SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ પદ્મપરાગ ખરેખર, અદ્ભુત હોય છે વિશ્વને કાર્ય-કારણને સંબંધ ! એને ભેદ પામ સહેલું નથી. સોમચંદ્ર તે પરિવ્રાજક બનીને સર્વ મોહ-માયામમતા વીસરી ગયા અને તપની સાધનામાં જ લીન બની ગયા; પણ ધારિણીને માટે તે વનમાંય સંસારનાં બંધન ચાલું રહ્યાં. અત્યારે તે કૂખમાંના જીવનું જતન એ જ એની સાધન બની રહ્યું. પિતાના જ અંશની ઉપેક્ષા શી રીતે થઈ શકે ? કાળ પાક્યો અને ધારિણીએ પુત્રને જન્મ આપ્યું. પણ માતા પિતાના નવા બાળકનાં હાલરડાં ગાવા ન રહી ! પુત્રને જન્મ થયે અને, જાણે સેમચંદ્રના ત્યાગ-વૈરાગ્યને વટી જવા માગતી હોય એમ, ધારિણી સર્વ માયા-મમતાને પરહરીને સદાને માટે ચાલી ગઈ! નવજાત બાળક તરફનો નેહ, પણ એને રોકી ન શક્યા ! રુદન કરતા શિશુને દયાળુ તાપસેએ સંભાળી લીધે અને વૃક્ષની છાલનાં વસ્ત્રથી–વલ્કલના ચીરથી–એની કાયાને વીંટી દીધી. એ જ હતો રાજાની રાણીના પટે, પણ કાળ ફરી ગયે હતે. એનો જન્મઉત્સવ ઊજવનાર ત્યાં કઈ ન હતું; એનું નામકરણ કરનાર પણ ત્યાં કેઈ ન હતું; તે પછી એને હલરાવનાર તે કોણ હોય? - વલ્કલના ચીર પહેરીને ઉછરનાર બાળકને સૌ વલ્કલચીરીના નામે બોલાવવા લાગ્ય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001056
Book TitlePadmaparag
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year1974
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy