SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ પ્રમાણમાં વધી જવા પામ્યું છે, એ વાત વાચકના ખ્યાલમાં આવ્યા વગર નહીં રહે. જો પાદને ધેામાં આવા બધા પાઠો રજૂ કરવાને બદલે માત્ર સ્થનિર્દેશ કરીને જ મેં સ ંતાષ માન્યા હાત તેા, ગ્રંથનુ કલેવર લગભગ અડધા જેટલું ઓછું થઈ શકત. ગ્રંથને જોવાથી એ વાત તરત જ ધ્યાનમાં આવ્યા વિના નહીં રહે કે, ગ્ર ંથનાં મૂળ પ્રકરણાએ જેટલાં પાનાં રાકમાં છે, એના કરતાં અનેકગણાં વધુ પાનાં જે તે પ્રકરણાની પાદને ધાએ રાકમાં છે ! ગ્રંથનાં પાનાં વધવાનાં હેાય તા ભલે વધે, એની જરાય ફિકર કર્યા વિના, મને પૂરેપૂરો સંતાષ થાય એ રીતે મન ભરીને સંખ્યાબંધ, માહિતીસભર અને લાંખી લાંખી પાદનોંધા મે... આ ગ્રંથમાં આપી છે. એનું કારણુ આ છેઃ આ ગ્રંથને તૈયાર કરવામાં મારી નજર સામે કેવળ ઇતિહાસના નિષ્ણાતા કે સ’શાધકાને જ નહીં પણુ, સાથે સાથે, અને વિશેષ રૂપે, જૈન પરંપરાની તથા તીર્થં રક્ષાની ભાવના અને પ્રવૃત્તિની જિજ્ઞાસા ધરાવતા જૈન સંધના ભાવનાશીલ અને વિદ્યાપ્રેમી વર્ગને પણ રાખેલ છે. શેઠ આણુ છ કલ્યાણુજીની પેઢીના ઇતિહાસનું આ ઢબે આલેખન કરવા પાછળના મારા આશય જૈન સંઘમાં આવી જિજ્ઞાસા જાગ્રત થવા પામે, એવા પણ છે, એ મારે સ્વીકારવું જોઈએ. જૈન સંધના ગૃહસ્થવ, સામાન્ય રીતે, વેપાર-વણજ, હુન્નર-ઉદ્યોગ કે નાકરી-ચાકરી જેવા અર્થાપાનના ક્ષેત્રમાં જ કામ કરતા હાય છે, એટલે એ આવા સ્થળનિર્દેશથી સૂચિત કરેલ ગ્રંથાને મેળવીને જે તે પાઠે વાંચવા-તપાસવાની તકલીફ્ લે, એવી અપેક્ષા એમની પાસેથી ભાગ્યે જ રાખી શકાય. અને કાઈને એવી જિજ્ઞાસા થઇ આવે તાપણ એવું બધું સાહિત્ય, જુદાં જુદાં સ્થાનેમાંથી, એકત્ર કરીને એને ઉપયોગ કરવાના અવકાશ પણ એમને જવલ્લે જ મળવા પામે, તેથી તે મારા કહેવાના મુદ્દાને ત્યારે જ સારી રીતે જાણી શકે કે, જ્યારે એવી બધી સામગ્રી એમની સામે મેાજૂદ હાય. પાદનેધામાં આપવાની માહિતી, જે તે અંકવાળા પેજમાં આપવાને બદલે, દરેક પ્રકરણને અંતે આપી છે, તે એટલા માટે કે, જેને મૂળ પુસ્તકનુ લખાણ જ વાંચવું હોય અને પાદનોંધા વાંચવાની તસ્દી ન લેવી હાય, તેઓ તેમ સહેલાઈથી કરી શકે. આ ગ્રંથમાં આવી બધી સામગ્રી ખૂબ વિસ્તારપૂર્વક આપી દેવામાં મારા એક લાભ એ પણ છે કે, જૈન શાસનની પરંપરા કેવી ઊજળી, ગૌરવવંતી અને મહિમાવંતી છે અને એનુ રક્ષણ અને પાષણુ કરનારા કેવા કેવા ધર્માત્મા અને પ્રતાપી મહાપુરુષો આપણા શ્રીસ ધમાં થઈ ગયા છે, એને પણ કેટલાક ખ્યાલ, આ ગ્રંથનું વાચન કરતાં કરતાં, આપણા શ્રીસંધને સહજ ભાવે આવે. આ ષ્ટિએ તેમ જ આ ગ્રંથનુ. વાચન કંઈક રોચક બને એ દૃષ્ટિએ મેં આમાં કેટલીક ધર્મ કથાઓ પણ આપી છે, જે વાચકાને માટે વિશેષ રુચિકર બનશે એવી મને આશા છે. વળી, અત્યારે જે સૌંસ્થા આપણા પરમ પવિત્ર શ્રી શત્રુંજય મહાતીર્થને સભાળી રહેલ છે તે, શ્રી જૈન શ્વેતાાંબર મૂર્તિપૂજક સૌંધના પ્રતિનિધિ તરીકે, શેઠ આણુંદજી કલ્યાણજીની પેઢીને પાલીતાણા રાજ્યના સતત સપર્કમાં રહેવું પડતું હતું અને તેથી, કેટલીય વાર, આ મહાતીર્થ ને લગતા જૈન સંઘના હુક્કાની, તીથૅ ઉપરનાં સંખ્યાબંધ જિનમદિરાની તથા દેશના દૂરના તથા નજીકના પ્રદેશામાંથી તીર્થની યાત્રા માટે, દર વર્ષે, હજારાની સંખ્યામાં આવતાં ભાવિક યાત્રિકાના જાન-માલની રક્ષા અને સલામતી માટે પાલીતાણા રાજ્ય સાથે સ ંધ માંય ઊતરવું પડતું હતું. અને પાલીતાણા રાજ્ય સાથેના પેઢીના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001057
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 1
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Shilchandrasuri
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1983
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy