અને સરવૈયું રજુ કરવામાં આવેલ છે. તે ઉપરથી આપ સાહેબે જોઈ શકયા છે કે પ્રારંભમાં શેઠ આણંદજી કલ્યાણજીની મીત જે હતી તેમાં સં૦ ૧૯૬૮ને વધારે ગણતાં સુમારે ૨૪-૨૫ લાખ જેટલો એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001057
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 1
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Shilchandrasuri
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1983
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy