________________
૧૪૦
શેઠ આ૦ કરની પેઢીને ઈતિહાસ ૬. આવા ડાક જાણવા જેવા દાખલા નીચે નોંધ્યા છે— (૧) તીર્થની આશાતના થતી અટકે અને સંધની ધાર્મિક લાગણી દુભાય એ પ્રસંગ ફરી
બનવા ન પામે એ અંગે પેઢીના વહીવટદાર પ્રતિનિધિઓની તા. ૨૨-૩-૧૮૮૬ની સભામાં નીચે મુજબ ઠરાવ કરવામાં આવ્યું હતું–
ડીસા કાંપના જનરલ હોંગ સાહેબ તા. ર૯–૧–૯૬ના રોજ પવિત્ર શેત્રુજા ડુંગર ઉપર ગયા હતા. ત્યાં તેમણે ખાણું ખાધું હતું. માટે તે બાબત તેમના ઉપર અંગ્રેજી લખાણ કરવું કે આપને સારૂ ખાણું કેના તરફથી આવ્યું હતું અને તેમાં શી શી ચીજ હતી તેને ખુલાસે આપશો. અને એક લખાણ અંગ્રેજીમાં કાઠીયાવાડને મેહેરબાન પિલીટીકલ એજંટ સાહેબ ઊપર કરવું કે અંગ્રેજ ગ્રહો ડુંગર ઉપર જોવા સારૂ જાય છે ત્યારે દરબારવાલા તેમને સારૂ ખાણું મોકલે છે, તેમાં નઠારી ચીજો અમારા ધર્મવીર ધ મોકલે છે તેથી કરીને અમારા શ્રાવક કામના લોકોના મન ] ઘણા દુખાય છે માટે ડુંગર ઉપર એવું [ ખાણું] નહીં મેકલે તે બંદોબસ્ત કરશે.”
તીર્થની આશાતના થતી રોકવા માટે રાજસત્તાની સાથે પણ કોઈ પણ જાતના ભય કે સંકોચ વગર કામ લેવામાં આવતું હતું, તે ઉપર નોંધેલ પ્રસંગ ઉપરથી પણ જાણી શકાય છે.
(૨) મક્ષીજી તીર્થ અંગે વહીવટદાર પ્રતિનિધિઓએ કરેલ ઠરાવો–
(અ) “મુંબાઇથી કોન્ફરન્સને કાગળ મક્ષીજીના કેસ બાબત આવ્યું છે. તેના
જવાબમાં લખી જણાવવું કે, પંચ નીમીને ઠરાવ લેવા કરતાં આપણી દલીલ રજી કરી અમલદાર ફેંસલો આપે તે લે ઠીક છે, કારણ, પંચથી થશે તે
પછી અપીલ સરખી થશે નહીં.” (તા. ૧૩-૯-૧૯૦૬) (આ) આ તીર્થના કેસના ખર્ચ માટે પાંચ હજાર સુધીની રકમ આપવાને ઠરાવ
(તા. ૨૮–૯–૧૯૦૬). (ઈ) મક્ષીજીને કેસ ચલાવવામાં થનાર ખર્ચ માટે શ્રી જૈન શ્વેતાંબર કેન્ફરન્સને
રૂ. ૧૫૦૦ આપવા અને વધુ રકમની જરૂર પડે તે લખી જણાવવા
અંગેનો ઠરાવ (તા. ૧૯-૧૨-૧૯૦૬). (ઈ) “ મુંબાઈથી જૈન શ્વેતાંબર કોન્ફરન્સને તા. ૨૮મી જાનેવારી સને ૧૯૦૮ને
મક્ષીજીના કેસની મુદત તા. ૮-૨૧-૯૦૮ની છે, તે ઊપર વકીલ બારીસ્ટરને મોકલવા સારૂ રૂપે આપવા મતલબને આવ્યા છે તેના જવાબમાં લખવું કેઆશરે કેટલું ખર્ચ થવું અને કેને મોકલવા આપ ધારો છે, તે લખ્યું નથી તે તે હકીકત વિના સમજાય નહીં. પણ મુદત નજીક છે તે ખરચની જરૂર પડશે, માટે પંદરસેથી બે હજાર રૂપૈયા સુધી આ કારખાનામાંથી મદદ કરીશ.” (તા. ૩૦-૧-૧૯૦૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org