SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ વનમાનવને સ્નેહસંતુ અને વિચિત્ર રહેણીકરણીનાં મૂળ ન સમજાતાં. કેઈક તે મજાકમાં એમ પણ કહેતું કે આ તે આંબાની ડાળે બાવળિયું ઊગ્યું ! આવો હતો વલ્કલચીરી! પણ એને દુનિયાની વાતોની કે પિતાના ઉપહાસની કશી અસર ન થતી; એને એની કશી ખેવના જ ન હતી. જેમ ભૂત-પ્રેત કે મંત્ર-તંત્રની વાત માનવીના અંતરને કામણ કરી જાય છે, તેમ જે કઈ વટેમાર્ગુ એ તાપસ આશ્રમમાં જતા તે વલ્કલચીરીની ચિત્રવિચિત્ર વાતે પિતાની સાથે લઈ જતા. વલ્કલચીરી જાણે કેઈ અદ્દભુત વાર્તાનું અદ્ભુત પાત્ર બની ગયે ! બાળ રાજા પ્રસન્નચંદ્ર હવે મોટા થયા હતા અને પિતનપુરનું રાજ્ય સારી રીતે સંભાળતા હતા. સુખી અંતઃપુર અને ધમ અંતઃકરણઃ રાજવીના સંસારવ્યવહારને રથ આ બે પૈડાં ઉપર સુખપૂર્વક ચાલ્યા જતે હતે. ક્યારેક વલ્કલચીરીની વાત વહેતી વહેતી રાજા પ્રસન્નચંદ્રના કાને પહોંચી ગઈ. લેકે તે કેવી કેવી વાતે લાવતા હતા ! કઈ એને જંગલી કહેતું, કેઈ જનાવર કહેતું, તો વળી કઈ એને નરપશુ કહીને બિરદાવતું ! સાંભળનારા હેરત પામી જતા ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001056
Book TitlePadmaparag
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year1974
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy