________________
શેઠ આ૦ કરની પઢીને ઈતિહાસ લઈને કરેલું એનું વર્ણન જેમ એ જિનાલયની ભવ્યતાને ખ્યાલ આપે છે, તેમ ફ્રેંચ
પ્રવાસી શ્રી થેવેનટે, એ જિનાલયના ભગ્ન અવશેષોનું અવલોકન કર્યા પછી, કરેલ આ વન પણ. આ જિનાલયની ઉરચ કેટીના શિ૯૫-સ્થાપત્યની કલાને સમજવા માટે એટલું જ મહત્વનું છે.
સને ૧૬૩૮થી ૧૬ ૬૬ સુધીના અઠ્ઠાવીસ વર્ષ જેટલા, પ્રમાણમાં, ટૂંકા કહી શકાય એવા ગાળામાં, બે વિદેશી પ્રવાસીઓએ પોતે નિહાળેલ ગુજરાતનાં અને ખાસ કરીને અમદાવાદ શહેરના વિશિષ્ટ સ્થાપત્યની જે પ્રવાસ કરી હતી, એમાં ચિંતામણિ પાર્શ્વનાથના જિનપ્રાસાદની એમણે આવી પ્રશંસાત્મક નોંધ કરી, એને એક સુયોગ જ લેખો જોઈએ. એ બન્ને પ્રવાસી મહાનુભાવોની આ ધેનું જેમ સાંસ્કૃતિક મૂલ્ય છે, તેમ એનું ઐતિહાસિક મૂલ્ય પણ છે, એ કહેવાની જરૂર નથી.
નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીની રાજક્ત વર્ગ અને પ્રજામાં પ્રવર્તતી પ્રભાવકતાને વિશેષ ખ્યાલ તે એ હકીકત ઉપરથી. પણ આવી શકે છે કે, વિ. સં. ૧૭૦૧ની સાલમાં, શ્રી ચિંતામણિના દેરાસર જેવા ધર્મસ્થાનને નષ્ટ-ભ્રષ્ટ કરનાર, ખુદ ઔરંગઝેબે જ, જ્યારે એ બાદશાહ થયે ત્યારે (સંવત ૧૭૧૫ની સાલમાં ), શત્રુજ્ય વગેરે તીર્થોની માલિકીનું પિતાના પૂર્વજોએ આપેલ ફરમાન નગરશેઠ શ્રી શાંતિદાસને જારી કરી આપ્યું હતું. આ
ફરમાન અત્યારે પણ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી પાસે સુરક્ષિત છે. ૧૭. મેગલ સમ્રાટ અકબર, જહાંગીર, શાહજહાં, મુરાદાબક્ષ અને ઔરંગઝેબ—એ પાંચે બાદ
શાહએ શ્રી શત્રુંજય તીર્થ વગેરેના માલિકીહક્કો શ્રીસંઘને અર્પણ કર્યા એ સંબંધી કલ નવ ફરમાન ઉપલબ્ધ થયાં છે. તેમાં એક બાદશાહ અકબરનું, બે બાદશાહ જહાંગીરનાં. બે બાદશાહ શાહજહાંનાં, બે મુરાદબક્ષના અને બે ઔરંગઝેબનાં છે. આમાંનાં સાત ફરમાને શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી પાસે છે અને બાકીનાં બે ફરમાનેમાંનું એક પૂજ્ય મુનિરાજ શ્રી વિદ્યાવિજયજીએ લખેલ “સૂરીશ્વર અને સમ્રાટ' પુસ્તકમાં આપવામાં આવેલ છે અને બીજું
કરમાન શ્રી એમ. એસ. કેસિસેરિયેટે લખેલ “Imperial Mughal Farmans in - Gujarat માં છાપવામાં આવ્યું છે. આ બધાં ફરમાનેના ફોટા અને એને અનુવાદ
આ પુસ્તકના “શ્રી શત્રુંજય મહાતીર્થ સંબંધી બાદશાહી ફરમાન ” નામે તેરમા પ્રકરણમાં
આપવામાં આવેલ છે. 92. "The Chieftain of Palitana and his possession are tributary to the Gaekvar, not to the British Government."
–R. Barnewell, D. 20–12–1820.
(પેઢીનું દફતર ૧૩, ફાઈલ નં. ૧૧૪) ૧૮. પાલીતાણું રાજ્ય સાથે વિ. સં. ૧૭૦૭ની સાલમાં રખેપાને પહેલે કરાર કરવામાં ન આવ્યો, તેમાં પણ નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીએ જે દૂરંદેશી વાપરીને અગમચેતી દાખવી
હતી, તે ખાસ ધ્યાન ખેંચે એવી તેમ જ એમની ભવિષ્યને પારખવાની શક્તિને ખ્યાલ આપે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org