________________
૧૨૮
શેઠ આ૦ ક0ની પેઢીને ઇતિહાસ તેઓ નક્કી કરતા હતા. અને જ્યારે શ્રીસંઘની મૂડીને માટે લેશ પણ જોખમ ખેડવા જેવું લાગે કે બીજી કઈ જાતની મુશ્કેલી ઊભી થવાને લેશ પણ અદેશે આવે છે, એવી સ્થિતિમાં, શેઠ-શાહુકારો અને રાજાઓની સુધા ધિરાણની માગણ નકારી કાઢયાના દાખલા પેઢીના ઈતિહાસમાં જોવા મળે છે, જે પેઢીને માટે ગૌરવ અને બહુમાન ઉપજાવે એવી વાત ગણાય. " અને બીજી વાત છે ધિરાણ એટલે કે વ્યાજે અથવા ઉછીની આપેલી રકમ ડૂબી જવાને અથવા એની વસૂલાત જોખમમાં પડી જવાને જ્યારે પણ ખ્યાલ આવ્યો છે, ત્યારે પેઢીના સંચાલક સામી વ્યક્તિ મટી છે કે નાની અથવા પિતાની સાથે કામ કરનાર છે કે બીજી, એની જરા પણ ખેવના કર્યા વગર તેમ જ એમની શેહ-શરમમાં ખેચાયા વગર, વધુમાં વધુ રકમ વસૂલ થાય અને પેઢીને ઓછામાં ઓછું નુકસાન ભેગવવું પડે, એ માટે દરેક જાતના જરૂરી પગલાં ભરતાં પેઢીના ટ્રસ્ટીઓ સંકેચાયા નથી એ. આવા પણ અનેક પ્રસંગ પેઢીની કાર્યવાહીમાંથી જાણવા મળે છે, જે એની કારકિદીને વિશેષ વિશ્વસનીય, ઉજજવળ અને યશસ્વી સાબિત કરે છે.
શ્રીસંઘનાં નાણાંની રખેવાળી માટે રાખવામાં આવતી આટલી બધી તકેદારીનું મુખ્ય અને મોટું કારણ તે, ધર્મના નામે લેકેએ આપેલ ધનની બરાબર સાચવણી કરવામાં જરા પણ બેદરકારી દેખાડવામાં આવે, અને એ ધનને કંઈ પણ જોખમ કે નુકસાન થાય તે, આપણે પિતે પણ પાપના ભાગી થઈએ, એ ભાવના છે. એમ કહેવું જોઈએ કે દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય, સાધારણ દ્રવ્ય, વૈયાવચ્ચ-ફંડ, જીવદયા-ફંડ કે સહધમીભક્તિફંડ જેવા કઈ પણ ખાતામાં એકત્ર થયેલ દ્રવ્ય, જે તે ખાતાના ઉદેશ પ્રમાણે વાપરવાની અને કઈ પણ ખાતાના દ્રવ્યને ગેરઉપગ ન થાય અથવા એ ડૂબી જવા ન પામે, એ માટે શ્રીસંઘમાં જે સાવચેતીની લાગણી પ્રસરેલી છે, તેની પાછળ આવો ધર્મભાવના અને પાપભીરુ વૃત્તિ જ રહેલી છે. આમ છતાં “મૂડીની સાથે હમેશાં જોખમ તે જોડાયેલું હોય જ છે,” એ સામાન્ય નિયમની અસર પેઢીના વહીવટમાં પણ જોવા મળે છે, પણ આવા દાખલા બહુ જ જૂજ બનવા પામે છે.૧૩
- લેકોને વિશ્વાસ પેઢીએ પિતાને નાણાંવ્યવહાર વિશુદ્ધ રાખવાની જે તકેદારી રાખી છે અને જે તંદુરસ્ત પ્રણાલિકા પાડી છે, તેને લીધે જૈન સંઘમાં તેમ જ અન્ય સમાજોમાં પણ એના તરફ કેવી વિશ્વાસની લાગણી ઊભી થઈ છે, તેની પ્રતીતિ નીચેના દાખલાઓ ઉપરથી પણ થઈ શકે છે ' (૧) સને ૧૯૦૪માં વીજાપુરનાં એક બહેને પિતાની એક દુકાન શત્રુંજયની પેઢીને ભેટ આપી હતી.૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org