________________
શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીની પ્રાચીનતા . ૪. આ ચેપડાના ૨૦૩ પછીના (૨૦૪મા પાનાને અંક લખવો રહી ગયું છે; અને તેની
પછી ૨૦૫મું પાનું શરૂ થાય છે, એટલે આ અંક વગરનું પાનું ૨૦૪ જ સમજવાનું છે.) પાનામાં વિસં. ૧૭૭૭ના અષાડ સુદિ ૧નું નામું લખેલું છે. અને તે પછીના ૨૦૫માં પાને, અષાડ સુદિ રને ગુરુવારે વિ. સં. ૧૭૭૮ની સાલ શરૂ થતું હોવાનું લખ્યું છે.
આ લખાણ દુર્વાય અને અશુદ્ધ છે, એટલે એને ઉકેલવા પ્રયત્ન કરતાં, એ લખાણ કઈક આ પ્રમાણે હેય એમ લાગે છે–
“સાવાતા ૧૭૭૮ના વરખે અસડી સુદ ૨ વાર ગાર, શ્રી ગતામાં સામેની લાભધી, ધાના સાલી ભાદારાના રધી, શ્રી કાવાને સેઠના ભાગ્ય, શ્રી બાહુબાલાની બળા, શ્રી ભરાતા ચાકારાવાધની પાદાવી (... ..લખાણ ઉકલતું નથી)...શ્રી ગડી પારાસાનાથ રખ૦ (... ...નથી ઊકલતું)”
અત્યારે પણ કચ્છનું નવું વર્ષ અસાડી બીજે શરૂ થાય છે; ઉપરાંત હિંદુસ્તાનના જુદા જુદા પ્રદેશોમાં નવા વર્ષને પ્રારંભ જુદી જુદી તિથિએ થાય છે, તે જાણીતું છે.
આની સાથે સાથે અહીં એ પણ સેંધવું જોઈએ કે, આ જ અરસાના કેટલાક ચોપડામાં નવું વર્ષ, અત્યારની જેમ, કારતક સુદિ એકમે પણ શરૂ થાય છે. દા. ત. પાલીતાણુના ચપડાના પહેલા નંબરના પિટલામાંના પાંચમા નંબરના ચેપડાના ૮૫મે પાને વિ. સં. ૧૭૮૯ની સાલ કારતક સુદિ એકમે શરૂ થતું હોવાનું આ પ્રમાણે લખ્યું છે
“°] છે સ્વાસ્તા શ્રી સંવત ૧૭૮ન્ના વરખે મતી કરતગ સુદ ૧ વરા અને શ્રી સીધાચલજીના કારખાનાની ચોપડી છે શ્રી રીખવદવ પરભુજી.” ૫. આ ચોપડાએ ઉપરથી, એક બાબત એ પણ જાણવા મળે છે કે, એ વખતે ચલણી નાણું જામીનું
હાવાથી નામામાં જે રકમ જમે કે ઉધાર કરવામાં આવતી તે જામીની સંખ્યાનું સૂચન કરતી. પછી જ્યારે રૂપિયાનું ચલણ શરૂ થયું ત્યારે પણ જ્યાં જ્યાં રૂપિયા જમે કે ઉધાર કરવામાં આવતા ત્યારે, એની વિગતની અંદર જેટલા રૂપિયા લખવામાં આવ્યા હોય તેથી અઢીગણી રકમ જમે કે ઉધાર કરવામાં આવતી. અને અઢી ગણી રકમને આ આંકડો “જામી ”નું સૂચન કરતો. એમ લાગે છે કે, એ વખતે રૂપિયાની સાથે સાથે ચલણ તરીકે “જમી ને. વ્યવહાર વધારે પ્રચલિત હશે.
દાખલા તરીકે આ પ્રકરણની ત્રીજી યાદોંધમાં સવા સોમાની ટૂકના ૧૦૩ વર્ષના હિસાબને જે ઉતારાની વાત કરવામાં આવી છે, તેની સાથેના કાગળમાં, વિ. સં. ૧૮૪૩ના હિસાબમાં જમે કરેલ એક રકમનું નામું આ પ્રમાણે નાખવામાં આવ્યું છે
૩૧૨ સા. વિમલચંદ રૂપચંદ સુરતના,
ર. પા. ૪૦, ૧૨૫1 સવા સમજીના
મુકમાં ખરચવાને આપા છે. હ. ગે. ભગવાનદાસ જીવણદાસને રોકડા આપા છે. ખા. પા. ૩૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org