________________
પાપરાગ
ભારે લાડકોડમાં ઊછરેલે.
અપાર સોંપત્તિ અને વિપુલ ભોગસામગ્રીને એ એકના એક સ્વામી, એટલે એના લાલન-પાલનમાં તે પૂછ્યુ જ શું ? પાણી માગે તેા ઘી મળે !
રૂપ-ગુણવતી પત્નીએ અને અપાર વૈભવ-વિલાસમાં એ સુખપૂર્વક રહે. અને પુત્રને રાજી રાખવા માતા તે બિચારી અડધી અડધી થઈ જાય.
પણ એક વાર લાઢાને જાણે પારસમણિ સ્પેશી ગયે. ત્યાગ-વૈરાગ્યના મેધ આપતી ભગવાન મહાવીરની વાણી ધન્યના અંતરને સ્પશી ગઈ અને વૈભવ-વિલાસમાં સદાકાળ મગ્ન રહેતા ભાગીના મનમાં વૈરાગ્યને માગે જોગી થવાની તાલાવેલી જાગી ઊઠી.
પછી તે વૈરાગ્યના પૂરને ન માતાની મમતા ખાળી. શકી, ન મદભરી માનુનીઓની વિનવણીએ રોકી શકી. મિત્રા અને સ્નેહીઓ પણ મૂક અનીને બેસી રહ્યા.
અને એક દિવસ યુવાન ધન્ય શ્રેષ્ઠી અણુગાર બનીને પ્રભુના અંતેવાસી બની ગયા.
વિલાસી વિલાસના નવા નવા પ્રકારે શેાધે, એમ આ વૈરાગીનું સદા વિરાગમાં આગળ વધવા ઝંખતુ મન આત્મસાધનાના નવા નવા માર્ગે સંચરવા લાગ્યું.
ધન્ય અણુગાર તેા આકરા તપને માગે આત્માને
ઉજાળવા લાગ્યા.
સંયમ લીધે હજુ તે નવ મહિના જ થયા હતા, પણ તપની સાધના એટલી ઉગ્ર કરી હતી કે કાયા માત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org