SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ પેઢીના કાર્યક્ષેત્રની રૂપરેખા ૧૪૩ ભોજનશાળા પણ ચાલે છે. (શ્રી સેરિસા, ગિરનારની તળેટી અને તારંગાજીમાં પણ ભજન શાળાઓ ચાલે છે, પણ તેને વહીવટ પેઢી નહીં પણ બીજી સંસ્થાઓ સંભાળે છે.) ૮. ગિરિરાજ શ્રી શત્રુંજ્ય મહાતીર્થની તળાટીમાં પેઢી તરફથી આપવામાં આવતા ભાતા ઉપ રાંત, શ્રી ગિરનાર અને તારંગા તીર્થમાં પણ, ચોમાસા સિવાયના સમયમાં, પેઢી તરફથી ભાતું આપવામાં આવે છે. પવિત્ર શત્રુંજય પહાડ ઉપર હારે યાત્રિકો માટે નાહવાના ગરમ પાણીની સગવડ કરવામાં હમણાં હમણાં તે બળતણની પણ તંગી વરતાવા લાગી છે; અને સાથે સાથે, બળતણને નીચેથી પાણી ગરમ કરવાના સ્થાને પહોંચતું કરનાર મજૂરે મેળવવામાં યા તે મુશ્કેલી પડે છે, અથવા તે એ માટે ઘણું જ ખર્ચ કરવું પડે એવી પરિસ્થિતિ ઊભી થતી જાય છે, ક્યારેક તે આ પરિસ્થિતિ એવી વિકટ બની જાય છે કે, આ માટે પૂરતું ખર્ચ કરવા છતાં જરૂરી ગોઠવણ સમયસર કેવી રીતે કરી શકાશે એની વિમાસણ ઊભી થાય છે—અલબત્ત, અત્યાર સુધી તો યાત્રિકોને ફરિયાદ કરવાપણું ન રહે એ રીતે આ ગોઠવણ પેઢી તરફથી, ગમે તેમ કરીને, થતી જ રહી છે. પણ આ ચિંતાકારક સ્થિતિને કાયમને માટે ઉકેલ આવી જાય એટલા માટે સૂર્યના તાપના ઉપયોગ દ્વારા પાણી ગરમ થઈ શકે એવું સૌર યંત્ર શત્રુંજય ગિરિરાજ ઉપર ગોઠવવાની વિચારણા અત્યારે ચાલી રહી છે. અને ગિરનારના પહાડ ઉપર તે, કેટલાંક વર્ષથી, નાહવા માટેનું પાણી ગરમ કરવા માટે યાંત્રિક ગોઠવણ થઈ પણ ગઈ છે. વળી બને પહાડ ઉપર પહોંચવાના માર્ગોમાં, યાત્રિકો પોતાની તરસ છિપાવી શકે એ માટે, જેમ ઠંડા પાણીની પરબ ગોઠવવામાં આવી છે, તેમ ઉકાળીને ઠંડા કરેલા પાણીની પણ એ પરબમાં પૂરી સગવડ રાખવામાં આવે છે. આ વ્યવસ્થા બરાબર સચવાય એ માટે જે કંઈ ખર્ચ કરવું પડે તે કરવામાં આવે છે, એ તે ખરું, પણ મજૂરે વગેરે મેળવવાની મુશ્કેલીને કારણે આ વ્યવસ્થામાં કોઈ જાતની ખામી આવવી ન પામે એની પૂરતી અગમચેતી અને તકેદારી રાખવામાં આવે છે. આ વ્યવસ્થા સરખી રીતે સચવાય એ માટે કરવા પડતા ખર્ચમાં તેમ જ મજરે મેળવવામાં પડતી મુશ્કેલીમાં, પણ, પલટાયેલી પરિસ્થિતિને - કારણે, ઉત્તરોત્તર વધારે જ થતો જાય છે, એ સ્પષ્ટ છે. પણ એને કારણે યાત્રિકોને પીવાના પાણીની બાબતમાં કોઈ પણ જાતની તકલીફ વેઠવી ન પડે, એને અગાઉથી જ વિચાર કરીને જરૂરી પગલાં, સમયસર, ભરવામાં આવે છે. ૧૦, ૧૧, ૧૨. પેઢી હસ્તકના પાલીતાણા પાસેના છાપરિયાળી ગામમાં ચાલતી જીવદયા અને પ્રાણી રક્ષાની કામગીરી, પાલીતાણાની પેઢીની પાંજરાપોળ અને ખેડાઢેરના ચરાણ માટે પેઢીએ વેચાણ લીધેલી જમીનની વિગતે, એને લગતા દસ્તાવેજો સાથે, “છાપરિયાળી ગામ અને પેઢીની જીવદયાની કામગીરી” નામે આ ગ્રંથના ૧૫ મા પ્રકરણમાં આપવામાં આવી છે, એટલે એની વિગતો અહીં આપવામાં આવી નથી ૧૩. પિતા હસ્તકનાં જુદાં જુદાં ધાર્મિક કે ધર્માદા ખાતાંનાં નાણાંની બરાબર સાચવણી થતી • • રહે, અને ક્યારેક એ જોખમમાં મુકાઈ જાય એવી ચિંતાજનક સ્થિતિ ઊભી થવા પામી : હેય ત્યારે પણ, એ જોખમમાંથી પૂરેપૂરા બચી જવાય અથવા પેઢીને ઓછામાં ઓછું આર્થિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001057
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 1
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Shilchandrasuri
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1983
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy