________________
પેઢીનું અધારણ
૧૬૭
તા. ૬-૩-૧૯૬૫ ના રોજ મળેલી પેઢીના સ્થાનિક પ્રતિનિધિઓની સભામાં નીચે મુજબ ઠરાવ કરવામાં આવ્યું હતું–
શેઠ આણંદજી કલ્યાણજી તેમના વહીવટ નીચેની જુદી જુદી સંસ્થાને વહિવટ જૈનધર્મની પ્રણાલીકા અને ઉદ્દેશ મુજબ કરે છે અને તેમણે જુદા જુદા ટ્રસ્ટ રજીસ્ટર કરાવ્યાં છે તેમાં ઉદ્દેશ તરીકે “જૈનધર્મના સિદ્ધાંત મુજબ વહિવટ થાય છે” તેમ જણાવેલું છે. તેને સ્પષ્ટ કરવા ચેરીટી કમીશનર તરફથી જણાવવામાં આવ્યું છે. તેથી આ બધા ટ્રસ્ટે એકત્ર કરી તેની એક એજના બનાવવાનો મુસદ્દો તૈયાર કરી સ્થા. પ્રતી. સાહેબને મોકલવામાં આવેલ છે. તે રજુ થતાં તે ઉપર ચર્ચાવિચારણું કરી ઠરાવવામાં આવે છે કે રજુ થયેલ બંધારણ તપાસી તેમાં જરૂરી સુધારાવધારા કરી છેવટને મુસદ્દો તૈયાર કરવા પેઢીના નવ ટ્રસ્ટીઓ તથા નીચેના ગૃહસ્થની એક કમીટી નીમવામાં આવે છે. સદરહુ મુસદ્દો તૈયાર થએ ફરીથી સ્થા. પ્રતીનીધીઓની મીટીંગ બોલાવી તેમાં રજુ કરે–વકીલ શ્રી છોટાલાલ ત્રીકમલાલ, શેઠ રમણલાલ દલસુખભાઈ શેઠ મોતીલાલ વિરચંદભાઈ વકીલ શ્રી ભાયચંદભાઈ અને શેઠ જીવતલાલ પ્રતાપશી.”
આ રીતે પેઢીના બંધારણમાં જરૂરી સુધારા કરવાનું નકકી કર્યા પછી તા. ૧૩-૨૧૬૬ ના રોજ મળેલ પ્રતિનિધિસભામાં (જનરલ મીટિંગમાં) આ કામને આગળ વધારવા માટે નીચે મુજબ ઠરાવ કરવામાં આવ્યો હત–
“તા. ૬-૩-૬૫ ના રેજની સ્થાનીક પ્રતીનીધીઓની મીટિંગમાં પિઢીના બંધારણને મુસદ્દો તૈયાર કરવા કમીટી નીમવામાં આવેલી અને સદરહુ તિયાર થયેથી સ્થાનીક પ્રતીનીધીઓની મીટીંગમાં રજુ કરવા ઠરાવેલું. તે મુજબ મુસદ્દો તૈયાર કરી તમામ પ્રતીનીધી સાહેબને મોકલી આપવામાં આવેલ છે. તે કામ રજુ થતાં તેના ઉપર ચર્ચા વિચારણા કરી એક ઠરાવ કરવામાં આવે છે કે તા. ૬-૩-૬૫ ની સ્થાનીક પ્રતીનીધીઓની મીટીંગમાં બંધારણ બાબત નીમેલી સબકમીટીમાં શ્રી અમૃતલાલ કાલીદાસને વધારાના સભ્ય તરીકે લેવા અને તે સબકમીટીને રજુ થયેલ બંધારણ અંગે જે જે સુચનાઓ કરવામાં આવેલ છે તે ધ્યાનમાં લઈ બંધારણમાં જરૂરી ફેરફાર કરી છેવટને મુસદ્દા નક્કી કરવા સત્તા આપવામાં આવે છે.”
આ પછી તા. ૨૭–૨–૧૯૬૭ની જનરલ મીટીગમાં બંધારણ સંબંધી નીચે મુજબ ઠરાવ કરવામાં આવ્યો હતે–
પેઢીના બંધારણ અંગે થએલા કરા પર ફરીથી વિચાર કરતાં એમ લાગે છે કે પેઢીના બંધારણમાં કોઈ ફેરફાર કરે નહિ. પરંતુ કામકાજ અને વહિવટ કરવા માટે ધારાધારણ તથા નિયમ કરવાની જરૂર છે. તે નીયમ કરવા માટે એક પેટીસમીતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org