________________
પિઠીના કાર્યક્ષેત્રની રૂપરેખા
આમ થવાથી એટલે કે એક જ બાબત અંગે, જુદા જુદા બે ફિરકાના જૈન સંઘને કરી આપવામાં આવેલ બે કરારના પરિણામરૂપે. બિહાર સરકાર, શ્રી જૈન શ્વેતાંબર મૂતિ. પૂજક સંઘ અને શ્રી દિગંબર જૈન સંઘ વચ્ચે નાના-મોટા ઝઘડાઓ ઊભા થવા પામ્યા છે, અને એના દાવાઓ બિહાર રાજ્યની જુદી જુદી અદાલતમાં અત્યારે પણ ચાલી રહ્યા છે.
(શ્રી સમેતશિખર પહાડ સંબંધી રોપાનો કરાર, એ પહાડ વેચાણ લીધાને દસ્તાવિજ અને સને ૧૯૬૫ને કરાર વગેરેની વિશેષ વિગતે આ ગ્રંથમાં આગળ આપવામાં
આવવાની હેવાથી અહીં તે એને માત્ર નામોલ્લેખ જ કરવામાં આવેલ છે.) . ૨. પેઢીએ પિતાના વહીવટ નીચેનાં શ્રો રાણકપુર, ગિરનાર, તારંગા, કુંભારિયાજી, મકિસજી,
સેરિસા વગેરે તીર્થોમાંનાં કેટલાંક તીર્થોના, પૂરતું ખર્ચ કરીને ઉત્તમ કોટિના એવા નમૂનેદાર જીર્ણોદ્ધાર કરાવ્યા છે કે, જેની વિશ્વવિખ્યાત સ્થપતિઓએ પણ મુક્ત મને પ્રશંસા કરી છે; અને કેટલાંક તીર્થોના જીર્ણોદ્ધારનું કામ અત્યારે પણ ચાલી રહ્યું છે.
વળી, પિતાના વહીવટમાં ન હોવા છતાં, શિલ્પ સ્થાપત્યની કળાની દૃષ્ટિએ વિશ્વનાં સ્થાપત્યમાં આગળ પડતું સ્થાન પામી શકે અને જૈન સંસ્કૃતિની કીર્તિગાથા સતત પ્રસારતાં રહે, એવાં આબુ તીર્થનાં પ્રાચીન, સુપ્રસિદ્ધ જિનાલયનાં જીર્ણોદ્ધારની સંપૂર્ણ જવાબદારી પિતે સ્વીકારીને પેઢીએ એ માટે ચૌદ લાખ રૂપિયા જેટલું ખર્ચ કર્યું હતું. આ જીર્ણોદ્વારનું કામ ચૌદ વર્ષ સુધી ચાલ્યું હતું. એ જ રીતે રાજસ્થાનમાં આવેલ એશિયાળ તીર્થનું જિનાલય પણ ઘણું પ્રાચીન અને કળામય છે. એને જીર્ણોદ્ધાર કરાવીને એની પૂરતી સાચવણી થઈ શકે, એ માટે પેઢીએ પાંચ લાખ રૂપિયા કરતાં પણ વધુ રકમની સહાય આપી છે. અને સુપ્રસિદ્ધ કાવી તીર્થના રક્ષણ–ણે દ્ધાર માટે પણ પેઢી તરફથી પણ ત્રણ લાખ રૂપિયાની સહાય આપવામાં આવી હતી.
વિ. સં. ૧૯૯૩ની સાલથી જૂના દેરાસરના જીર્ણોદ્ધાર માટે જરૂરી સહાય અને સલાહ આપવાનું તથા પેઢીના મિસ્ત્રી મારફત ખર્ચની આકારણી કરાવી આપવાનું શરૂ કર્યું ત્યારથી વિ. સં. ૨૦૩૬ સુધીનાં ૪૩ વર્ષ દરમ્યાન, ૭૫૨ દેરાસરોને જીર્ણોદ્ધાર માટે, પણ કરોડ રૂપિયા કરતાંય વધુ રકમ (રૂ. ૭૬,૦૮,૯૨૩) મંજૂર કરવામાં આવેલ છે; અને એમાંથી મોટા ભાગની (અડધે કરોડ રૂપિયા કરતાં પણ વધુ) રકમ તે ખરચાઈ પણ ગઈ છે.
અને તીર્થાધિરાજ શ્રી શત્રુંજય તીર્થ ઉપરના એક યા બીજા જિનપ્રાસાદના તથા ગઢ વગેરેના જીર્ણોદ્ધારનું કામ તે સતત ચાલતું જ રહે છે. તેમાંય દાદાની ટ્રકના જીર્ણોદ્ધાર માટે મૂતિઓનું ઉત્થાપન કરીને એની શિલ્પકલાને પ્રગટ કરીને, એ ટ્રકની શોભામાં જે વધારો કરવામાં આવેલ છે, અને ઉત્થાપન કરેલી પ્રતિમાઓને બિરાજમાન કરવા માટે એ ટૂંકમાં જ પાવન જિનાલયવાળું મને હર જિનમંદિર બનાવવામાં આવ્યું છે, તેની સકેાઈ ઉલાસથી પ્રશંસા કરે છે.
અહીં એ જાણવું પણ વિશેષ ઉપયોગી થઈ રહેશે કે, દેશભરનાં જિનમંદિરોના જીર્ણોહારનું કાર્ય સરખી રીતે અને વધારે મોટા પાયા ઉપર થઈ શકે એ આશયથી, વિ. સં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org