________________
સંપર્ક અને સંઘર્ષને ખ્યાલ આપતી સામગ્રી ખૂબ મોટા પ્રમાણમાં પેઢી પાસે સચવાયેલી છે. આ સામગ્રીનાં એટલાં બધાં પટલાં પેઢીના દફતરખાનામાં મોજુદ છે કે જેને જોતાં અને તપાસતાં થાકી જવાય. આ સામગ્રી જેમ જૂની ગૂજરાતી ભાષામાં છે, તેમ કાયદાની કે રાજદ્વારી અંગ્રેજી ભાષામાંય છે; અને તેથી એને ઉલ્લીને એમાંથી અર્થ કે ભાવાર્થ તારવવાનું કામ મને ઠીક ઠીક મુશ્કેલ લાગ્યું છે. પેઢી પાસે આટલા વિપુલ પ્રમાણમાં સામગ્રી વિદ્યમાન હોવાથી, મને જ્યાં જ્યાં જરૂર લાગી ત્યાં ત્યાં, મૂળ પ્રકરણમાં કે એની પાદમાં મેં મોકળે મને એ સામગ્રી આ ગ્રંથમાં રજૂ કરી દીધી છે.
પઢીનું મોટું દફતર પેઢીના દફતરખાનામાં આ સામગ્રી મોટા પ્રમાણમાં અને એકંદર સારા પ્રમાણમાં સચવાયેલ છે. આ સામગ્રીમાં આશરે પોણાચાર-ચાર વર્ષ જેટલા જૂના દસ્તાવેજો, અઢી વર્ષ જેટલા જૂના ચેપડાઓ, સવા વર્ષ જેટલી જૂની ફાઈલો અને એક વર્ષ જેટલી પ્રોસિડિંગ બુકે છે. એમ કહી શકાય કે, આ દફતર એક રજવાડાના દફતર જેટલું વિશાળ અને વિવિધ ખાતાઓને લગતું છે. મારા કામ માટે એને તપાસતાં તપાસતાં, ક્યારેક તે, મેં એવી મીઠી મૂંઝવણ પણ અનુભવી છે કે, આમાંથી કેટલી સામગ્રીને ઉપયોગ કરવા અને કેટલીને જતી કરવી? પણ છેવટે ગ્રંથને વિષય સ્પષ્ટ અને આધારભૂતરૂપમાં રજૂ થાય, એ માટે અનિવાર્ય લાગી એટલી સામગ્રીની, યથાશક્ય વિવેકદષ્ટિથી, પસંદગી કરીને મેં મારું કામ ચલાવ્યું છે.
પાલીતાણા રાજ્યનું દફતર જેવાની જરૂર આ કામ માટે મને આટલી બધી સામગ્રી સુલભ હોવા છતાં, અને એને મેં આ ગ્રંથમાં મોકળે મને ઉપયોગ કર્યો હોવા છતાં, ક્યારેક ક્યારેક, મારા કથનનું અનુસંધાને મેળવવા અથવા એ કથનની યથાર્થતાની ચકાસણી કરી જોવા માટે, મને એમ લાગ્યા કર્યું છે કે, આ લખાણમાં ખૂટતી કડીઓ શેધી કાઢવા માટે તથા પાલીતાણા રાજ્યનેય ક્યાંક અજાણતાં અન્યાય ન થઈ જાય એટલા માટે, પાલીતાણા રાજ્યના દફતરમાંથી કે કાઠિયાવાડ એજન્સીના દતરમાંથી અમુક સામગ્રી જોવા મળે તે સારું. પણ એજન્સીના દતરમાંની સામગ્રી મેળવવાનું તે લગભગ અશક્ય જેવું હતું, પણ પાલીતાણું રાજ્યના દફતરમાંની મારે જરૂરી સામગ્રી તપાસવાનું કામ મેં, પ્રમાણમાં, સરળ માની લીધેલું. એટલે મેં એ માટે પાલીતાણા તપાસ કરાવી, તે મને જાણવા મળ્યું કે પાલીતાણું રાજ્યના જૂના (એતિહાસિક) દફતરને ભાવનગરના કોઠામાં મૂકવામાં આવ્યું છે. આથી આ અંગે હું ભાવનગર તપાસ કરાવવાનું વિચારતો હતો, એવામાં સમાચાર મળ્યા કે ભાવનગરના કઠામાં મોટી આગ લાગવાથી ત્યાં મૂકવામાં આવેલ દફતરેને ઘણું નુકસાન પહોંચ્યું છે. આ પછી આ સામગ્રી તપાસવાને વિચાર મેં જતો કર્યો. પણ જે આ સામગ્રી જેવાને મને લાભ મળ્યો હોત તો, હું મારું કથન વધુ યથાર્થ રૂપમાં રજૂ કરી શકત. એમ ન થઈ શકયું એનું મને દુઃખ છે.
રખોપાના કરાર - પાલીતાણું રાજ્ય સાથેને સૈકાઓના સતત સંપર્ક અને સંઘર્ષને ખ્યાલ આપતી આ વિપુલ સામગ્રીમાં, તીર્થાધિરાજના તથા યાત્રિકોના રક્ષણ માટે, જુદા જુદા સમયે, કરવામાં આવેલ પાંચ ૨ખાપાના કરારે ખૂબ મહત્વનું સ્થાન ધરાવે છે. એ પાંચ કરારમાંથી પહેલો અને બીજે કરાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org