________________
પેઢીના કાર્ય ક્ષેત્રની રૂપરેખા
ભાવનગર સંધવાળા પવીત્ર શેત્રુંજા ડુંગર ઊપર મોટી ટુ‘કમાંથી માહાવીરસ્વામીજીની પ્રતમાજી લેઈ ગયા છે, તે બાબત તા. ૧૭મી જુલાઈ સને ૧૯૯૯ના જનરલ કમીટીના ઠરાવ પ્રમાણે દેશાવરના સ્થાનીક પ્રતીનીધી વગેરેના અભિપ્રાય માગતાં, વધારે અભીપ્રાય તે પ્રતમાજી પાછા લેવા મતલબના આવ્યા છે, વાસ્તે તેઓ જે પ્રતમાજી લઈ ગયા છે, તે પ્રતમાજી પાછા મેાકલી આપવાને ભાવનગરના સધ ઉપર કાગળ લખવા.’
66
૧૩.
એમ લાગે છે કે, ભાવનગર સંઘને લખવામાં આવેલ આ પુત્રનું, પ્રતિમાજી પાછાં મેળવવાની બાબતમાં, અનુકૂળ પરિણામ આવ્યું હતું. એમ, વહીવટદાર પ્રતિનિધિઓએ તા. ૨૨-૮-૧૯૦૧ ના રાજ કરેલ, નીચે મુજબના ઠરાવથી નણી શકાય છે—
“ ભાવનગરવાલા જે પ્રતમાજી પવીત્ર સેત્રુંજા ડુંગર ઊપરથી લેઈ ગ છે, તે પાછી પાલીટાંણે પહાંચાડેથી તેઓએ નકરાના રૂ. ૧૫૦૦] પંદરસે આપ્યા છે, તે તેમને પાછા આપવા.’’ આ પછી આ પ્રતિમાજી ભાવનગર સંધ તરફથી પાછાં મળી ગયાં, તેથી આ પ્રકરણના અંત આવ્યા, એટલે એ પ્રતિમાજીની ફરી પ્રતિષ્ઠા કરવાને નિર્ણય કરવામાં આવ્યા, તે વહીવટદાર પ્રતિનિધિઆના, તા. ૧૫-૧૧-૧૯૦૧ના, નીચે મુજબના ઠરાવથી જાણવા મળે છે——
શ્રી ભાવનગરથી પાછાં આવેલાં પ્રતમાજીને તેમની મૂલ જગાએ પધરાવવાનું મહત સંવત ૧૯૫૮ના કારતક વદ ૨ બુધવારનું દીવસના કલાક ૧૧-૫૮ મીનીટનું છે, તેના ખબર મેાટા મોટા ગામેાના આગેવાનેાને કાગળ લખી અને છાપામાં છપાવી આપવા.’
વહીવટદાર પ્રતિનિધિઓએ તા. ૬-૩-૧૮૯૯ના રાજ ભાવનગર સંધને પ્રતિમાજી આપવાને ઠરાવ કર્યો અને ભાવનગર સધ એ પ્રતિમાજી પેાતાને ત્યાં લઈ ગયા તે પછી તરત જ સંધમાં એની સામે જે વિરાધ જાગ્યા, તેથી વહીવટદાર પ્રતિનિધિઓએ તા. ૨૪–૪–૧૮૯૯ના રાજ ઠરાવ કરીને એ પ્રતિમાજી પાછી આપવા ભાવનગર સંધને ભલામણ કરી; પણ તેથી કામ ન પડ્યું અને છેવટે, લગભગ અઢી વર્ષ જેટલા લાંબા સમયને અંતે, આ પ્રકરણને। શ્રીસંધને સંતાષ થાય એવા નિવેડા આવ્યા, તે ઉપરથી સમજી શકાય છે કે ધાર્મિક લાગણીને સ્પર્શતા આવા બહુ જ આળા પ્રશ્નનું સુખદ સમાધાન થાય એ માટે પેઢીના વહીવટદાર પ્રતિનિધિઓએ કેવી દાખલારૂપ ધીરજ, કુનેહ અને દીર્ઘદૃષ્ટિથી કામ લીધું હશે !
નકરા માટે અત્યારના નિયમ
શ્રી શત્રુંજય મહાતીર્થ ઉપર પરાણા દાખલ બિરાજમાન કરેલાં પ્રતિમાને એ મહાતીર્થં ઉપર જ અન્ય સ્થાનમાં પ્રતિષ્ઠિત કરવા માટે, અત્યારે, આ પ્રમાણે નકરી લેવામાં આવે છે— મૂળનાયક તરીકે પ્રતિષ્ઠિત કરવા માટે રૂ. ૧] જગાના નકરાના; રૂ. ૧૦૦૧] મૂળનાયક ભગવાનના નકરાના અને રૂ. ૧૫૧] કેસર-સુખડના નકરાના—એમ કુલ મળીને રૂ. ૧૧૫૩ લેવામાં આવે છે.
Jain Education International
મૂળનાયકની આજુબાજુમાં પ્રતિમાજી પ્રતિષ્ઠિત કરવા માટે રૂ. ૧] જગ્યાના નકરાનેા; રૂ. ૫૦૧] પ્રતિમાજીના નકરાના અને રૂ. ૧૫૧] કેસર-સુખડના નકરાના—એમ કુલ મળીને રૂ. ૬૫૩] લેવામાં આવે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org