SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ શેઠ આ કની પેઢીના ઇતિહાસ ૧૯૯૨ની સાલમાં, અમદાવાદમાં, “ શ્રી અમદાવાદ દેરાસર જીર્ણોદ્ધાર કમીટી અને ક્રૂડ ” નામે એક સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. આ સંસ્થાનુ કાર્યાલય શેઠ આણુંદજી કલ્યાણુજીની પેઢી, અમદાવાદમાં જ રાખવામાં આવ્યુ છે, એટલે એના દ્વારા થતી તથા પેઢી દ્વારા થતી [દ્ધારની કામગીરીને એકબીજાની પૂરક ગણવી જોઈએ. આ સંસ્થાએ પણુ, વિ સં॰ ૨૦૩૬ની સાલ સુધીનાં (તા. ૩૦-૬-૧૯૮૦ના રાજ પૂરા થતા વર્ષ સુધીનાં) ૪૪ વર્ષ જેટલા સમય દરમ્યાન, ૪૪૩ જેટલાં દેરાસરાના દ્ઘિાર માટે ૩૭–૩૮ લાખ રૂપિયા (રૂ. ૩૭,૭૮,૪૬૨) જેટલી મેાટી રકમ મંજૂર કરી હતી; અને એમાંની રૂ. ૩૬,૫૪,૯૬૨ જેટલી રકમ તા ચુકવાઈ પણ ગઈ છે. આ બધી હકીકત ઉપરથી એ સ્પષ્ટ રૂપે જાણી શકાય છે કે, દેશભરનાં જિનાલયામાંથી, જેના જીર્ણોદ્ધાર કરવાની જરૂર હાય અને એ માટે જે તે સ્થાનના સંધ તરફથી માગણી કરવામાં આવે, એને જરૂરી સહાય તથા માર્ગદર્શન આપીને એની સાચવણી કરવા માટે પેઢી કેટલી ચિ'તા સેવે છે, અને એ દિશામાં કેવી પ્રવૃત્તિ પણ કરતી રહે છે. 3. પાંચ-છ વર્ષોં પહેલાં પેઢી તરફથી મુખ્યત્વે તીર્થસ્થાના તથા દેરાસરાના ઓૢદ્વાર માટે જ સહાય આપવામાં આવતી હતી. પણ જ્યારે પેઢીનું ધ્યાન એ હકીકત તરફ ગયું કે, મોટાં શહેરાના વિસ્તાર, કા-આપરેટિવ હાઉસિંગ સેાસાયટીઆરૂપે તથા સ્વતંત્ર મકાના-બંગલાઓ કે ફલેટાના બાંધકામરૂપે, ઝડપથી વધવા લાગ્યા છે, અને એમાં જૈનાના વસવાટ નોંધપાત્ર પ્રમાણમાં થવા લાગ્યા છે એટલું જ નહી, કેટલાંક સ્થાનેા તા જૈનાની વસાહતા જેવાં બની ગયાં છે તેથી, એમની ધર્મ શ્રદ્ધાને ટકાવી રાખવાના તથા વધારવાના મુખ્ય આલંબનરૂપે, પરિસ્થિતિને અનુરૂપ, નાનાં કે મેટાં જિનમંદિરની સ્થાપના કરવાનું બહુ જરૂરી બની ગયુ છે, ત્યારે પેઢીએ, વિસ૦ ૨૦૩૨ની સાલથી, નવા જિનમ દિા માટે પૂરક સહાય આપવાની પણ શરૂઆત કરી છે. આ રીતે, વિસ...૦ ૨૦૩૬ની આખર સુધીમાં, પાંચ વર્ષ દરમ્યાન, ૨૪ નવાં જિનમદિરા માટે રૂ. ૫,૫૬,૦૦૦ની સહાય આપી છે. નવા જિનમ ંદિર માટે સહાય આપવા માટે પેઢીએ નક્કી કરેલ ધેારણ કે નિયમ આ પ્રમાણે છે : જે નવું જિનાલય બંધાવવાનું અંદાજી ખર્ચ, પહેલાં બે લાખ રૂપિયા જેટલુ' અને હવે પાંચ લાખ રૂપિયા જેટલું હાય, એને, કામના હિસાબે, વધુમાં વધુ પચીસ હજાર રૂપિયા સુધીની સહાય આપવી. ૪. શ્રી સમ્મેતશિખર તીના પહાડ પાલગંજના રાજા પાસેથી શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંધે વેચાણ લીધે! તે પહેલાં, સને ૧૮૯૧માં, આ પહાડના કેટલાક ભાગ ઉપર એક ચરબીનું કારખાનું બાંધવા માટેના પરવાને, પાલગંજના રાન્ન પાસેથી, ખેાડમ (Boddam) નામના અંગ્રેજે મેળવ્યા હતા. એ કારખાનામાં ચરખી બનાવવા માટે ભૂડાની કતલ કરવામાં આવનાર હતી. જે પહાડ ઉપર જૈનધર્મના વીસ તીથંકરા, સખ્યાબંધ શ્રમણુ ભગવંતા સાથે, નિર્વાણ પામ્યા હતા, એના એક એક અંશ જૈન સ`ઘને માટે પવિત્ર હતા; એટલે ત્યાં ચરખી તૈયાર કરવાનું કારખાનું ( ખરી રીતે ભૂડાની હત્યા કરવા માટેનુ` કતલખાનું) બનવાના સમાચારથી જૈન સંધને અસહ્યુ આધાત લાગ્યો અને શ્રીસ ધમાં ભારે ખળભળાટ ઊભા થઈ ગયા. મુંબઈના શ્રી જૈન એસેસીએશન ઓફ ઇન્ડિયાએ આની સામે જરૂરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001057
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 1
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Shilchandrasuri
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1983
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy