SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ પધપાગ અક્કલવાળા પ્રશ્ન પૂછી બેસતાઃ “આવું તે ક્યાંય દીઠું છે? સાવ બનાવટી વાત ! માનવ તે વળી પશુ બને ખરે? અને તેય રાજબીજ ઊઠીને આવાં કૌતુક કરે અને આવાં ગાંડાં કાઢે એ કેમ કરી માની શકાય ? ” અને છતાંય વાત એવી શતમુખે આવતી કે એને નકાર ન ભણી શકાતે. રાજા પ્રસન્નચંદ્રના અંતરને એ બધી વાતે હચમચાવી રહી. રાજાના હૈયામાં વિમાસણ, અચરજ અને વિષાદનું ઘમ્મરવલેણું ઘૂમવા લાગ્યું. એમને થયું કે મારો માજ-સગે ભાઈ! એની આવી કરુણ હાલત! લોકે એના ઉપહાસ કરે? પિતા તે સંસાર ત્યાગીને વૈરાગી બની બેઠા, એટલે એમને તો આ સ્નેહનાં બંધન ન સતાવે એ બને; પણ હું તે સંસારને માનવી ! મેહ, માયા, મમતા અને હેતનાં બંધન, એ જ મારું જીવન ! શું હું પણ મારા નાના ભાઈની આવી અવદશાની ઉપેક્ષા કરીશ ? અને એના ઉપહાસને ભાગીદાર બનીશ ? અને રાજા પ્રસન્નચંદ્રનું અંતર ભાઈને માટે તલસી રહ્યું ઃ શું ઉપાય કરું કે મારે ભાઈ મારી પાસે આવે ? ક્યારે એ અવસર આવે કે મારે એ મેલેઘેલે અને બાળભળે ભાઈ મને આલિંગન આપે ? જાણે રાજાના અંતરમાં લેહની સગાઈના પડઘા ગાજતા હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001056
Book TitlePadmaparag
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year1974
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy