________________
ܢ
હકીકત પણ એમ સૂચવે છે કે, આ કામ મારા માટે કેટલું બધું મુશ્કેલ પુરવાર થયું છે; અને એની મજલ કાપવામાં મારી ગતિ કેટલી બધી મદ રહી છે! આટલા લાંબા સમય પછી પણ હજી અને પહેલા ભાગ જ તૈયાર થઈ શકયો છે !
આ ગ્રંથ પ્રકાશિત થઈ રહ્યો છે, તે વખતે એના મુખ્ય પ્રેરણાસ્થાન સમા શ્રેષ્ઠિરત્ન કસ્તૂરભાઈ લાલભાઈનું મને વિશેષ સ્મરણ થઈ આવે અને અત્યારે તે વિદ્યમાન નથી. એ હકીકતથી ચિત્ત વિષાદપૂર્ણ બની જાય એ સ્વાભાવિક છે. મને થાય છે કે, આ ગ્રંથના પ્રકાશન વખતે તેઓશ્રી આપણી વચ્ચે મેાજૂદ હેાત તા, આ જોઈને, એમને કેટલા બધા આનંદ અને મને કેટલે બધા સાષ થાત ! પણ કુદરતને એ મંજૂર ન હતું, ત્યાં ખીજો શા ઉપાય? આમ છતાં, આવા વિષાની ઘેરી લાગણી વચ્ચે પણ, મારા માટે એટલી વાત થાડેાક સંતાષ આપનારી બની કે, આ ગ્રંથનાં તેર પ્રકરણા સુધીનું લખાણ તૈયાર થયા પછી, ( પાદનેાંધા વગરનુ`) એ લખાણુ મેં એમને વાંચવા માકલ્યું હતું; અને એ વાંચીને એમણે, એ લખાણ અંગે પેાતાનેા હું અને સ ંતાષ દર્શાવ્યા હતા; એટલું જ નહીં પશુ, આ ગ્રંથ અને એના મુદ્રણુ અંગે મારે કંઈ પૂછપરછ કરવી હેાય, કે સલાહ લેવી હાય તા, મે” એ માટે એક સમિતિ રચવાની વિનંતિ કરી હતી; તેથી મારી આ વિનતિ માન્ય રાખીને સસ્થાના ટ્રસ્ટી મ`ડળે (૧) શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈ, (૨) શેઠશ્રી નરાત્તમદાસ મયાભાઈ અને (૩) શેઠશ્રી આત્મારામભાઈ ભાગીલાલ સુતરીઆએ ત્રણ સભ્યાની સમિતિ પણ નીમી હતી. શેઠશ્રીએ મારા લખાણુ પ્રત્યે વ્યક્ત કરેલા સંતાષ અને આ સમિતિમાં તેએએ પેાતે રહેવાનુ માર કર્યું', આ બન્ને ખીના મારા માટે વિશેષ પ્રેરણારૂપ અને આનંદપ્રદ પુરવાર થઈ છે એમાં શક નથી.
આ ગ્રંથ અંગે કઈક
અત્યાર સુધીમાં આ ગ્રંથનાં તેર પ્રકરણ લખાયાં છે, અને એમાંનાં દસ પ્રકરણ, ખૂબ વિસ્તૃત અને સંખ્યાબંધ પાદનોંધા સાથે, આ પહેલા ભાગમાં આપવામાં આવ્યાં છે. ઇતિહાસલેખનની પદ્ધતિ ( Techinique ) ને મને અભ્યાસ નથી; અને વિદ્યાર્થી અવસ્થામાં ઇતિહાસના વિષય મને માથાના દુઃખાવા જેવા અપ્રિય લાગતા હતા ! આમ છતાં, કયારેક કયારેક, કોઈક વિદ્યાકા" નિમિત્તે કે અમુક ઐતિહાસિક જિજ્ઞાસાથી પ્રેરાઈને, ઇતિહાસવિશારદાએ લખેલ પ્રથાને જોવા-વાંચવાને મને જે કંઈ અપ-સ્વપ્ અવસર મળ્યો, તે ઉપરથી હું એટલું તા સમજી શકયો છું કે, કોઈ પણ વિષયનુ અતિહાસિક નિરૂપણુ કરવું. હાય તા તેના પાયાના સિદ્ધાંત છે. “નામૂર્ણ હિતે નિશ્ચિત ’’–આધાર વગર કશું જ લખી શકાય નહી. એ. અર્થાત્ પ્રત્યેક વાત, વિધાન કે પ્રસંગના સમર્થનમાં, પુરાવારૂપે, અન્ય ગ્રંથૈા વગેરેની સાક્ષી ટાંકવી જ જોઈએ. ઇતિહાસશાસ્ત્રના પ્રણેતાઓએ માન્ય કરેલી પદ્ધતિ પ્રમાણે, પુરાવા કે સાક્ષીરૂપે રજૂ કરવાનાં લખાણાના ઉતારા આપવાના બદલે, જે તે લખાણાના સ્થળનિર્દેશ કરવા જ પૂરતા ગણાય છે. અને આમ કરવાથી ગ્ર ંથનું કલેવર વધી જવા પામતું નથી, પણુ મર્યાદામાં રહે છે, એ માટા લાભ છે.
પણ મારે અહીં એ કબૂલ કરવું જોઈએ કે, પાદનાંધામાં માત્ર જે તે પાડાના સ્થળનિર્દેશ જ કરવાની ઇતિહાસકારોએ માન્ય કરેલી આ પદ્ધતિને હું, જાણી-જોઈને જ અનુસર્યાં નથી; એટલે જે તે વાત, વિધાન કે પ્રસંગના સમર્થનમાં મેં, અન્ય ગ્રંથા વગેરેમાંથી મળી આવતા, સવિસ્તર પાઠાના પાડ઼ા જ, સ્થળનિર્દેશ સાથે, આ ગ્રંથમાં આપી દીધા છે. આમ કરવાથી આ ગ્રંથનું કલેવર સારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org