SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ પેઢીના કાર્યક્ષેત્રની રૂપરેખા ૧૪૭ - આ ગ્રંથના પૃ૦ ૧૨૮ ઉપર આ રકમ રૂ. ૩૩૪૪૯-૯૦ પૈસા જેટલી પેઢીને મળી હેવાનું લખ્યું છે, તેને ખુલાસો આ પ્રમાણે છેસ્વર્ગસ્થ શ્રી પન્નાલાલ સોનીની કુલ મિલકત રૂ. ૬૭૦૦૦) બે સરખે ભાગે વહેંચવાની થતી હતી. એ હિસાબે શેઠ આણંદજી કલ્યાણજીના ભાગ રૂ. ૩૩૫૦૦ની રકમ આવતી હતી. આમાંથી રૂ. ૩૩૪૦૭ના બેંક ડ્રાફના કમીશનના રૂ. ૫૦-૧૦ તથા રૂ. ૧-૫૪ રજીસ્ટર તથા મનિઓર્ડર વગેરેના ટપાલ ખર્ચના મળીને કુલ રૂ. ૫૧-૬૪ બાદ જતાં પેઢીને બાકીના રૂ. ૩૩૪૪૮-૩૬ મળ્યા હતા. અને વીલમાં સૂચવ્યા મુજબ પેઢીના પાલીતાણાના ચેપડામાં પણ આટલી રકમ જ જમા કરવામાં આવેલી છે. આ રકમ મળી ગયા પછી પેઢીના વહીવટદાર પ્રતિનિધિઓએ, એના વ્યાજના ઉપગ અંગે તથા એ મૂડીના રોકાણ અંગે, આ પ્રમાણે બે ઠરાવ કર્યા હતા આવકને ઉપયોગ :–“જેસલમેરના સેની પનાલાલ લછમણદાસના વીલ મુજબ રૂ. ૩૩૪૪૮–૩૬ અંકે રૂપીયા તેત્રીસ હજાર ચાર અડતાલીસ અને છત્રીસ નયા પૈસા આવેલા છે. તેનું વ્યાજ ધર્માથે વાપરવાનું છે. તેથી ઠરાવવામાં આવે છે કે આ રકમનું વ્યાજ દર વર્ષે છાપરીયાળી પાંજરાપોળમાં જીવદયા ખાતે વાપરવા માટે આપવું.” (તા. ૧૬-૭–૧૯૬૦) શ્રી પન્નાલાલજી સોનીને જીવદયાનાં કામે ઉપર વિશેષ ભાવ હતો એટલે એમની ભાવનાને ન્યાય આપવા પેઢીના વહીવટદાર પ્રતિનિધિઓએ કેટલે ખ્યાલ રાખ્યું હતું, તે આ ઠરાવ ઉપરથી જાણી શકાય છે. મૂડીનું રોકાણ :–“જેસલમેરના સુનાર પનાલાલ લછમનદાસના વીલથી ધમોથે વાપરવા ૨,૩૩૪૪૮– મળેલા છે, અને જેનું વ્યાજ છાપરિયાળી પાંજરાપોળમાં જીવદયા ખાતે વાપરવા તા. ૧૬-૭-૬૦ના રાજ ઠરાવ કરેલે, તે રકમમાંથી ૬૩ ટકાના ટેક્ષ કી ન્યુ ટેન્ડર્ડ એજીનીયરીંગ કંપનીના ૩૪૦ ત્રણ ચાલીસ પ્રેફરન્સ શેર ખરીદવા મંજૂર કરવામાં આવે છે.” (તા. ૨૭–૮–૧૯૬૦) શ્રી પન્નાલાલજી સોની જન્મ જૈન નહીં હોવા છતાં એમને જૈનધર્મ ઉપર શ્રદ્ધા કેવી રીત જાગી હશે અને એમને પિતાની અડધી મિલકત એક જૈન સંસ્થાને આપવાની જોગવાઈ પોતાના વસિયતનામામાં કરવાનો વિચાર કેવી રીતે આવ્યો હશે, એની જિજ્ઞાસા મને સહજપણે જ થઈ. એટલે, પરમપૂજ્ય મુનિરાજ શ્રી શીલચંદ્રવિજયજી મહારાજ મારફત, શ્રી જૈસલમેર લૌદ્રવાપુર પાર્શ્વનાથ જૈન શ્વેતાંબર ટ્રસ્ટ, જૈસલમેર”ના નવી દિલ્લીમાં રહેતા એક ટ્રસ્ટી શ્રી નેમચંદજી કહૈયાલાલજી બરડને સંપર્ક સાધતાં આ બાબતમાં, એમના તા. ૭–૧૦–૧૯૭૯ના પત્ર દ્વારા, જે માહિતી મળી, તે નીચે મુજબ છે – “શ્રી પન્નાલાલજી સોની અજૈન (વેષ્ણવ ધર્માવલંબી) હતા, પરંતુ જૈન મુનિઓનાં વ્યાખ્યાને સાંભળવાથી તથા એમના સંપર્કમાં રહેવાથી એમને જૈનધર્મ ઉપર અતૂટ શ્રદ્ધા થઈ હતી.” આ ઉપરાંત શ્રી બુરડજીએ એમના તા. ૨૪-૧૨-૧૯૭૯ના પત્રમાં જણાવ્યું હતું કે સ્વ. શ્રી પનાલાલજીના પિતા જૈનધર્મ ઉપર શ્રદ્ધા ધરાવતા હતા. તેથી સ્વશ્રી પનાલાલજીમાં પણ નાનપણથી એ જ સંસ્કાર પડ્યા હતા. જીવનભર તેઓ શાકાહારી રહ્યા હતા; અને મંદિર વગેરેના દર્શન માટે જતા હતા.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001057
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 1
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Shilchandrasuri
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1983
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy