SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ પેઢીના કાર્યક્ષેત્રની રૂપરેખા ૧૩૫ કાર્યવાહી કરવાને સત્વરે નિર્ણય કર્યો અને એની જવાબદારી સંસ્થાના માનદમંત્રી સ્વનામધન્ય શ્રી વીરચંદભાઈ રાઘવજી ગાંધીને સેંપી. એમણે. આદર્શ અને ઊંડી ધર્મશ્રદ્ધા અને ધર્મબુદ્ધિથી પ્રેરાઈને, રાત-દિવસને કે પિતાનાં ઊંધ કે આરામને વિચાર કર્યા વગર, કલકત્તા જેવા દૂરના પ્રદેશમાં લાંબે વખત રોકાણ કરીને, એવી સચોટ કામગીરી કરી કે જેથી એમનું કાર્ય સફળ થયું, એ કતલખાનું બંધાતું અટકી ગયું, આ તીર્થભૂમિની પવિત્રતા સતત હણતી રહે એ અતિ કમનસીબ પ્રસંગ ટળી ગયો અને જૈન સંઘમાં આનંદની અને રાહતની લાગણી પ્રસરી ગઈ. પિતાની વાતની સાટ રજૂઆત થઈ શકે એ માટે શ્રી વીરચંદભાઈ ગાંધીએ બંગાળી ભાષાને પણ અભ્યાસ કરી લીધો હતો. પેઢીના વહીવટદાર પ્રતિનિધિઓની મીટીગની પાંચ નંબરની પ્રોસીડીંગ બુકમાંની તા. ૪-૯-૧૯૦૭ની તથા તા. ૧-૧૦-૧૯૦૭ ની બે મીટીગનું પ્રમુખપદ, પેઢીના તે વખતના પ્રમુખ શેઠ શ્રી લાલભાઈ દલપતભાઈ બહારગામ ગયેલ હોવાથી, શેઠ શ્રી મનસુખભાઈ ભગુભાઈએ લીધું હોવાની નોંધ ઉપરથી એમ લાગે છે કે, ઉપર નેધેલ ચરબીના કારખાનાની (એને અટકાવવાની) ધટના બન્યા પછી, સળેક વષે, સને ૧૯૦૭ની સાલમાં, શ્રી સમેતશિખર તીર્થ અંગે કઈક એવો ગહન-જટિલ પ્રશ્ન ઊભું થયું હતું કે, જેનું નિરાકરણ કરવા માટે, ખુદ પેઢીના પ્રમુખ શેઠશ્રી લાલભાઈ દલપતભાઈને જાતે જ ત્યાં જવું પડ્યું હતું અને રોકાવું પડ્યું હતું. આ રોકાણ દરમ્યાન એમને હાથે વાગવાથી, એની સારવાર માટે, એમને કલકત્તા પણ જવું પડ્યું હતું. ઉપર સૂચવેલ બને તારીખોના પ્રોસીડીંગમાં, આ બાબત સંબંધી નોંધ આ પ્રમાણે લેવામાં આવી છે: “પ્રેસીડેન્ટ શેઠ લાલભાઈ દલપતભાઈ શ્રી સમેતશીખરના કામ સારું ગયેલા; ત્યાં હાથે વાગવાથી કલકત્તે છે તેથી, તેમની ગેરહાજરીમાં, સેઠ મનસુખભાઈ ભગુભાઈને ચેરમેન ઠરાવી મીટીંગનું કામ શરૂ કર્યું.” પાલીતાણા રાજ્યની દખલગીરીને કારણે તીર્થાધિરાજ શત્રુંજયની આશાતના થાય એવા નાના-મોટા પ્રસંગે તે અવારનવાર બનતા જ રહેતા હતા. આથી, એ મહાતીર્થની આશાતનાને ટાળવા માટે, શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને પાલીતાણા રાજ્ય સાથે વારંવાર સંઘર્ષમાં ઊતરવું પડતું હતું. પાલીતાણું રાજ્ય સાથે થયેલ આવા સંધર્ષોની કામગીરીના સંખ્યાબંધ દાખલા પેઢીના દફતરમાં સચવાયેલા છે. આવા પ્રસંગોની સવિસ્તર માહિતી, આ પુસ્તકના પાલીતાણા રાજ્ય સાથેના કેટલાક ઝઘડા” નામે અગિયારમા પ્રકરણમાં આપવામાં આવેલા હેવાથી, આ બાબત અંગે અહીં તે આટલે સામાન્ય નિર્દેશ જ પૂરતું છે. મધ્ય પ્રદેશના શ્રી મકસીજી તીર્થને વહીવટ પેઢી સંભાળે છે. એ તીર્થમાં તથા મહારાષ્ટ્રમાં આવેલ શ્રી અંતરિક્ષજી તીર્થમાં, કેટલાય દાયકાઓથી, દિગંબર જૈન સંઘ સાથે જાત જાતના ઝઘડા થતા જ રહે છે. એને લીધે એ તીર્થની વારંવાર આશાતના થવા ઉપરાંત એ તીર્થ ઉપરના શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘના અધિકાર પણ જોખમમાં મકાઈ જાય છે; અને, ક્યારેક તે, બેલાચાલીથી આગળ વધીને, મારામારી જેવા અતિ શોચનીય બનાવો પણ બનવા પામે છે. આવા પ્રસંગોએ પેઢી તરક્શી જરૂરી કાર્યવાહી સત્વરે હાથ ધરવામાં આવે છે અને સહાય તથા સલાહ પણ આપવામાં આવે છે. - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001057
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 1
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Shilchandrasuri
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1983
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy