________________
શેઠ આ૦ કરની પેઢીને ઇતિહાસ નીચેના સોની નીમવામાં આવે છેઃ (૧) શેઠ શ્રી અમૃતલાલ કાલીદાસ દેશી (૨) શેઠ રમણલાલ દલસુખભાઈ શ્રોફ (૩) શેઠ શ્રી જીવતલાલ પ્રતાપસીભાઈ (૪) શેઠ હીરાલાલ હાલચંદ બાર-એટ-લે. આ પેટાસમીતીએ સોલીસીટર્સ મેસર્સ મણલાલ ખેર અંબાલાલની કં. સાથે મળી, કામકાજ અને વહિવટ અંગેના નિયમો તેમની પાસે તૈયાર કરાવવા અને પેઢીને મોકલી આપવા.”
પેઢીના બંધારણમાં વહીવટી અનુકૂળતા માટે સ્થાનિક પ્રતિનિધિઓની તા. ૬-૩–૧૯૬૫ તથા તા. ૧૩-૨-૧૯૬૬ ની એમ બે સભામાં કેટલીક વિચાર કર્યા બાદ તા. ૨૭-૨૧૯૬૭ ના રોજ મળેલ આ જનરલ સભામાં આવે ઠરાવ કરે પડયો, તેથી એમ લાગે છે કે, વચગાળાના સમયમાં, આ બાબતમાં કેઈક મુશ્કેલી ઊભી થઈ હશે અને એનું નિવારણ કરવા માટે આ ઠરાવ કરીને સોલીસીટરની સલાહ લઈને પેઢીના વહીવટ અંગેના નિયમો તૈયાર કરવાનું ઠરાવવું પડ્યું હશે.
આ પછી તા. ૮-૨-૧૬ના રોજ મળેલી સ્થાનિક પ્રતિનિધિઓની સભામાં, બંધારણીય વહીવટની સરળતા માટે ઘડવામાં આવેલા નિયમાવલીની કુલ ૫૩ કલમમાંથી સ્થાનિક પ્રતિનિધિઓની સંખ્યાની જોગવાઈ કરતી એકમાત્ર ૮ મી કલમ સિવાય બાકીની બધી કલમેનો આ પ્રમાણે ઠરાવ કરીને સ્વીકાર કરવામાં આવ્યું હત–
શેઠ આણંદજી કલ્યાણજી પેઢીના વહિવટ નીચેની તથા તેના ટ્રસ્ટીઓના વહિવટ નીચેની સંસ્થાઓના કામકાજ અંગે નિયમાવલી તૈયાર કરી રજુ કરવા, સ્થાનિક પ્રતીનીધીઓની તા. ૨૭-૨-૬૭ ની મીટીંગમાં પેટાસમીતી નીમવામાં આવેલી. આ પિટાસમતીએ તૈયાર કરેલ નિયમાવલીનો મુસદ્દો તમામ પ્રતીનીધી સાહેબને મોકલવામાં આવ્યો હતો. તેના ઉપર ચર્ચા-વિચારણા કરવામાં આવી તેમ જ તે મુસદ્દામાં શેઠ અમૃતલાલ કાલીદાસ તથા શેઠ જીવાભાઈ પ્રતાપભાઈએ સુચવેલા સુધારાઓ જાહેર કર્યો તે ઉપરથી ઠરાવવામાં આવે છે કે આ પેટાસમીતીએ તૈયાર કરેલ નિયમાવલી, શેઠ અમૃતલાલ તથા શેઠ જીવાભાઈએ સુચવેલા સુધારા સહિતની નીયમાવલી તેની કલમ ૮ શીવાયની મંજુર કરવામાં આવે છે. ક. ૮ કે જે આધારે જુદા જુદા પ્રાદેશીક વિભાગોને કેવી રીતે પ્રતીનીધીત્વ આપવું તે હવે પછી નક્કી કરવામાં આવશે. અને જ્યાં સુધી નીયમાવલી મુજબ નવીન પ્રતીનીધીઓ નીમાઈ આવે ત્યાં સુધી હાલના પ્રતીનીધીઓ ચાલુ રહેશે.” .
આ પછી, છેલ્લે છેલ્લે, તા. ૨૧-૬-૧૯૬૯ના રોજ મળેલી પ્રતિનિધિઓની સભાઓ નિયમાવલીની બાકી રહેલ ૮મી કલમને એટલે કે પ્રતિનિધિઓની સંખ્યાનો સ્વીકાર કરવા અંગે નીચે મુજબ ઠરાવ કર્યો હતે–
આ મુસદ્દા પ્રમાણેની કલમ ૮ તથા આજરોજ નક્કી કરેલ પ્રતિનીધીઓની બેઠક ૧૧૫ મંજૂર કરવામાં આવે છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org