________________
સાતમા પ્રકરણની પાદનોંધા
૧. પૂર્વ ભારતમાં બિહારમાં આવેલ શ્રી સમ્મેતશિખર પહાડ, જૈન શાસનની વર્તમાન ચેાવીશી ( ચાવીશ તીર્થંકરા )માંથી ૨૦ તીર્થ"કર ભગવ ́તાની નિર્વાણભૂમિ હેાવાથી, પરમ પાવનકારી મહાતીર્થં લેખાય છે. આ પહાડ પાલગંજના રાજાની હુકૂમતમાં આવેલ હતા. મા હુકૂમત સાથે શ્રી જૈન શ્વેતાંબર મૂતિપૂજક સ`ધને અવારનવાર થતી અથડામણુના નિવારણ અર્થ તેમ જ તી તથા તીના યાત્રિકાના રક્ષણ માટે, સને ૧૮૧૮માં, પાલગંજ રાજ્ય સાથે, વાર્ષીિક રૂ. ૧૫૦૦] આપવાના રખેાપાના કરાર જેવા કરાર શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંધે કર્યાં હતા.
આ પછી ચાલીસ વર્ષ બાદ, સને ૧૯૧૮ની સાલમાં, પાલગંજના રાન્ત પાસેથી, અઢી લાખ રૂપિયામાં, આ પહાડ શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સ`ધે, ખરીદી લીધેા હતા. અને આ પહાડની ખરીદીને લગતા વેચાણ-દસ્તાવેજ, સમગ્ર શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંધના પ્રતિનિધિ તરીકે, શેઠ આણુ ંજી કલ્યાણુજીની પેઢીના નામથી—પેઢીના તે વખતના પ્રમુખ નગરશેઠ કસ્તુરભાઈ મણિભાઈના નામથી—કરવામાં આવ્યા હતા.
સને ૧૯૪૭માં આપણા દેશ સ્વતંત્ર થયા પછી, બિહારની સરકારે, સને ૧૯૫૦માં, ધી બિહાર લેન્ડ રિફાર્મ્સ એકટ ” નામે કાયદા ઘડયો હતા; આ કાયદામાં એવી જોગવાઈ કરવામાં આવી હતી કે, જે જમીનને આ કાયદો લાગુ પાડવામાં આવતા, એના ઉપરના વ્યક્તિગત તથા સંસ્થાગત માલિકી હક્ક નાબૂદ થઈ જતા, અને એ જમીન સરકારના અધિકારમાં આવી જતી. આ જોગવાઈ પ્રમાણે, બિહાર સરકારે, સને ૧૯૫૩માં, એક જાહેરનામુ` પ્રગટ કરીને, શ્રી સમ્મેતશિખરના પહાડને આ કાયદો લાગુ પાડયો. આમ થવાથી એ પરમ પવિત્ર પહાડ ઉપરના શ્રી જૈન શ્વેતાંબર મૂતિપૂજક સંધના માલિકી હક્ક નાબૂદ થઈ જતા હતા અને એ બિહાર સરકારના અધિકારમાં આવી જતા હતા.
શ્રી સમ્મેતશિખર જેવા પરમ પાવન મહાન તીર્થ અંગે બિહાર સરકારે લીધેલ આ પગલાથી આપણા સમસ્ત શ્રીસંઘે ઘણા મોટા આધાત અનુભવ્યા, પણ આ આધાતથી, વધારે પડતા સ્તબ્ધ બનીને, નિષ્ક્રિય કે નિરાશ થવાને બદલે, એની સામે શેઠ આણુંછ કલ્યાણુજીની પેઢીએ તરત જ કારગત પગલાં ભર્યાં; અને, બાર વર્ષ જેટલા લાંબા વખત સુધી, ધીરજ અને દુરંદેશીપૂર્વક, બિહાર સરકાર સાથે કરવામાં આવેલી અનેક જાતની વાટાઘાટાને અ ંતે, સને ૧૯૬૫ની સાલમાં, બિહાર સરકારે, આ બાબતમાં, આપણા સંધની વતી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને સમાધાનને! એક કરાર કરી આપ્યા.
આ પછી શ્રી ગિંબર જૈન સંધે પણુ બિહાર સરકાર પાસે, આ મહાતીર્થ પેાતાના સધને પણ પૂજનીય હાવાની અને એના ઉપર પોતાના અધિકાર હેાવાની વાત રજૂ કરી અને એ સંબંધી વાટાઘાટા કરી. આને પરિણામે બિહાર સરકારે, દિગંબર સધને પણુ, સને ૧૯૬૬ની સાલમાં, સમાધાનના ખીજો કરાર કરી આપ્યા !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org