SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ તીર્થાધિરાજ શ્રી શત્રુંજય (૨) વહીવટ અને વિસ્તાર લે with a large number of cells, in each of which was placed a statue in white or black marble. ... ...Some of the cells had three statues in them, namely, a large one between two smaller ones. At the entrance to the temple stood two elephants of black marble in lifesize and on one of them was seated an 'effigy of the builder. The walls of the temple were adorned with figures of men and animals. At the further end of the building were the shrines consisting of three chapels divided from each other by wooden rails. In these were placed marble statues of the Tirthankars with a lighted lamp before that which stood in the central shrine.” —Mandelslo's Travels in Western India, pp. 24-25. અર્થાત્—“ વાણિયાનું મુખ્ય દેવાલય એની પુરાતન ભવ્યતાથી સભર હતુ, અને જે સ્થાપત્ય (એ વખતે) જોઈ શકાતાં હતાં એમાં, નિઃશંકપણે એ સર્વોત્તમ હતું. એ વખતે એ નવું બનેલું હતું, કારણ કે, હું ત્યાં ગયા એ વખતે એની સ્થાપના કરનાર શાંતિદાસ, જે ધનવાન વાણિયા અને વેપારી હતા, તે હયાત હતા. એ મંદિર વિશાળ આંગણાની વચ્ચે ખડું હતું; અને એની ચારે તરફ સાદા પથ્થરની ઊંચી દીવાલ બનાવવામાં આવી હતી, આ દીવાલની અંદરના ભાગમાં ચામેર, યુરાપના ક્રિશ્ચિયન મઠામાં હોય છે એવી, ધણી આરડીએ (દેરીઆ ) હતી. અને દરેક દેરીમાં સફેદ અથવા શ્યામ આરસની મૂર્તિ હતી. કેટલીક દેરીઓમાં તેા બે નાની મૂર્તિ એની વચ્ચે એક મેાટી મૂર્તિ— એમ ત્રણ મૂર્તિ એ હતી. મંદિરના પ્રવેશદ્વારની બન્ને બાજુએ, કાળા આરસમાંથી ઘડેલ, પૂરા કદના, બે હાથી મૂકેલા હતા. અને એમાંના એક ઉપર મંદિર બંધાવનારની પ્રતિમા એસારવામાં આવી હતી. મદિરની દીવાલા માનવીએ અને પશુઓનાં શિલ્પાથી સુશોભિત કરવામાં આવી હતી. આ ઈમારતના દૂરના છેડે, લાકડાના કઠેડાથી જુદી પાડેલી, ત્રણ દેવકુલિકાઓ હતી; અને એમાં તીર્થંકરાની આરસની પ્રતિમા બિરાજમાન કરેલી હતી; અને વચ્ચેની દેવકુલિકામાં પધરાવેલ પ્રતિમાની સામે દીપક પ્રગટાવવામાં આવ્યા હતા.” મેન્ડેલસ્લાઝ ટ્રાવેલ્સ ઇન વેસ્ટર્ન ઇન્ડિયા, પૃ૦ ૨૪૨૫. ... ... પ્રતિષ્ઠા થયા પછી બે દાયકા કરતાં પણુ ઓછા વખતમાં જ આ મન્દિર ખ ંડિત થયું અને, સમયના વહેવા સાથે, એ નામશેષ બની ગયું, એવી સ્થિતિમાં શ્રી મેન્ડેલસ્લાએ આ વિશાળ જિનપ્રાસાનું પ્રત્યક્ષ અવલાકન કરીને કરેલુ આ વર્ણન એની ભવ્યતા, વિશાળતા અને સુંદરતાની સાક્ષી પૂરતા દસ્તાવેજી લેખ જેવું મહત્ત્વનું બની ગયુ' છે, એમાં શક નથી. Jain Education International દેરાસરની પ્રતિષ્ઠા થયા પછી પદરેક વર્ષે, વિ॰ સં૦ ૧૬૯૭માં, એની લાંખી પ્રશસ્તિ રચવામાં આવી હતી. છએક દાયકા પહેલાં તા આ પ્રશસ્તિની નકલ એક જ્ઞાનભંડારમાંથી, પુરાતત્ત્વાચા શ્રી જિનવિજયજીને મળી હતી; અને એના ઉપયોગ શ્રી રત્નમણિરાવ ભીમરાવે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001057
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 1
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Shilchandrasuri
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1983
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy