________________
વનમાનવને સ્નેહતંતુ કિલકિલાટ એ જ હાલરડાં ! રમકડાં તો એણે ન જોયાં કે ન જાણ્યાં! અને લાડકેડ પણ એનાથી હમેશાં આઘા ને આઘા જ રહ્યા !
એકને હીરચીરનો કોઈ પાર નહિ બીજાને વનનાં વસ્ત્ર–વલ્કલનાં ચીર-ઝાડની છાલનાં કપડાં–નાં પણ ઠેકાણું નહીં. એકને માટે પરિચારકે પાર નહીં; બીજાને વનના વાસી કઠોરતી તાપસેય દોહ્યલા !
એક ભાઈ રાજા બન્ય; બીજે વનબળ તરીકે ઊછર્યો. વાત કંઈક આમ બની હતી:
સુખસાહ્યબીની સામગ્રીથી ભર્યું ભર્યું પિતનપુર નગર. સેમચંદ્ર ત્યાંના રાજા. ધારિણું એની રાણી. રાજા ન્યાયી અને પ્રજાવત્સલ. રાણી પતિપરાયણ અને ધર્મપ્રેમી. એમને પુત્રનું નામ પ્રસન્નચંદ્ર.
એક વખત રાજા સેમચંદ્ર અરીસામાં જોયું તે માથામાં પળિયાં દેખાયાં!
રાજા રાણીને કહેઃ “આ તે કાળદેવતાનાં એંધાણ. અત્યાર સુધી તે ભેગવિલાસમાં ડૂબી રહ્યાં, પણ હવે જાગવાને કાળ આવી પહોંચે. હજીય નહીં જાગીએ તો જીવતર આખું એળે જશે અને કરવાનું બધું રહી જશે.”
ધારિણી કહેઃ “સ્વામી, વાત તો સાચી, પણ રાજકુમાર હજી નાનો છે. થડે વખત થોભી જઈએ તે? કુમાર રાજકાજ સંભાળે એવડે થાય એટલે આપણે ગંગા નાહ્યાં. અને પછી એને કેઈની એશિયાળ નહીં. ”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org