________________
પેઢીના કાચ ક્ષેત્રની રૂપરેખા
૧૨૭
વાના અવસર હાય, આવા દરેક પ્રસંગે પેઢી, અગમચેતી વાપરીને, એ જવાબદારી નિયમિત અને વ્યવસ્થિતપણે પૂરી થઈ શકે એ માટે, શ્રીસ`ઘમાંથી જરૂરી ભડાળ એકત્રિત કરી લેતી રહી છે; અને શ્રીસ'ઘ પશુ, પેઢી ઉપરના પૂરા 'તખારને લીધે, પેઢીની આવી ટહેલ, ઉલ્લાસ અને ભક્તિપૂર્વક, પૂરી કરતા રહ્યો છે. જે ાન કે ભેટની પાછળ આવી ધર્મભાવના રહેલી હાય એની સાચવણી માટે પૂરેપૂરી ગેાઠવણુ કરવામાં આવે અને જાગૃતિ રાખવામાં આવે, એમાં શી નવાઈ ? ખરી રીતે, આવુ સુદર અને સુનિશ્ચિત વ્યવસ્થાત ંત્ર જ જનસમૂહમાં વિશ્વાસની લાગણી જન્માવી શકે છે.
આ અત'ત્રમાં પહેલું ધ્યાન, જે ધન જે હેતુ માટે મળ્યું હાય, તે એ હેતુ માટે જ વપરાય, એ અંગે રાખવામાં આવે છે. બીજુ, પૈસા નકામા પડથા ન રહે અને સંસ્થાને વ્યાજની ખાદ ન પડે એ રીતે સમયે સમયે એનું રોકાણ કરવામાં આવે છે. અરે, પેઢીને પૈસાની હેરફેરમાં પણ આવક થાય એ માટે પેઢીના ચાપડામાં, છેક જૂના વખતથી, વટાવખાતુ સુધ્ધાં રાખવામાં આવતુ હાવાનુ જાણવા મળે છે.
વધારાની મૂડીમાંથી આવક કરવાને હિસાબે, પહેલાંના વખતમાં ગામ, ગરાસ, ઘરખારડાં વગેરે ઉપર પણ નાણાં ધીરવામાં આવ્યાના દાખલા પેઢીના જૂના ચાપડામાંથી મળે છે. અને પબ્લિક એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ એક્ટ અમલમાં આવ્યા પછી, એના નિયમાને અધીન રહીને જ, નાણાંનું રાકાણ કરવામાં આવે છે, એ તે ખરુ જ; ઉપરાંત સને ૧૯૩૪માં મુંબઈ સરકાર દ્વારા આવા કાયદો (પબ્લિક એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ એફૂટ) ઘડાવાની અને એનેા અમલ કરવાની વાત આવી ત્યારે પેઢીએ, એના પ્રમુખ શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈની દૂરંદેશીભરી સલાહને અનુસરીને, તેમ જ કેટલીક વ્યક્તિએની નારાજગી વહારીને પણ, સૌથી પહેલાં, એ વિચારને આવકાર આપ્યા હતા, એ વાત પણ એમ સૂચવે છે કે, કેાઈ પણ જાહેર સસ્થાને આર્થિક વહીવટ સ્વચ્છ હાય એ માટે પેઢી કેવા આગ્રહ ધરાવે છે.
પેઢીની મિલકત એ ખરી રીતે શ્રીસ'ધની મિલકત છે; અને શ્રીસંઘની ઉદારતા, દાનવૃત્તિ અને ધબુદ્ધિથી જ એ પેઢી પાસે એકત્રિત થાય છે, એટલે એના વહીવટમાં તેમ જ રોકાણમાં મૂડીને જરા પણ જોખમ ન થાય એનું ખરાખર ધ્યાન રાખવામાં આવે છે. આ દૃષ્ટિએ વિચારતાં પેઢીના કારોબારમાં એ ખાખતા ખાસ આગળ તરી આવે છે.
આમાંની એક વાત તેા એ છે કે, કોઈ પણ વ્યક્તિ નાણાંની સલામતીની ગમે તેવી ખાતરી આપે અથવા એ માટે ગમે તેવા અવેજ આપવાની વાત કરે, પણ્ પેઢીના વહીવટદાર પ્રતિનિધિઓને એવી બધી વાત પૂરેપૂરી વિશ્વાસપાત્ર લાગે અને નાણાંની પૂરેપૂરી સલામતી લાગે, તે જ એવી ખાતરીવાળી માગણીના સ્વીકાર કરવાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org