SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ શેઠ આ૦ કરની પેઢીને ઈતિહાસ એમના “ગુજરાતનું પાટનગર અમદાવાદ ”નામે પુરતકમાં કર્યો હતે; ઉપરાંત શ્રી એમ. એસ. કેમિસેરિયેટ પણ એમના “સ્ટડીઝ ઇન હિસ્ટરી ઓફ ગુજરાત” અને “હિસ્ટરી ઓફ ગુજરાત ” ભાગ બીજે–એ નામે પુસ્તકમાં કર્યો હતો. પણ પછીથી ૮૬ થકની એ પ્રશસ્તિ એવી રીતે ખોવાઈ ગઈ છે કે હજી સુધી એ ઉપલબ્ધ થઈ શકી નથી. આમ છતાં, સદ્ભાગ્યે, જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ” પૃ૦ ૫૬૯માં કરવામાં આવેલ એક નેધ ઉપરથી એમ જાણવા મળે છે કે, આ પ્રશસ્તિની એક અશુદ્ધ નકલ રોયલ એશિયાટીક સોસાયટીની મુંબઈ શાખામાં સચવાયેલી છે. તેને નંબર “વે નં. ૧૫૬” છે. તેની નકલ મેળવવાને પ્રયત્ન ચાલુ છે, અને તે મળી જશે એવી આશા છે. આ પ્રશસ્તિની રચના થયા પછી ચારેક વર્ષે શાહજાદે ઔરંગઝેબ ગુજરાતને સૂબો નિમાયે. જેન સંધનું આ ભવ્ય મંદિર એ ધર્મઝનૂની રાજકુમારની આંખે ચઢી ગયું અને એણે એ મંદિરને ખંડિત અને અપવિત્ર કરીને તેમ જ એની અંદર એક ગાયને વધ કરાવીને એને મજિદમાં ફેરવાવી નાંખ્યું. અને એમાં મહેરાબો ગોઠવીને એને મરિજદનું પૂરેપૂરું રૂપ આપવા સાથે એની અંદર ફકીરને પણ વસાવ્યા. “મિરાત-ઈ-અહમદી ”માં જણાવ્યા મુજબ, ઔરંગઝેબે આ મજિદને “કૌવત-અલ-ઈસ્લામ” (ઇસ્લામની તાકાત) એવું ગુમાનસૂચક નામ પણ આપ્યું હતું. આ બનાવ વખતે અમદાવાદમાં કોમી હુલ્લડ પણ થયું હતું અને નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરી અને જૈન સંઘને દુઃખની કોઈ અવધિ રહી ન હતી. જિનાલયની આ ભાંગફેડ વખતે કેટલીક પ્રતિમાઓને કુનેહપૂર્વક બચાવીને ઝવેરીવાડમાં લઈ આવવામાં આવી હતી. શ્રી શાંતિદાસ શેઠની હયાતિમાં જ આ દુર્ઘટના બની હતી અને તેઓનું દિલ્લી દરબારમાં સારું એવું ચલણ હતું. આમ છતાં એમણે, કેટલેક વખત શાંત રહેવામાં જ શાણપણ માન્યું અને ત્રણેક વર્ષ બાદ એ અંગે બાદશાહ શાહજહાંનું ધ્યાન દોરીને પિતાને ન્યાય આપવાની માગણી કરી. આ કાર્યમાં અમદાવાદના મુલ્લાં અબ્દુલ હકીમે પણ શ્રી શાંતિદાસ શેઠને સારી સહાય કરી હતી. પિતાને આ વાતની જાણ થતાં તરત જ બાદશાહ શાહજહાંએ શાહજાદા ઔરંગઝેબને સૂબા તરીકે તરત જ દૂર કર્યો અને એ જિનપ્રાસાદ શ્રી શાંતિદાસને સુપરત કરવાનું શાહી ફરમાન સને ૧૬૪૮ (વિ. સં. ૧૭૦૪)માં આપ્યું. એમાં મંદિરમાં જે કંઈ ભાંગફોડ થઈ હોય તે રાજ્યના ખચે સમી કરાવી આપવાનું, ફકીરોને હાંકી કાઢવાનું અને મહેરાબાને દૂર કરવાનું જણાવવામાં આવ્યું હતું. આ રીતે આ જિનાલય પાછું મળ્યું એ કેવળ નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીના પ્રભાવને કારણે જ, એમાં શક નથી. પણ, કમનસીબે, મસ્જિદમાં ફેરવાઈ ગયેલ અને ગાયના વધથી અપવિત્ર થયેલ એ સ્થાનમાં ફરીથી જિનમંદિર ચાલુ ન થઈ શકયું ! જે એ ફરી ચાલુ થયું હોત તે, એ જૈન સંઘને માટે ગૌરવરૂપ અને નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીની કાર્યશક્તિ અને ધર્મ ભક્તિ સંબંધી એક અમર કીર્તિગાથારૂપ બની રહેત, એમાં શક નથી. ઔરંગઝેબે સને ૧૯૪૫ (વિ. સં. ૧૭૦૧)માં આ જિનપ્રસાદને ખંડિત અને ભ્રષ્ટ કરીને એને મસ્જિદમાં ફેરવી નાખે, ત્યાર પછી ૨૧ વષે, સને ૧૬૬૬ (વિ. સં. ૧૭૨૨)માં એમ. ડી. થેલેનેટે (M. D. Theyenot) નામે એક ફ્રેંચ મુસાફરે અમદા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001057
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 1
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Shilchandrasuri
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1983
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy