SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ વનમાનવને સ્નેહસંતુ એટલામાં એમણે સામેથી રાજષિ સેમચંદ્રને આવતા જોયા એટલે એ બધી ત્યાંથી પલાયન કરી ગઈ! તાપસના તપને તાપ એ જીરવી ન શકી, અને એમનાં આદર્યા અધૂરાં રહી ગયાં ! આ તરફ વલ્કલચીરી આવીને જુએ તે પેલા તાપસે, (વેશ્યાઓ) ત્યાં ન મળે. એ તો મૂંઝાઈ ગયે અને મંડયો પિતાને સૂઝી તે દિશામાં ચાલવા! હવે એને પિતાને તાપસ-આશ્રમ અકારે થઈ પડ્યો હતો ! એનું મન તે પેલા મીઠા-મધુરા મેંદકવાળા આશ્રમ માટે તલસી રહ્યું હતું. ચાલતાં ચાલતાં એને એક રથવાળો મળે. વલ્કલચીરીએ રથવાળાને બે હાથ જોડ્યા. રથવાળાએ એને પૂછ્યું: ઋષિકુમાર, તું ક્યાં જાય છે ?” મારે પિતન આશ્રમમાં જવું છે.' વલ્કલચીરીએ કહ્યું. મારે પણ ત્યાં જ જવું છે.” કહીને રથવાળાએ વલ્કલચીરીને રથમાં બેસાડી દીધું. પિતનપુરને પિતનઆશ્રમ કહેનાર ઋષિપુત્ર એને ભલે-ભેળે લાગ્યું. રથમાં એક સ્ત્રીને જોઈને વલ્કલચીરીએ કહ્યું: “તાત! તમને વંદન કરું છું.' પતિ-પત્ની સમજ્યાં કે દુનિયાદારીથી સાવ અબૂઝ એ કઈ રષિપુત્ર લાગે છે ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001056
Book TitlePadmaparag
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year1974
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy