________________
પ્રસ્તા વ ના
(લેખકનું નિવેદન) શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના ઇતિહાસને પહેલે ભાગ પ્રગટ થઈ રહ્યો છે, ત્યારે હું કંઈક આવી લાગણી અનુભવું છુંઃ કાઈ પાંગળા માણસ, પોતાના કામની મુશ્કેલી જાણવા છતાં, પહાડ ચડવાની જવાબદારી લઈ બેસે અને, ડીક ડીક મજલ કાપતે કાપો, લાંબે વખતે, પહાડની અરધી કરતાં વધારે ઊંચાઈ સુધી પહોંચી જાય ત્યારે એ જે થોડીક નિરાંત અને શેડોક હાશકારો અનુભવે, કંઈક એવી લાગણું હું અનુભવું છું. અને હજી આ ગ્રંથને બીજો ભાગ પૂરો કરીને ગ્રંથની, મારી સામાન્ય સમજણ અને ધારણા મુજબ, સાંગોપાંગ પૂર્ણાહુતિ કરવી બાકી છે, એ વિચાર મારા મનમાં કંઈક એવી વિમાસણ જરૂર જણાવે છે કે, ઉંમરના વધવા સાથે ઘટતી જતી કાર્યશક્તિને કારણે, બાકીની મજલ મારાથી ક્યારે અને કેવી રીતે પૂરી કરી શકાશે ? પણ, આવી વિમાસણને કારણે, બાકીનું કામ પૂરું થવા અંગે મને વિશેષ નિરાશા કે ગભરામણ એટલા માટે નથી થતી કે, બાકીના લેખનકાર્યમાં આશરે ત્રીજો ભાગ લખાઈ ગયો છે, અને તે સિવાયનાં પ્રકરણને લગતી સામગ્રીમાંથી મોટા ભાગની સામગ્રી તપાસીને એની કાચી ને કરી લીધેલ છે. બાકી તે, ખરી રીતે, આ કામ ભગવાનનું જ છે અને એમની અસીમ કૃપાથી જ આટલું કામ થઈ શકયું છે; અને બાકીનું કામ પણ એની અદશ્ય કરુણાથી જ પૂરું થઈ શકવાનું છે. એટલે, ખરી રીતે, આમાં હું તે માત્ર એક સાવ સામાન્ય નિમિત્તરૂપ જ છું. આવા કામનું નિમિત્ત બનવાની મને તક મળી, એને મને હર્ષ છે અને એને હું મારું સદ્ભાગ્ય માનું છું,
યશના સાચા અધિકારી આ ગ્રંથના લેખનમાં હું જે કંઈ કામ કરી શકો છું, તે માટે હું સૌથી પહેલાં પરમકૃપાળુ પરમાત્માને માટે ઉપકાર માનું છું. અત્યારે આ ગ્રંથને પહેલો ભાગ પ્રગટ થઈ રહ્યો છે, તેને સંપૂર્ણ યશ, શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના શાણા, દૂરદશી અને પ્રભાવશાળી પ્રમુખ અને જૈન સંઘના આ યુગના મુખ્ય અગ્રણી શ્રેષ્ટિવર્ય કસ્તૂરભાઈ લાલભાઈને જ ઘટે છે, એમ મારે, કૃતજ્ઞભાવે, કહેવું જોઈએ.
આ કામની જવાબદારી લેવા માટે તેઓશ્રીએ મને એવા મમતાભાવપૂર્વક આદેશ કર્યો કે, આ કાર્યની જટિલતા અને એ માટેની મારી અશક્તિ અને અગ્રતાને મને પૂરેપૂરે ખ્યાલ હેવાથી, એ લેવાની મારી બિલકુલ તૈયારી નહીં હોવા છતાં, હું એને ઇનકાર ન કરી શક્યો, અને છેવટે, છ-આઠ મહિનાની આનાકાનીને અંતે, એમના આદેશને માથે ચડાવીને કામની શરૂઆત પણ તા. ૧-૪-૧૯૭૪ થી કરી દીધી. એ વાતને આજે આશરે નવ વર્ષ જેટલો સમય થઈ ગયું. આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org