________________
શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીની પ્રાચીનતા પાનું ૧૩૬–ઉધારઃ ૨૧મી છે. શ્રી સલટા અતમારામ રીખવ
આની વિગતમાં “રાખા શ્રી અણદજી કલણ”
લખ્યું છે. પાનું ૧૪૬–જમેઃ ૨૩ મીઆ અબુ બન મામુજીના જમે
એના પેટમાં બીજી રકમ લખી છે, તેમાં–
૬ સેઠજી આણંદજી કલણ ૮. પાનું ૬૧–ઉધારઃ ૧૧ારા શેઠ આણંદજી કલણ પાનું ૧૮૧–જમે : ૨૦ શ્રી અણુદજી કલણના જમે
આ કરારનું લખાણ આ પ્રમાણે છે–
1 જા સાવાત ૧૭૮૧ના વાર આ સુદ ૭ વાર શુકરે શેઠ આણદાજી કલાણ તથા મલકચંદ કસ્તુરચંદ તાથા સા. મીઠા વીઠલાદાસ લાખતગ કડીઓ શ્રી આમદાવાલા જતર (૧) શ્રી શાતારજાના કારખના માયા કામ કરવાના આવા તાને માસારે આ સારવા તેના પાસેથી ચુકાવી લીધો છે. પાટલા જેગુ રાધવજી પાસે રહીની (૨) સાખ છે.”
આ લખાણ બરાબર ઉકેલી શકાયું નથી. આ માટે જુઓ આની છબી. ૯. “શ્રી શત્રુંજય સૌરભ યાને શ્રી જિન તીર્થ દર્શન” નામે પુસ્તકમાં (પૃ. ૮૯-૯૦માં)
પેઢીની શરૂઆત કયારે થઈ તે અંગે લખ્યું છે કે
શ્રી આણંદજી કલ્યાણજીની પેઢીની શરૂઆત ઘણું લાંબા સમયથી ચાલતી આવે છે. લગભગ સોળમા સૈકાથી (અહીં સોળમા સૈકાને બદલે સત્તરમ સંકા જોઈએ.) મંગલ મહાન બાદશાહ અકબરશાહના વખતથી શ્રીમદ્દ તપાગચ્છાધિપતિ વિજયહીરસૂરીશ્વરજી જેનાચાર્યની કૃપા વડે અમદાવાદના નગરશેઠના જ હસ્તકમાં ગુજરાતના પાંચ પહાડો-તીર્થો અને બંગાલમાં સમેતશિખરજી, સોરઠમાં ગીરનારજી તથા શ્રી શત્રુંજય મહાગીરિ આદિ પહાડ જેનેના હાઈ જૈનેને જ સુપ્રત થયા. અને તેના સંરક્ષક તરીકે નગરશેઠ નીમાયા. તે જ વખતે નગરશેઠે સારા સારા ગૃહસ્થની એક કમીટી દ્વારા એક પેઢી સ્થાપી, અને તેમનું નામ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી એવું રાખ્યું. તે પેઢીનું કામકાજ અત્યાર લગી સારા અને સંપૂર્ણ કાળજીપૂર્વક ચાલ્યું અને “યથા નામ તથા ગુણ” એ કહેવત મુજબ તે નામ સાર્થક થયું.”
આમાં “શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી” એ નામની પેઢીની સ્થાપના નગરશેઠે ( શ્રી શાંતિદાસ ઝવેરીએ) કરી હોવાનું લખ્યું છે, તે શા આધારે લખ્યું છે, તે નોંધવામાં આવ્યું હેત તે, પેઢીની સ્થાપના શ્રી શાંતિદાસ શેઠે, એમના વિ. સં. ૧૭૧૫માં થયેલ સ્વર્ગવાસ પહેલાં, કરી હતી એમ નિશ્ચિતરૂપે, અને પુરાવા સાથે, કહી શકાત. આમ છતાં નગરશેઠ - શ્રી શાંતિદાસ ઝવેરીએ કરેલી જૈન શાસનની પ્રભાવના, રક્ષા અને અનેક પ્રકારની સેવાઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org