________________
શેઠ આવકની પેઢીને ઇતિહાસ શ્રી બુરડજીના આ ખુલાસાથી શ્રી પન્નાલાલ સોનીને પિતાના વસિયતનામામાં પિતાની અડધી સંપત્તિ એક જૈન સંસ્થાને આપવાની પિતાની ઈચ્છા હોવાનું લખવાનું વિચાર શાથી આવ્યું હશે તેને ખુલાસે તે મળી ગયે; પણ પિતાની અડધી સંપત્તિનું દાન, રાજસ્થાનની જ કાઈ જૈન સંસ્થાને આપવાનું વિચાર આવવાને બદલે, શેઠ આણંદજી - કલ્યાણજીની પેઢીની છેક પાલીતાણા શાખાને આપવાનું વિચાર શાથી આવ્યો હશે, તેને ખુલાસે મેળવવાનું બાકી રહી જતે હતો. આ જિજ્ઞાસાને સ્પષ્ટ રૂપમાં સંતેષે એવો એક્કસ ખલાસ મેળવવા પ્રયત્ન કરતાં જે આછો-પાતળો ખુલાસે મળી શક્યો છે, તે અહીં નોંધ -ઉચિત લાગે છે, જે આ પ્રમાણે છે–
પરમપૂજ્ય આગમપ્રભાકર મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજ, જેસલમેરના ભંડારોના ઉદ્ધાર માટે, વિસં. ૨૦૦૬ના માહ માસમાં, જેસલમેર પહોંચ્યા હતા અને વિ. સંe - ૨૦૦૭ના જેઠ મહિના સુધી એટલે આશરે સેળ મહિના સુધી, ત્યાં રોકાયા હતા. આ "અરસામાં શ્રી પન્નાલાલ સોની એમને સંપર્કમાં આવ્યા હોય, અને તેથી અથવા તેઓશ્રીની : ભલામણથી, એમને શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીની પાલીતાણા શાખાને દાન આપવાને વિચાર આવ્યું હોય, એ બનવા જોગ છે. આ અંગે પરમપૂજ્ય મહારાજજીની સાથે જેસલમેરમાં રહેલા પંડિત શ્રી અમૃતલાલ મોહનલાલ ભેજકને પૂછતાં શ્રી પન્નાલાલજી એની મહારાજશ્રી પાસે આવતા હોવાનું પિતાને કંઈક આછું સ્મરણ હોવાનું એમણે કહ્યું છે. વળી શ્રી નેમચંદજી બરડે, આ બાબતમાં, પિતાના તા. ૩૦-૯-૧૯૭૯ના પત્રમાં લખ્યું હતું કે “ એ બનવા જોગ છે કે, પરમપૂજ્ય આચાર્ય પુણ્યવિજયજીથી પ્રભાવિત થઈને (એમણે) આણંદજી કલ્યાણજીની પેઢીને દાન આપ્યું હોય.” !શ્રી પન્નાલાલજી સોનીના વસિયતનામાના એક ટ્રસ્ટી શ્રી જેહારમલજી ભણશાળીએ, પેઢીને, તા. ૨૬-૧૧-૧૯૫૬ના રોજ લખેલ પત્રને, આ નંધમાં, ઉપર ઉલેખ કરવામાં આ છે; એમાં શ્રી પન્નાલાલજી સનીએ પિતાનું વસિયતનામું કર્યા પહેલાં પેઢીની પાલીતાણ શાખાને જ ત્રણ હજાર રૂપિયા મોકલ્યા હોવાનું જણાવવામાં આવ્યું છે, તે બાબત પણ, સંભવ છે કે, આવો નિર્ણય કરવામાં ઉપયોગી બને.
એ ગમે તેમ હોય, અહીં મુદ્દાની વાત એ છે કે, જેસલમેર જેટલા દૂરના સ્થાનમાં રહેતા. સોની જ્ઞાતિના એક અજૈન ધર્માનુરાગી સદ્ગહન શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએ એવો વિશ્વાસ સંપાદન કર્યું હતું કે, જેથી એમણે પોતાની અડધી મિલકતનું પેઢીને દાન આપવાની ગોઠવણુ પિતાના વસિયતનામામાં કરી હતી.
પેઢીની વિશ્વસનીયતાને એક વધુ પુરા છેક આગરા શહેરના એક દેરાસરના ટ્રસ્ટીને પણ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી ઉપર કેટલે બધે વિશ્વાસ હતો, તે પેઢીના વહીવટદાર પ્રતિનિધિઓએ, તા. ૩-૧૨-૧૯૫૫ ના રોજ, કરેલ નીચે મુજબના ઠરાવ ઉપરથી જાણી શકાય છે
આગ્રાથી શ્રી ગેડીજી પાર્શ્વનાથ તથા શ્રી સીમંધર સ્વામીના દેરાસરના ટ્રસ્ટી લાલા ચાંદમલજી દલાલ તરફથી તે મંદીરના રૂા. ૧૧૮૮૭–૧૩-૬ તેમની પાસે જમા હતા, તે અત્રે મેકલવામાં આવેલ છે, તે હકીકત રજુ થતાં ઠરાવ કે “ઉપરના રૂપીઆની સને ૧૯૬૦ની પણું ત્રણ ટકાની રૂ. ૧૨૦૦૦ની લેન લેવી અને તે, પેઢીના ઠરાવ મુજબને વહીવટદાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org