________________
શેઠ આ૦ કડની પેઢીને ઇતિહાસ જતાં, તેમ જ વિસં. ૧૭૦૭ની સાલમાં પાલીતાણું રાજ્યના, તે વખતે રાજ્યની રાજબધાની ગારિયાધારમાં રહેતા, દરબાર સાથે, જૈન સંઘની વતી, પિતાના તેમ જ અમદાવાદના જ બે વીસા ઓસવાળ ભાઈએ રત્ના અને સુરાના નામથી, ગિરિરાજ શત્રુંજય અને એના યાત્રિકોની સાચવણી માટે, કરેલ રખેપાને પહેલે કરાર જોતાં, અમદાવાદના જૈન સંઘના આગેવાને, અમદાવાદ સંઘની વતી અથવા અમદાવાદ સંધના નામથી, શ્રી શત્રુંજય મહાતીર્થને વહીવટ સંભાળતા હતા એ નિશ્ચિત છે; એટલે આ સંઘે “શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી” એ નામથી પિતાને વહીવટ ક્યારથી શરૂ કર્યો એટલું જ ફક્ત નક્કી કરવાનું રહે છે. પણ આ પ્રકરણમાં આપવામાં આવેલ પુરાવા ઉપરથી એટલું તે પુરવાર થઈ જ ગયું છે કે, વિ. સં. ૧૭૮૭ની સાલમાં અમદાવાદ-રાજનગરના જૈન સંઘની પેઢીનું નામ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી—એવું હતું જ.
એક ભૂલસુધાર . સને ૧૯૬૦માં, ભારત સરકારના કાયદા ખાતાએ હિંદુ ધર્માદા ખાતાંઓની (ધી હિન્દુ રિલિજિયસ એન્ડાઉમેન્ટસની) કામગીરીની તપાસ કરીને એમાં સુધારા સૂચવવા માટે એક કમીશન નીમ્યું હતું. આમાં જૈનોનાં ધર્માદા ખાતાંઓને પણ સમાવેશ કરવામાં આવ્યું હતા. એ કમીશન એક ચેરમેન અને બીજા પાંચ મેબરે એમ છ વ્યક્તિઓનું બનેલું હતું. અને એના ચેરમેનપદે ડો. સી. પી. રામસ્વામી અય્યરની નિમણુક કરવામાં આવી હતી.
આ કમીશને પોતાની કામગીરીને જે અહેવાલ સને ૧૯૬૨માં “રિપેર્ટ ઓફ ધી હિંદુ રિલિજિયસ એન્ડાઉમેન્ટસ કમીશન (૧૮૬૦-૧૯૬૨)” નામે તૈયાર કર્યો હતો, તેમાં '(પૃ૦ ૧૦૭માં) શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીની સ્થાપના ૮૦ કે ૯૦ વર્ષ અગાઉ થઈ હેવાને નિર્દેશ કરતાં લખ્યું હતું કે–
“Sheth Anandji Kalianji, Ahmedabad, is a very important Jain institution and it came into existence 80 or 90 years ago."
અર્થાત—“અમદાવાદની શેઠ આણંદજી કલ્યાણજી એ એક બહુ જ મહત્ત્વની જૈન સંસ્થા છે; અને એ ૮૦ કે ૯૦ વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવી હતી.” (એટલે કે પેઢીની સ્થાપના ૮૦ કે ૨૦ વર્ષ પહેલાં કરવામાં આવી હતી.)
સને ૧૯૬૦ની સાલથી ૮૦ થી ૯૦ વર્ષ પહેલાંને સમય એટલે ૧૮૮૦ થી ૧૮૯૦ના સમય. આ વર્ષમાં પેઢીની સ્થાપના નહોતી કરવામાં આવી, પણ સને ૧૮૮૦ની સાલમાં. નગરશેઠ પ્રેમાભાઈ હેમાભાઈની આગેવાની નીચે, દેશભરના સંઘના પ્રતિનિધિઓની હાજરીમાં, અમદાવાદમાં, કેવળ પેઢીનું કાયદેસરનું બંધારણ જ ઘડવામાં આવ્યું હતું. મતલબ કે, શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તે તે પહેલાં જ (આશરે દોઢ વર્ષ પહેલાં જ) સ્થપાઈ ચૂકી હતી. આની વિગતે આ પુસ્તકના આ પ્રકરણમાં (પૃ. ૧૦૬ વગેરેમાં) જ વિસ્તારથી આપવામાં આવી છે.
આ ઉપરથી જોઈ શકાય છે કે, આ કમીશનના સને ૧૯૬૦-૬૨ના રિપોર્ટમાં પેઢીની સ્થાપના ૮૦ થી ૯૦ વર્ષ પહેલાં થયાનું લખ્યું છે, તે ભૂલ છે. ખરી રીતે એ સમય (સન ૧૮૮૦ની સાલ) પેઢીની સ્થાપનાના વર્ષનું નહીં પણ પેઢીનું પહેલું બંધારણ ઘડાયું તે વર્ષનું જ સૂચન કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org