________________
૫ઘપરાગ પશ્ચિમ દિશામાં અને બીજી રીતે ઉત્તર દિશામાં આવું તપ–સ્થાન કર્યું. ભગવાનને બે ઉપવાસ થયા.
ઉગ્ર તપશ્ચરણ અને આકરી પ્રક્રિયા સાથે એ તપ પૂરું થયું, છતાં ભગવાને પારણું ન કર્યું અને મહાભદ્રા પ્રતિમાનું બીજું વધારે આકરું તપ સ્વીકાર્યું. ભગવાને ચારે દિશામાં એકએક દિવસ-રાત આવી સાધના કરીને ચાર ઉપવાસ કર્યો. અને એ પૂરું થતાંની સાથે જ સર્વતેભદ્રા પ્રતિમા નામનું ત્રીજુ ભારે કઠોર તપ સ્વીકાર્યું. આ તપમાં ચાર દિશામાં, ચાર ખૂણામાં અને ઉપરનીચે એક એક દિવસ-રાત એમ દસ દિવસ સુધી ઉગ્ર તપ કરીને ભગવાને દસ ઉપવાસ કર્યા. આમ આ ત્રણ તપ કુલ સોળ દિવસ ચાલ્યાં અને ભગવાનને સેળ દિવસના ઉપવાસ થયા.
તપની સુખપૂર્વક પૂર્ણાહુતિ થઈ અને સત્તરમે દિવસે ત્રીજા પહોરે ભગવાન પારણા માટે ભિક્ષા લેવા નીકળ્યા.
નિર્દોષ ભિક્ષા માટે ફરતા ફરતા પ્રભુ આનંદ નામના ગૃહસ્થને ત્યાં પહોંચ્યા.
પ્રભુએ જોયું કે બહુલા દાસીએ વધેલું અન્ન કાઢીને એક બાજુ મૂકી રાખ્યું હતું અને એ વાસણ સાફ કરતી હતી.
પ્રભુએ એ નિર્દોષ અન્ન આરોગીને પિતાના આવા આકરા તપનું પારણું કર્યું અને દેહને દામું આપ્યું ! . ધન્ય, રસકસના ત્યાગી અને સ્વાદવૃત્તિના વિજેતા પ્રભુ, ધન્ય!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org