________________
પાપગ
પછી વેશ્યાના માદક અને મૃદુ ઉરપ્રદેશને સ્પશીને વલ્કલગીરીએ પૂછયું: “હે તાપસ! તમારા હૃદય ઉપર આવાં બે ઉન્નત ફળે ક્યાંથી આવ્યાં ?”
વેશ્યાઓથી હસ્યા વગર ન રહેવાયું છે કે મૂઢ! સાવ અબૂઝ ! નર્યો પશુ જ !
અવસર પારખીને એક વેશ્યાએ કહ્યું : “આ બધે અમારા આ અદ્ભુત ફળને જ પ્રભાવ. તમે પણ એ જ ખાઓ અને અમારા જેવા બની જાઓ! અમારા આશ્રમમાં તે એના ઢગના ઢગ ભર્યા છે! બન્યું આવા વેરાન જંગલમાં વસવાથી અને સયું આવાં રસહીન ફળ-કંદ ખાવાથી ! મુનિ કુમાર, ચાલે અમારા આશ્રમમાં !”
વલ્કલચીરી બરાબર વશ થઈ ગયો હતે. આવી લાગણી અને આવી મમતા એણે જન્મ ધરીને કદી અનુભવી ન હતી.
વેશ્યાઓને લાગ્યું કે આપણું કામ ફતેહ થયું.
વલ્કલગીરીમાં જાણે ધીમે ધીમે કળિયુગ પ્રગટવા માંડ્યો. એણે વિનવણીભર્યા સ્વરે કહ્યું : “ભલા તાપસે ! તમે જરા અહીં ભે! હું આ ઉપકરણે સંતાડીને હમણાં જ છાનામાને અહીં આવું છું. મારે તમારી સાથે તમારા આશ્રમમાં આવવું છે.”
વલ્કલગીરી ગયે અને વેશ્યાઓ રાહ જોતી ઊભી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org