________________
તીર્થાધિરાજ શ્રી શત્રુંજય (૨) વહીવટ અને વિસ્તાર
વાદનાં સ્થાપત્યોની મુલાકાત લીધી હતી, એમાં ચિંતામણિના જિનપ્રાસાદના ભગ્ન અવશેષ જઈને, એનું વર્ણન કરતાં, એમણે લખ્યું હતું કે
“Ahmedabad being inhabited also by a great numbers of heathens, there are Pagods or idol-temples in it. That which was called the Pagod of Santidas was the chief, before Aurangzeb converted it into a mosque. When he performed that ceremony he caused a cow to be killed in the place, knowing very well that, after such an action, the gentiles, according to their law, could worship no more therein. All round the temple there is a cloister furnished with lovely cells, beautified with figures of marble in relief, representing naked women sitting after the oriental fashion. The inside roof of the mosque is pretty enough and the walls are full of the figures of men and beasts; but Aurangzeb, who hath always made a show of an affected devotion, which at length raised him to the throne, caused the noses of all these figures, which added a great deal of magnificence to that mosque, to be beat off.”
---Studies in the History of Gujarat, p. 57. અર્થાત–“ અમદાવાદમાં ધણુ મૂર્તિપૂજક (યહૂદી, ખ્રિસ્તી અને ઇસ્લામ ધર્મથી જુદા ધર્મના અનુયાયીઓ) પણ વસતા હેવાથી એમાં પેગડા કે મૂતિઓવાળાં મંદિરે છે. એમાં, જે મંદિર શાંતિદાસના મંદિર તરીકે ઓળખાતું હતું તે, ઔરંગઝેબે એને મરિજદમાં ફેરવી નાખ્યું તે પહેલાં, બધાંમાં મુખ્ય હતું. જ્યારે એણે આ વિધિ કર્યો ત્યારે એણે એ
સ્થાનમાં એક ગાયની કતલ કરાવી હતી, કારણ કે, એ બરાબર જાણતા હતા કે, આવું કૃત્ય કર્યા પછી એ અનાર્યો (જૈન), એમના નિયમ મુજબ, એમાં પૂજા નહીં કરી શકે. મંદિરની ચારે બાજુ સુંદર એારડીએ (દરી) ધરાવતા મઠ (એક) હતા. અને આરસની કલાકતિઓથી એ દેરીઓ શોભાયમાન લાગતી હતી. આ કલાકૃતિઓ પૌરા પદ્ધતિમાં બેઠેલી (પલાંઠી વાળેલી), નગ્ન સ્ત્રીઓનું પ્રતિનિધિત્વ કરતી હતી. (થેનેટે પણ, મેન્ડેલઑની જેમ, તીર્થકરોની, પદ્માસનસ્થ પ્રતિમાઓને, ભૂલથી નગ્ન સ્ત્રીઓની બેઠેલી મૂર્તિઓ માની લીધી હતી.) મંદિરની અંદરની છત ખૂબ સુંદર છે અને એની દીવાલો માનવીઓ અને પશુઓનાં શિથી ભરેલી છે. પરંતુ ઔરંગઝેબ, કે જેણે હમેશાં દાંભિક ધર્મશ્રદ્ધાને દેખાવ કર્યો હતો અને એને લીધે છેવટે જે સિંહાસને બેસી શક્યો હતો, એણે મંદિરની ભવ્યતામાં ઘણે બધે વધારે કરતી આ આકૃતિઓનાં નાક ખંડિત કરાવી નાખ્યાં હતાં.”
-સ્ટેડિઝ ઈન ધી હિસ્ટરી ઓફ ગુજરાત, પૃ. ૫૭. આ મંદિર ખંડિત થયું એ પહેલાં જર્મન પ્રવાસી શ્રી મેન્ડેલરલેએ એની મુલાકાત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org