SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ શેઠ આ૦ કની પેઢીના ઇતિહાસ નુકસાન વેઠવુ પડે, એ માટે પેઢીને કેટલું જાગ્રત રહેવું પડે છે, અને કાઈક વાર તા, ધર્મબુદ્ધિ અને પાપભીરુતાથી પ્રેરાઈને, એક ધર્માંક વ્ય તરીકે, સામી વ્યક્તિ નારાજ થાય એવી, કેવી કેવી કપરી કામગીરી બજાવવી પડે છે, એની ખૂબ જાણવા જેવી તેમ જ જાહેર સંસ્થાએએ અનુકરણ કરવા જેવી માહિતી આ ગ્રંથના “ નાણાંની સાચવણીની કપરી કાÖવાહી ’’ નામે ૧૪ મા પ્રકરણમાં રજૂ કરવામાં આવી છે. ૧૪. બાઈ મેનાએ, આ બાબતમાં, તા. ૧૪-૩-૧૯૦૪ સામવાર (વિક્રમ સં૰૧૯૬૦, ફાગણ વિદ ૧૩ ) ના રાજ, તે વખતના વડાદરા રાજ્યની હકૂમતવાળા વીજાપુર ગામની કામાં, કરી આપેલા દસ્તાવેજમાંનું થ ુંક લખાણ આ પ્રમાણે છે— “ શ્રી પાલીટાણાની શેઠ આણંદજી કલ્યાંણુજી પેઢીના વહીવટ કરનાર પ્રતીનીધી ૧. શેઠ લાલભાઈ ક્લપતભાઈ તથા ૨. શેઠે જેશ ગભાઈ હઠીસંગ તથા ૩. શેઠ મનસુખભાઈ ભગુભાઈ તથા ૪. શેઠ ચમનલાલ નગીનદાસ તથા પ. ઝવેરી વાડીલાલ વખતચંદ તથા ૬. વકીલ સાંકલચંદ રતનચંદ તથા ૭. વકીલ હરીલાલ મછારામ......સરવે અમદાવાદનાં જોગ લખી આપનાર પારસાત બાઈ મેનાં શા. હાથી ઊગરચંદની વીધવા આરત.........એ વીજાપુર તાખે પ્રાંત કડી રાજ્ય વડાદરાની; ગામમાં વહીવટદાર કચેરીથી તલાવ ઉપર જવાનાં રસ્તાની દક્ષણાદી બાજુએ દુકાન નંગ ૧ છે.......તે દુકાન આશરે કીમત રૂ. ૧૦૦] કે એકસે કલદારની છે. તે દુકાન હું આજરાજે પાલીટાણુાનાં શેત્રુ ંજ્ય ડુંગરની જાત્રાએ આવનારા પૈકી ઊકાલેલું પાણી પીનારાઓ માટે તમારી પેઢી તરફથી ઊકાલેલા પાણીની પરબ ચાલે છે તે પરબમાં આપું ..........તે અમને અમારા વાલી વારસે સહ કબુલ મંજૂર છે. તારીખ ૧૬-૩-૧૯૦૪.' ( આમાં દસ્તાવેજની શરૂઆતમાં તા. ૧૪-૩-૧૯૦૪ નોંધી છે અને અહી. અંતમાં તા. ૧૬-૩-૧૯૦૪ લખી છે, તે દસ્તાવેજ લખ્યાની અને એની નોંધણી કરાવ્યાની તારીખેા છે, એમ સમજવું.) આવા ધર્મકાર્યમાં રકમ નાની હાય કે માટી એનું એટલું મહત્ત્વ નથી લેખાતું, જેટલુ મહત્ત્વ એની પાછળની ભાવનાનુ` હેાય છે. અને અહી` તે! આ પ્રસ`ગમાં સ્રોસ ધ શેઠ આણુંદજી કલ્યાણજીની પેઢી ઉપર કેવા વિશ્વાસ ધરાવે છે, એ વાત પણ વિશેષ નોંધપાત્ર છે. ૧૫. “ ધરમાદાનું વીલ ’’ નામે આ વીલનું થાડુંક લખાણ નીચે આપવામાં આવે છે— “ સંવત ૨૦૦૭ના અસાડ વદ ૭ ને વાર બુધ તા. ૨૫ માંહે જુલાઈ સને ૧૯૫૧ના દર્દીને સાબરકાંઠા જીલ્લાના ઈડર સ્ટેટ તાલુકા તાબાના વડાલી ગાંમના રહીસ દાસી ચુનીલાલ રખચંદ ઊ. આ. વ. ૬૨......મારી પાછળ પુત્ર, પુત્રી–સંતતી નથી તેમ જ મારાં સ્ત્રી પણુ ગુજરી ગએલ છે અને હાલમાં હું એકલાપણે હાઈ મારી હાલમાં ગણા જ દિવસથી તખીયત નાદુરસ્ત રહે છે. .........મારી હયાતી બાદ મારી મીલકતની કઈ રીતે ગેરવ્યવસ્થા ન થાય અને સારા મારગે ધરમાદામાં ઉપયોગ થાય તે કારણસર આ લેખ કરું છું. “ હાલના હીસાબે હાલમાં મારી પાસે નીચે મુજબની મીલકત છે. “ તેની નીચે પ્રમાણે વ્યવસ્થા કરવા સારૂ મારા ભસાના સે આણુંદજી કલ્યાણજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001057
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 1
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Shilchandrasuri
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1983
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy