________________
વનમાનર્થને સ્નેહતંતુ ગયું છે. કેણ જાણે ક્યારે પવનની ઝાપટ લાગે અને ક્યારે એ ખરી પડે! આપણા પૂર્વજો તો યૌવનનો આરો વટાવતાં પહેલાં જ પિતાને મારગ શેાધી લેતા અને આત્માને અજવાળવાને પુરુષાર્થ આદરતા. આપણે હવે છેક ઘડપણને આરે આવીને ઊભાં છીએ. હજીયે જે રાહ જોવા રહ્યાં તે ધર્મ અને કર્મને બેય મારગ ચૂકી જઈશું, અને ન ઘરનાં રહીશું, ન ઘાટનાં! માટે સાબદા થઈ જાઓ અને સઘળી મેહમાયાને તજી દે ! હવે તે અરણ્ય એ જ આપણે મહેલ અને તાપસ-જીવન એ જ આપણે વિલાસ! જોજો, મનને ઢીલું કરતાં !”
ધારિણીની વાચા સિવાઈ ગઈ પુત્રવાત્સલ્યની ઊછળતી ઊર્મિઓને એણે અંતરના અતલ ઊંડાણમાં સમાવી દીધી,
તલ 118 અને છાયા કાયાને અનુસરે એમ એ પતિના પગલે ચાલવા તૈયાર થઈ ગઈ.
પછી તે, જરાય કાળક્ષેપ કર્યા વગર, બાળ રાજકુમાર પ્રસન્નચંદ્રને રાજ્યનો ભાર સેંપીને એક દિવસ રાજા સેમચંદ્ર અને રાણી ધારિણીતાપસ બનીને વનને માર્ગે ચાલી નીકળ્યાં.
પણ ભવિતવ્યતા પણ કેવી વિચિત્ર બની!
રાજા-રાણી વનને માર્ગે ચાલી નીકળ્યાં તે પહેલાં જ રાણી ધારિણીની કુક્ષીમાં એક નવું પંખી પિતાને માળે વસાવી ચૂકયું હતું અને ધીમે ધીમે મોટું થઈ રહ્યું હતું ! કદાચ વનના બાળ થવા સર્જાયેલા એ જીવે જ માતાપિતાને ત્યાગી-વનવાસી થવા વનની વાટ લેવરાવી હશે !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org