SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ ગુજરાતી ભાષામાં થયા હતા. એટલે એ આ ગ્રંથના દસમા પ્રકરણના મૂળ લખાણમાં જ આપવામાં આવેલ છે; અને છેલ્લા ત્રણ કરાર અંગ્રેજીમાં થયા હતા, એટલે એનું ગુજરાતી ભાષાંતર આ પ્રકરણમાં મૂળ લખાણમાં અને એ ત્રણેનું અસલ અંગ્રેજી લખાણુ આ પ્રકરણની પાદનેાંધામાં આપવામાં આવ્યું છે. વળી આ પાંચ કરારમાંના પહેલા, ખીજા અને ચેાથા કરારની પૂરેપૂરી છબીઓ અને છેલ્લા પાંચમા કરારના પક્ષકારીની સહીવાળા છેલ્લા પાનાની છખી પણ આ ગ્રંથમાં આપવામાં આવેલ છે. ત્રીજા કરારની છષ્મી એટલા માટે આપી શકાઈ નથી કે, ખરી રીતે, એ પાલીતાણા રાજ્ય અને જૈન સંધ વચ્ચે થયેલ સીધા કરાર ન હતા, પણ બન્ને પક્ષકારાની વાતે અને લીલે સાંભળીને કાઠિયાવાડના પેાલિટિકલ એજન્ટ મેજર આર. એ. કિટિંગે અગ્રેજી ભાષામાં આપેલા વિસ્તૃત ફેસલા હતા. રખેાપાના આ કરારી અને એની આગળ-પાછળ કરવામાં આવેલી મહેનત તથા એના અમલ માટે રાખવામાં આવેલી ખબરદારી આપણને એ વાતના સચેટ ખ્યાલ આપી શકે છે કે, આપણા સંધના પ્રતાપી પૂર્વજો તીર્થભૂમિના હક્કોની, તીધામેાની, જૈન શાસનની પ્રણાલિકાની અને યાત્રિકાની રક્ષા માટે તેમ જ જૈનધર્મની પ્રભાવના માટે, હુંમેશાં, કેટલા બધા સાગ અને સક્રિય રહેતા હતા. યાત્રા-ખહિષ્કારનુ· પ્રકરણ રખાપાના છેલ્લા–પાંચમા કરાર પાલીતાણા રાજ્ય સાથે થયા તે અગાઉ, જૈન સંધની ધર્મશ્રદ્ધા અને તીર્થભક્તિની બહુ આકરી અગ્નિપરીક્ષા થઈ હતી, અને, સદ્ભાગ્યે, એમાં એ સાંગાપાંગ અને સફળતાપૂર્ણાંક પાર ઊતર્યા હતા, તેની વિગતા જાણવા જેવી, અતિહાસિક અને સદાને માટે યાદ રાખવા જેવી છે. સને ૧૮૮૬ ની સાલમાં થયેલેા, વાર્ષિક રૂપિયા પંદર હજારના, ચાલીસ વર્ષની મુદ્દતના, રખેાપાના ચોથા કરાર, તા. ૩૧-૩-૧૯૨૬ ના રોજ, પૂરા થતા હતા, એટલે, પાલીતાણા રાજ્યનુ માનસ જોતાં, હવે પછી એ કેવું રૂપ લેશે એ અંગે શેઠ આણુ ંદજી કલ્યાણજીની પેઢી તેમ જ જૈન સ ંધ ચિંતિત હતાં; અને સુલેહકારક સમાધાન થાય એવા પ્રયત્ને પણ એમના તરફથી વેળાસર હાથ ધરવામાં આવ્યા હતા. પણ આ પ્રકરણે કંઈક જુદું જ રૂપ ધારણ કર્યું અને પાંચમા કરાર થાય તે પહેલાં, તે વખતના કાઠિયાવાડના પેલિટિકલ એજન્ટ મિ. સી. સી. વેાટસને, જૈન સંઘના હિતની ઉપેક્ષા કરતું અને પાલીતાણાના દરબારશ્રીની તરફેણ કરતું વલણુ અખત્યાર કરીને જૈન સઘ સામે જે અક્કડ અને અન્યાયી પગલાં ભર્યાં તે, સરવાળે, જૈન સંધને માટે છૂપા આશીર્વાદરૂપ પુરવાર થયાં હતાં. મિ. વેટસનના આવાં પગલાં સામે આખા દેશના જૈન સધામાં રાષ અને દુઃખની ઘણી ઉગ્ર લાગણી પ્રસરી ગઈ હતી. પેઢીના અને જૈન સંઘના અગ્રણી, વસ્તુસ્થિતિના તાગ મેળવતાં, તરત જ સમજી ગયા કે, આ દઈ બહુ ઘેરું—ગ*ભીર છે, એટલે એના . નિવારણ માટે એવાં જ જલદ પગલાં ભર્યા વગર ચાલવાનું નથી. એટલે બ્રિટિશ સરકારના પ્રતિનિધિએ દાખવેલ આવા એકતરફી અને અન્યાયી વલણ સામે ન્યાય મેળવવા જૈન સંધ કૃતનિશ્ચય બન્યા હાય અને એ માટે દરેક પ્રકારના ભેગ આપવા જાણે એણે કમ્મર કસી હાય, એ રીતે એણે, પેાતાના પ્રાણ સમા પ્યારા શત્રુ ંજય મહાતીર્થની યાત્રાને બહિષ્કાર, તા. ૧-૪-૧૯૬૬ થી, કરવાને નિશ્ચય કર્યો. આ યાત્રા-બહિષ્કાર એવે સજ્જડ અને સંપૂર્ણ હતા કે એ દરમ્યાન એક ચકલુંય પાલીતાણા શહેરમાં જવા પામ્યું ન હતું, એટલું જ નહીં, આ બહિષ્કાર પૂરાં બે વર્ષી અને બે મહિના એટલે કે છવ્વીસ-છવ્વીસ મહિના જેટલા લાંબા સમય સુધી અખંડપણે ચાલુ રહ્યો હતા. જૈન પરપરાની અને જૈન સંઘની સુદીર્ધકાલીન ઘટનાએમાં જેને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001057
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 1
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Shilchandrasuri
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1983
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy