SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ શેઠ આઠ કની પેઢીને ઇતિહાસ रुप्ये जमा कराये जायेंगे और उस रकमका जो ब्याज आवेगा यह धर्मार्थ लगाया जावेगा । अगर ट्रस्टी या कोई भी सख्स उपर लिखी मुज्ब बातोंमे' बाधा डालेंगे तो वे धर्मसे विमुख होंगे।" (અર્થ-હું લિછમનદાસને પુત્ર પન્નાલાલ, જાતે સોની અને રહેવાસી જેસલમેરને છું, મારી ઉંમર અત્યારે આશરે ૭૮ વર્ષની થઈ ચૂકી છે. જિંદગીને કોઈ ભરોસે નથી. મારે કઈ સંતાન નથી, મારે કોઈ વારસદાર નથી. ...હું ઈચ્છું છું કે, મારી હયાતીમાં જ મારી મિલક્તની વ્યવસ્થા કરતો જાઉં. મેં, તા. ૨૯-૭–૪૩ના રોજ, એક વસિયતનામું લખાવ્યું હતું અને તે જેસલમેર રાજ્યની અદાલતમાં રજિસ્ટર કરાવ્યું હતું. એને બદલીને આજે આ બીજું વસિયતનામું લખાવી દઉં છું. હવે પહેલું વસિયતનામું નકામું સમજવામાં આવે.” ... ...(પિતાના આ વસિયતનામાના અમલ માટે તે પાંચ ટ્રસ્ટીઓની નિમણુક કરતા હેવાનું લખીને એમનાં નામો લખ્યાં છે. તે પછી તેઓ લખે છે કે-) “મારા મરણનું ખર્ચ ર્યા પછી જે કંઈ મિલકત બાકી બચશે, એમાંથી અડધી મિલક્ત શ્રી ૧૦૮ બાબા કાલીકમલીવાલા રામનાથજી, ક્ષેત્ર હષિ કેશ, મુ. હષિકેશ, જિલે દેહરાદૂન–એને મોકલી આપવી; અને અડધી મિલકત શેઠ આણંદજી કલ્યાણજીની પાલીતાણુની શાખા પેઢી જૈન વેતાંબર પેઢીને પાલીતાણા મોકલી આપવી. શ્રી બાબા કાલીકમલીવાલાને ત્યાં તથા શ્રી પાલીતાણુમાં મારાં ખાતાં છે, એ ખાતાંમાં જ મારી મિલકત અથવા એટલી કિંમતના રૂપિયા જમે કરાવવામાં આવે અને એ રકમનું જે વ્યાજ આવે તે ધર્મના કામમાં વાપરવામાં આવે. જે ટેસ્ટી કે કોઈ પણ શમ્સ ઉપર લખેલી વાર્તામાં અંતરાય નાખશે, તો તેઓ ધર્મથી વિમુખ થશે.) આ વસિયતનામું કર્યા પછી આશરે સાળ મહિના બાદ, વિ. સં. ૨૦૧૩ના કારતક સુદિ પૂનમના દિવસે, શ્રી પન્નાલાલજી સેનીને સ્વર્ગવાસ થયે હતો. આ હકીક્ત એમના વસિયતનામાના એક ટ્રસ્ટી, જેસલમેરના શ્રી જેહારમલજી ભણસાળીએ, તા. ૨૬-૧૧-૧૯૫૬ ના રોજ, અમદાવાદ, શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી ઉપર લખેલ પત્રથી જાણી શકાય છે. આ પત્રમાં આ સમાચાર તથા એમના વસિયતનામાના અમલ અંગે કરવાની કાર્યવાહીને નિર્દેશ કરવા ઉપરાંત, પત્ર પૂરું કર્યા પછી, એમણે આ પ્રમાણે નોંધ કરી છેઃ “નહિ S/o लछमनदास सोनार वही पार्टी है, जीसने पहिले भी आपको रु. ३०००। જે મન જ સાપ વaાં રાતા ટા થા !” (અર્થાત લછમનદાસ સોનીના પુત્ર પનાલાલ એ જ વ્યક્તિ છે, જેમણે પહેલાં પણ, આપના ઉપર રૂ. ૩૦૦૦] મોકલીને આપને ત્યાં ખાતું ખોલાવ્યું હતું.) શ્રી બ્રહારમલજી ભણશાળીના પત્રમાંના આ ઉલલેખથી એમ જાણી શકાય છે કે, શ્રી પન્નાલાલજી સોનીએ પિતાનું વસિયતનામું કર્યું તે પહેલાંથી તેઓ પેઢીના નામ અને કામથી પરિચિત તથા પ્રભાવિત થયા હતા. શ્રી પન્નાલાલજીના સ્વર્ગવાસ પછી, એમના વસિયતનામામાં જણાવ્યા મુજબ, એમની મિલકતની વહેંચણી કરવાની કાર્યવાહી માટે કાયદેસર વિધિ પતાવવામાં, આશરે સાડા ત્રણ વર્ષ કરતાં પણ વધારે સમય વીતી ગયે. અને છેવટે એમની મિલક્તના અડધા ભાગના રૂ. ૩૩૪૪૮-૩૬ નવા પૈસા, તા. ૨૧-૬-૧૯૬૦ના રોજ, પેઢીને મળી ગયા હતા. (આમાં રૂ. ૩૩૪૦૦-૦૦ બેંકના ડ્રાફથી અને રૂ. ૪૮-૩૬ મનિઓર્ડરથી આવ્યા હતા.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001057
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 1
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Shilchandrasuri
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1983
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy